Nita Ambani: નીતા અંબાણી કેટલું ભણેલા છે? મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા અંબાણી પરિવારના વહુ આ નોકરી કરતા હતા

Nita Ambani Education Qualification: નીતા અંબાણી મુકેશ અંબાણી જેમ શિક્ષણ બાબતમાં પણ નસીબદાર છે. નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઇમાં ગુજરાતી પરિવારમાં થયો હતો.

Nita Ambani Education Qualification: નીતા અંબાણી મુકેશ અંબાણી જેમ શિક્ષણ બાબતમાં પણ નસીબદાર છે. નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963ના રોજ મુંબઇમાં ગુજરાતી પરિવારમાં થયો હતો.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Nita Ambani: નીતા અંબાણી ની આવક કેટલી છે? મુકેશ અંબાણી રિલાયન્સ તરફથી કેટલો પગાર મેળવે છે? અંબાણી પરિવારની નેટવર્થ જાણ ચોંકી જશો

Nita Ambani Education Qualification: નીતા અંબાણી મુકેશ અંબાણીના પત્ની અને મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક છે. (Photo: @officenitaambani)

Nita Ambani Education Qualification: નીતા અંબાણી એશિયાના સૌથી ધનિક ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની છે. આમ તો નીતા અંબાણીને કોઈ ઓળખની જરૂર નથી. તેઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં તેમના નામ તેમજ કામના કારણે જાણીતા છે. આમ તો નીતા અંબાણી મોટાભાગે તેમની સાદગી અને ગોર્જિયસ લૂકને લઈ ચર્ચામાં રહે છે, ઉપરાંત તેઓ સામાજિક કાર્યને લઈને પણ ચર્ચામાં રહે છે. નીતા અંબાણી પણ શિક્ષણ ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરતા રહે છે. નીતા અંબાણી મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના સ્થાપક છે. પરંતુ શું તમે જાણો નીતા અંબાણી કેટલું ભણેલા છે? ચાલો જાણીયે નીતા અંબાણીના એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે

Advertisment

નીતા અંબાણી જન્મ

નીતા અંબાણી ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની છે. નીતા અંબાણીનો જન્મ 1 નવેમ્બર 1963માં મુંબઇમાં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ રવિન્દ્રભાઇ દલાલ અને માતાનું નામ પુર્ણિમા દલાલ છે. તેમને એક બહેન છે, જેમનું નામ મમતા દલાલ છે, તેઓ સ્કુલ ટિચર છે.

નીતા અંબાણી કેટલું ભણેલા છે?

નીતા અંબાણી ધન - સંપત્તિ સાથે શિક્ષણના મામલે કેટલા અમીર છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. અમે તમને નીતા અંબાણીની એજ્યુકેશન ક્વોલિફિકેશન વિશે જણાવીશું. લગભગ 2500 કરોડની સંપત્તિના માલિક નીતા અંબાણી ગ્રેજ્યુએટ છે. તેમણે મુંબઈની નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સ માંથી કોમર્સ સ્ટ્રીમમાં ગ્રેજ્યુએશન કર્યું છે. આ ઉપરાંત નીતા અંબાણી એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. તેમણે લગ્ન પહેલા શિક્ષક તરીકે પણ કામ કર્યું હતું.

Advertisment

નીતા અંબાણીના પતિ મુકેશ અંબાણી કેટલા ભણેલા છે?

નીતા અંબાણીની જેમ મુકેશ અંબાણી પોતે પણ ગ્રેજ્યુએટ છે અને તેમણે એમબીએ કર્યું છે. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી અને ત્યારબાદ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું હતું. મુકેશ અંબાણીએ તેમનું શાળાકીય શિક્ષણ મુંબઇની હિલ ગ્રેંજ હાઇ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું હતું અને શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેમણે મુંબઇની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં એડમિશન લીધું હતું. તેઓ 1980માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયા હતા.

નીતા અંબાણી સાડી કલેકશન | Nita Ambani Saree Collection
Nita Ambani Saree Collection : નીતા અંબાણી સાડી કલેકશન (ફોટો ક્રેડિટ સોશિયલ)

આ પણ વાંચો | મુકેશ અંબાણી, નીતા અંબાણીએ અનંત-રાધિકાને વિલા આપ્યો ભેટમાં, કિંમત જાણી ચોંકી જશો

નીતા અંબાણી લગ્ન પહેલા મહિને 800 રૂપિયા કમાતા હતા

નીતા અંબાણી હાલ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર છે. તેમના પતિ મુકેશ અંબાણી આ કંપનીના એમડી અને ચેરમેન છે. મુકેશ અંબાણી સાથે લગ્ન કરતા પહેલા નીતા અંબાણી ડાન્સ ટીચર તરીકે કામ કરતા હતા. આ માટે તેમને દર મહિને 800 રૂપિયા મળતા હતા. તેમણે એક ઇન્ટરવ્યૂમાં આ જાણકારી આપી હતી. નીતા અંબાણી ભરતનાટ્યમમાં પારંગત છે.

નીતા અંબાણી જીવનશૈલી celebrities મુકેશ અંબાણી