ભારતીય પરંપરાઓમાં લીમડાને પવિત્ર માનવામાં આવે છે. આ ઉપરાંત, લીમડામાં ઔષધીય ગુણધર્મો પણ છે, જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે લીમડામાં એન્ટી-ઓક્સિડન્ટ્સ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટી-ફંગલ, એન્ટી-ઇન્ફ્લેમેટરી અને વિટામિન સી જેવા ઘણા પોષક તત્વો જોવા મળે છે. લીમડાનું પાણી ખીલ, ફોલ્લા, ખંજવાળ અને એલર્જી જેવી ત્વચાની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે.
લીમડાનું સેવન ઉનાળામાં કરવાથી તે ત્વચાને અંદરથી સાફ કરે છે અને તેને સ્વસ્થ અને ચમકદાર બનાવે છે. પણ શું તમે જાણો છો કે લીમડાના પાણીથી સ્નાન કરવાથી શું થાય છે? અહીં જાણો ફાયદા
લીમડાના પાણીથી સ્નાન કરવાના ફાયદા
- ત્વચાને સ્વસ્થ રાખે : લીમડાનું પાણી ખીલ, ફોલ્લા, ખંજવાળ અને એલર્જી જેવી ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ છે.
- પરસેવાની ગંધ ન આવે : ઉનાળાની ઋતુમાં વધુ પડતો પરસેવો થવાને કારણે શરીરમાંથી દુર્ગંધ આવવા લાગે છે. લીમડાનું પાણી શરીરની દુર્ગંધ દૂર કરવામાં ખૂબ જ અસરકારક છે અને તે શરીરને તાજગીથી પણ ભરી દે છે.
- વાળ માટે ફાયદાકારક : લીમડાના પાણીથી સ્નાન કરવાથી માથાની ત્વચા સ્વસ્થ અને સ્વચ્છ રહે છે. આ ખોડો, ખંજવાળ અને જૂ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. આ ઉપરાંત, તે વાળને મજબૂત અને ચમકદાર બનાવે છે.
આ પણ વાંચો: રોટલીને પાપડ બનતા બચાવવી હોય તો આ ટિપ્સ ફોલો કરો, કલાકો સુધી નરમ રહેશે
લીમડાનું પાણી કેવી રીતે બનાવવું? એક વાસણમાં સ્વચ્છ પાણી લો અને તેમાં તાજા અથવા સૂકા લીમડાના પાન ઉમેરો. પછી આ પાણીને સારી રીતે ઉકાળો. જ્યારે પાણીનો રંગ બદલાય અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે, ત્યારે ગેસ બંધ કરી દો. હવે જ્યારે તે થોડું ઠંડુ થાય, ત્યારે આ પાણીથી સ્નાન કરો.