Kainchi Dham Trip : કેંચી ધામ નીમ કરોલી ધામના કરવા છે દર્શન? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? બધુ જ

Kainchi Dham Trip : નીમ કરોલી બાબા આશ્રમ કેંચી ધામ પ્રવાસનો જો તમે પ્લાન બનાવી રહ્યા હોવ તો તમે અહીં નજીકના નૈતીતાલ જેવા સુંદર સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો, તો જોઈએ અહીં કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? બીજુ નજીકમાં શું શું જોઈ શકો છો.

Written by Kiran Mehta
May 29, 2024 15:57 IST
Kainchi Dham Trip : કેંચી ધામ નીમ કરોલી ધામના કરવા છે દર્શન? કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? બધુ જ
નીમ કરોલી બાબા આશ્રમ કૈંચી ધામની યાત્રા (ફોટો - નીમ કરોલી ધામ)

Kainchi Dham Trip : આજથી મોટો મંગળ શરૂ થયો છે. આ વખતે કુલ 4 મુખ્ય મંગળ રહેશે. આ દિવસોમાં, ઉત્તર ભારતમાં દરેક જગ્યાએ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને લોકો તે સ્થાનો પર જાય છે જ્યાં હનુમાનજી રહે છે. નીમ કરોલી બાબા કૈંચી ધામ પ્રત્યે લોકોની ખુબ ભક્તિ છે. લોકો અહીં બાબાના દર્શન કરવા જાય છે અને અનેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે. આ સિવાય આ જગ્યા ખૂબ જ સુંદર છે અને તમે અહીં જઈને આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લઈ શકો છો. તો ચાલો પહેલા જાણીએ કે, કૈંચી ધામ ક્યાં છે અને પછી અમદાવાદથી કૈંચી ધામ કેવી રીતે પહોંચવું.

કૈંચી ધામ નીમ કરોલી બાબાનો આશ્રમ ક્યાં છે?

કૈંચી ધામ નૈનીતાલથી અલમોડા માર્ગ પર લગભગ 17 કિલોમીટર દૂર છે. તે નૈનીતાલ જિલ્લામાં આવે છે. કૈંચી ધામ પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી નીમ કરોલી આશ્રમ 38 કિલોમીટર દૂર છે. અહીં તમને એક મોટો આશ્રમ જોવા મળશે જ્યાં બાબાએ સમાધિ લીધા પછી, તેમની અસ્થિ સ્થાપિત કરવામાં આવી હતી.

અમદાવાદથી કૈંચી ધામ કેવી રીતે પહોંચવું

અમદાવાદથી કૈંચી ધામ પહોંચવાનો સૌથી સસ્તો રસ્તો ટ્રેન છે. તમે અમદાવાદથી સિધી કોઈ ટ્રેન નથી પરંતુ તમે દિલ્હીથી કાઠગોદામ માટે ટ્રેન પકડો અને પછી ટેક્સી અને બસ દ્વારા કૈંચી ધામ પહોંચો. આમાં તમને 16થી 18 કલાક દિલ્હી પહોંચવાનો અને દિલ્હીથી 6 થી 8 કલાકનો સમય લાગી શકે છે. બીજો રસ્તો એ છે કે દિલ્હીથી નૈનીતાલ બસમાં બેસીને ત્યાંથી કૈંચી ધામ જવું. નૈનીતાલથી કૈંચી ધામનું અંતર 19 કિમી છે અને અહીં પહોંચવામાં લગભગ 1 કલાક લાગી શકે છે. આમાં તમને દિલ્હીથી 8 થી 10 કલાકનો સમય લાગી શકે છે.

Neem Karoli Baba
નીમ કરોલી બાબા (ફોટો – કેંચી ધામ વેબસાઈટ)

કેંચી ધામ પ્રવાસ – કેટલો ખર્ચ થશે

અમદાવાદથી દિલ્હી જવા ટ્રેનનો સલીપર કોચ ખર્ચ 500 રૂપિયા છે, તો દિલ્હીથી બસ દ્વારા નૈનીતાલ પહોંચવા માટે તમારે 400 થી 800 રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. આ પછી, અહીંથી આશ્રમ જવા માટે બસ દ્વારા 100 રૂપિયા અને ટેક્સી દ્વારા 300 રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ પછી તમને નીમ કરોલી આશ્રમમાં એક ડોરમેટરી મળશે, જ્યાં રહેવાનો ખર્ચ પ્રતિ દિવસ 200 રૂપિયા હોઈ શકે છે. આ સિવાય જો તમે ટ્રેનમાં જાઓ છો તો પણ તમારો પ્રવાસ (ટ્રાવેલિંગ ખર્ચ), રહેવા અને ખાવાનો ખર્ચ 5 હજાર રૂપિયા સુધી આવી શકે છે.

કૈંચી ધામ નજીકના પ્રવાસન સ્થળો

  • નીમ કરોલી બાબા આશ્રમ
  • નૈનીતાલ
  • ભીમતાલ
  • રાણીખેત
  • મુક્તેશ્વર
  • કૌસાની
  • બિનસાર
  • જિમ કોર્બેટ નેશનલ પાર્ક

કેંચી ધામ હનુમાનજીના સૌથી મોટા ભક્તના દર્શનની સાથે સાથે નજીકના આ સુંદર સ્થાન પણ ફરી શકો છો. જે તમારો પ્રવાસ યાદગાર બનાવી દેશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ