/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/What-is-Delicate-Dumping.jpg)
ડેલિકેટ ડમ્પિંગ શું છે? (ફોટો - ફ્રીપીક)
What is Delicate Dumping : 'ડેટિંગ' શબ્દમાં ઘણી બધી વસ્તુઓ સમાયેલી છે. કોઈ નવી વ્યક્તિને મળો અને પછી તે વ્યક્તિ સાથે તમારો મોટાભાગનો સમય પસાર કરો. કોફી/લંચ/ડિનર ડેટ માટે તમારા વ્યસ્ત જીવનમાંથી થોડીક ક્ષણો કાઢી લો અને તે બટરફ્લાય લાગણીઓને માત્ર એક નજરથી અનુભવો. આપણે બધાએ આપણા જીવનમાં લગભગ એકવાર તો આ લાગણી અનુભવી જ હશે. જોકે હવે સમય બદલાઈ રહ્યો છે. કોઈની સાથે ડેટિંગ કરવું અથવા કોઈની સાથે સમય વિતાવવો હવે એટલો સરળ નથી. ઓનલાઈન ડેટિંગથી લઈને બ્લાઈન્ડ ડેટ પર જવા સુધીના સંબંધો આજે એકદમ અલગ છે.
આ બધા સિવાય, પહેલા લોકો ફક્ત ડેટિંગ અને તેની સાથે થતી લાગણીઓ વિશે વાત કરતા હતા, હવે બ્રેકઅપની કહાનીઓ પણ સામાન્ય થઈ ગઈ છે. આ સંદર્ભમાં, સોશિયલ મીડિયા પર આ દિવસોમાં એક શબ્દ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ શબ્દ છે, Delicate Dumping (ડેલિકેટ ડમ્પિંગ), પરંતુ આ નાજુક ડમ્પિંગ શું છે? અમે તેના વિશે જણાવીએ.
તમને 'ડમ્પિંગ' વિશે થોડો ખ્યાલ હશે. સંબંધમાં, જ્યારે કોઈ વ્યક્તિ તેના પાર્ટનરને છોડી દે છે અથવા તેની સાથે બ્રેકઅપ કરે છે, તેને ડમ્પિંગ કહેવામાં આવે છે. જો કે, આ માટે પાર્ટનર એકબીજાનો સામનો કરે છે, ક્યારેક પરસ્પર સંમતિથી અને ક્યારેક લડાઈ કરીને છૂટા પડે છે, એકબીજાની ખામીઓ ગણાવી અને કાયમ માટે અલગ થઈ જાય છે. ચોક્કસ તમે આ પદ્ધતિઓથી વાકેફ છો, પરંતુ ડેલિકેટ ડમ્પિંગ એક અલગ વાત છે.
'ડેલિકેટ ડમ્પિંગ' શું છે? - Delicate Dumping
ડેલિકેટ ડમ્પિંગ એ એક એવી સ્થિતિ છે, જેમાં વ્યક્તિ ધીમે ધીમે સંબંધમાં પ્રયત્નો કરવાનું બંધ કરે છે, જેથી બીજી વ્યક્તિને ખ્યાલ આવે કે તેને હવે રસ નથી. તે અસંવેદનશીલ લાગે છે, પરંતુ હવે રિલેશનશિપ એક્સપર્ટ લોકોને આવી વસ્તુઓ માટે આગાહ કરી ચેતવણી આપી રહ્યા છે.
આ ટ્રેન્ડ વિશે વાત કરતાં, એક ડેટિંગ એક્સપર્ટ એમ્મા હેથોર્ને Metro.co.uk ને કહ્યું, 'જ્યારે કોઈ વ્યક્તિ દલીલો, લડાઈ, ભૂતકાળની વાતોને યાદ કરવાથી બચવા માંગે છે અથવા તેના પાર્ટનર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોથી બચવા માંગે છે, ત્યારે તે આશરો લે છે ડેલિકેટ ડમ્પિંગ નો. સાદી ભાષામાં કહીએ તો, તમારી જાતને દોષિત સાબિત થવાથી બચાવીને કોઈની સાથે સંબંધ તોડવાની અસલી રીત છે.
ડેલિકેટ ડમ્પિંગ એ છે, જ્યારે કોઈ વ્યક્તિ તેના પાર્ટનર સાથે પ્રેમમાંથી બહાર આવી જાય છે, પરંતુ તરત જ તેની સાચી લાગણીઓ વ્યક્ત કરતી-કરતો નથી. તેના બદલે, તે સંબંધમાંથી બહાર આવવાના પ્રયાસમાં લાગી જાય છે. તે તેના સંબંધ વધારો કરવાના કોઈપણ પ્રકારના પ્રયત્નો કરવાનું બંધ કરે છે. આવી સ્થિતિમાં, બીજી સામેની વ્યક્તિ પોતે જ સંબંધને સમાપ્ત કરવા માટે મજબૂર બની જાય છે.
ઈન્ડિયન એક્સપ્રેસે આ મામલે કોલકાતા સ્થિત ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શિંજિન દેબ સાથે વાત કરી હતી. તેમનું કહેવું છે કે, ડેલિકેટ ડમ્પિંગની અસર એક સિક્કાની બે બાજુ જેવી છે. 'એક તરફ, જે પાર્ટનર સંબંધમાં પ્રયાસ કરવાનું બંધ કરી દે છે તે આખરે સામેના પાત્ર સામે વારંવાર ચિડાઈ જાય છે અને ઘણી વખત પોતાની જાતને ભાવનાત્મક રીતે દૂર કરવા લાગે છે. બીજી તરફ તેને એવી આશા પણ હોય છે કે, જો તે આવું કરશે તો સામેની વ્યક્તિ તેને છોડી દેશે અને તેનું કામ સરળ થઈ જશે.
આ પણ વાંચો - બિગ બોસ 9 ફેમ કીથ સિકેરા અને રોશેલે પોતાની 7 મહિનાની બાળકીને કરાવી કસરત, શું યોગ્ય છે? જાણો એક્સપર્ટ પાસેથી
બ્રેકઅપ પછી શા માટે દુઃખ થાય છે?
મળતી માહિતી મુજબ જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમનો અહેસાસ કરે છે ત્યારે તેના શરીરમાં હોર્મોન્સનો પ્રવાહ વહે છે. 'કડલ' હોર્મોન ઓક્સીટોસિન અને 'ફીલ-ગુડ' હોર્મોન ડોપામાઈનને કારણે વ્યક્તિ પ્રેમમાં આનંદની લાગણી અનુભવે છે, પરંતુ કોઈનું બ્રેકઅપ થતાં જ ઓક્સીટોસિન અને ડોપામાઈનનું સ્તર ઘટી જાય છે અને સ્ટ્રેસ માટે જવાબદાર હોર્મોન્સનું સ્તર વધી જાય છે. આ કારણે વ્યક્તિને ઉદાસી અને પીડાનો અનુભવ થાય છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us