પાર્લર જવાની જરૂર નથી, ઓછા ખર્ચે ઘરેજ સ્કિનકેર કરી શકો છો, આ નાઈટ સ્કિનકેર ટિપ્સ અનુસરો

નાઈટ સ્કિન કેર રૂટિન | સ્કિન ડ્રાય, નિસ્તેજ અને કરચલીઓ દેખાવા લાગી હોય તો તમે યોગ્ય નાઈટ સ્કિનકેર રૂટિનનું પાલન કરી સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, ચમકતી અને યુવાન રાખી શકાય છે. અહીં જાણો

નાઈટ સ્કિન કેર રૂટિન | સ્કિન ડ્રાય, નિસ્તેજ અને કરચલીઓ દેખાવા લાગી હોય તો તમે યોગ્ય નાઈટ સ્કિનકેર રૂટિનનું પાલન કરી સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, ચમકતી અને યુવાન રાખી શકાય છે. અહીં જાણો

author-image
shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
નાઈટ સ્કિન કેર રૂટિન | Night Skincare Routine | બ્યુટી ટિપ્સ | લાઇફસ્ટાઇલ

Night Skincare Routine in gujarati

Beauty Tips In Gujarati | દિવસની દોડધામ, સ્ટ્રેસ, ધૂળ, અસહ્ય તાપ અને પ્રદૂષણની અસર સૌ પ્રથમ આપણી સ્કિન પર દેખાય છે. જો સ્કિનની યોગ્ય કાળજી લેવામાં ન આવે તો તે ઝડપથી નિસ્તેજ, ડ્રાય બની જાય છે અને વૃદ્ધત્વ દેખાવા લાગે છે. પરંતુ રાત્રિનો સમય સ્કિન માટે શ્રેષ્ઠ છે કારણ કે આ સમયે તે સ્કિન સુધારે છે અને પુનર્જીવિત કરે છે.

Advertisment

સ્કિન ડ્રાય, નિસ્તેજ અને કરચલીઓ દેખાવા લાગી હોય તો તમે યોગ્ય નાઈટ સ્કિનકેર રૂટિનનું પાલન કરી સ્કિનને લાંબા સમય સુધી સ્વસ્થ, ચમકતી અને યુવાન રાખી શકાય છે. અહીં જાણો

જો તમે ઇચ્છો છો કે તમારી સ્કિન લાંબા સમય સુધી હેલ્ધી અને યુવાન રહે, તો રાતના સમયે સ્કિનકેરના કેટલાક એવા રૂટિન તમે અનુસરી શકો છો, જે તમારે ભૂલ્યા વિના દરરોજ રાત્રે કરવા જોઈએ. અહીં જાણો અસરકારક સરળ નાઈટ સ્કિનકેર રૂટિન.

નાઈટ સ્કિનકેર રૂટિન (Night Skincare Routine)

  • મેકઅપ દૂર કરો : તો તમે મેકઅપ કર્યો હોય તો સૂતા પહેલા સ્કિનને સારી રીતે સાફ કરવું મહત્વપૂર્ણ છે. મેકઅપ લગાવીને સૂવાથી છિદ્રો બંધ થઈ જાય છે, જેના કારણે ખીલ અને નિસ્તેજતા થઈ શકે છે. આ માટે પહેલા મેકઅપ રીમુવર અથવા નાળિયેર તેલથી મેકઅપ દૂર કરો, પછી હળવા ફેસવોશથી ચહેરો ધોઈ લો. આનાથી સ્કિનના કોષોને હવા મળી શકશે અને સરળતાથી રિપેર થઈ શકશે.
  • ટોનરનો ઉપયોગ : ચહેરો ધોયા પછી સ્કિનનું pH સંતુલન જાળવવું મહત્વપૂર્ણ છે. આ માટે, હળવા આલ્કોહોલ-મુક્ત ટોનરનો ઉપયોગ કરો. ટોનર છિદ્રોને કડક બનાવે છે અને સ્કિનને આગળના પગલાં માટે તૈયાર કરે છે. જો તમે ઇચ્છો તો, તમે કુદરતી ટોનર તરીકે ગુલાબજળનો ઉપયોગ કરી શકો છો.
  • સીરમનો ઉપયોગ : રાત્રે સ્કિન પર સીરમ લગાવવું ખૂબ જ ફાયદાકારક છે, ખાસ કરીને વિટામિન સી, હાયલ્યુરોનિક એસિડ અથવા રેટિનોલ ધરાવતા સીરમ. આ સીરમ સ્કિનમાં ઊંડે સુધી પ્રવેશ કરે છે અને નુકસાનને સુધારે છે, કરચલીઓ ઘટાડે છે અને ચમક વધારે છે. આખા ચહેરા અને ગરદન પર હળવા હાથે સીરમ લગાવો.
  • આંખની ક્રીમ : આંખોની આસપાસની સ્કિન ખૂબ જ નાજુક હોય છે અને તે પહેલા વૃદ્ધત્વના સંકેતો દર્શાવે છે. ડાર્ક સર્કલ, ફાઇન લાઇન્સ અને સોજા ટાળવા માટે, સૂતા પહેલા હળવી આઇ ક્રીમ લગાવો અને હળવા હાથે માલિશ કરો.
  • મોઇશ્ચરાઇઝ કરો : રાત્રે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઊંઘ દરમિયાન સ્કીનમાંથી પાણી ઓછું થઈ શકે છે. સારી નાઇટ ક્રીમ અથવા મોઇશ્ચરાઇઝર સ્કિનને નરમ રાખે છે, ડ્રાય થતી અટકાવે છે અને રિપેર પ્રક્રિયાને ઝડપી બનાવે છે. ઓઈલી સ્કિન ધરાવતા લોકોએ પણ લાઈટ જેલ આધારિત મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ.
  • પૂરતી ઊંઘ : યોગ્ય રાત્રિ નિત્યક્રમની સાથે પૂરતી ઊંઘ લેવી પણ મહત્વપૂર્ણ છે. હેકધી સ્કિન મેળવવા માટે ઓછામાં ઓછા 7 થી 8 કલાક સૂઈ જાઓ જેથી સ્કિનને સમારકામ માટે પૂરતો સમય મળે. આ ઉપરાંત નરમ ઓશિકા કવર અને ક્લીન ચાદરનો ઉપયોગ કરો જેથી ગંદકી અને બેક્ટેરિયા સ્કિનને અસર ન કરે.
Advertisment
beauty tips જીવનશૈલી