/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Nita-Ambani-With-Ambani-Family.jpg)
Nita Ambani Net Worth: નીતા અંબાણી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને રિલાયન્સ ફાઉન્ડેશનની કામગીરી સંભાળે છે. (Photo: @officenitaambani)
Nita Ambani Income And Net Worth: મુકેશ અંબાણી ભારત અને એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ની કમાન ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને તેમનો પરિવાર સંભાળે છે. મુકેશ અંબાણીની સાથે નીતા અંબાણી પણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંચાલનમાં મોટી ભૂમિકા ભજવી રહ્યાં છે. હાલ નીતા અંબાણી રિલાયન્સ ફાઉન્ડેશન ચલાવે છે, જે દેશભરમાં અનેક સામાજિક કામગીરી કરે છે. ધીરુભાઈ અંબાણી દ્વારા શરૂ કરવામાં આવેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ હવે દુનિયાની મોટી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને પેટ્રોકેમિકલ્સ, ટેલિકમ્યુનિકેશન્સ, રિટેલ, એનર્જી સહિત ઘણા બિઝનેસ સેક્ટરમાં કાર્યરત છે.
આજે આપણે વાત કરીશું નાણાકીય વર્ષ 2023-24માં અંબાણી પરિવારની કમાણી વિશે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી, મુકેશ અંબાણી અને તેમના બાળકો ઈશા, આકાશ અને અનંત અંબાણીએ કેટલી કમાણી કરી.
અંબાણી પરિવારની સંપત્તિ અને હોલ્ડિંગ
ફોર્બ્સ મેગેઝિનના મતે અંબાણી પરિવાર એશિયામાં સૌથી ધનિક છે. મુકેશ અંબાણી પરિવારની નેટવર્થ 113.5 અબજ ડોલર છે, જો ભારતીય ચલણમાં વાત કરીયે લગભગ 9 લાખ કરોડ રૂપિયા જેટલી છે. આ સાથે તેઓ હાલ દુનિયાના 11માં સૌથી મોટા ધનિક વ્યક્તિ છે. અંબાણી પરિવારનો આવકનો સૌથી મોટો સ્ત્રોત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ છે, જેમા તેઓ 50.33 ટકા હિસ્સો ધરાવે છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં શેરહોલ્ડિંગ પેટે તેમને નાણાકીય વર્ષ 2023-24માં ડિવિડન્ડ સ્વરૂપે 3,322.7 કરોડ રૂપિયા મળ્યા હતા.
મુકેશ અંબાણીનો પગાર (Mukesh Ambani Salary)
મુકેશ અંબાણી RIL ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર છે. જાણકારી અનુસાર મુકેશ અંબાણી છેલ્લા ચાર નાણાકીય વર્ષથી કંપની પાસેથી એક પણ રૂપિયાનો પગાર લેતા નથી. મુકેશ અંબાણીએ કોવિડ-19 મહામારી દરમિયાન આર્થિક સમસ્યાઓને કારણે આ નિર્ણય લીધો છે. આરઆઈએલના વ્યૂહાત્મક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવનારા મુકેશ અંબાણીને કંપની તરફથી બીજા ઘણા ભથ્થાં મળે છે. આ ઉપરાંત તેઓ પોતાના સ્ટોકમાંથી પણ કમાણી કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/08/Nita-Ambani-With-Mukesh-Ambani.jpg)
નીતા અંબાણી ની આવક અને કમાણી (Nita Ambai Income And Earnings)
નીતા અંબાણી ઓગસ્ટ 2023 સુધી રિલાયન્સમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કામ કરતા હતા. આ પદ સંભાળતી વખતે તેમને નાણાકીય વર્ષ 2023-24માં કમિશન તરીકે 2 લાખ રૂપિયા અને 97 લાખ રૂપિયા પગાર મળ્યો હતો. કોર્પોરેટ ગવર્નન્સમાં તેમના યોગદાન ઉપરાંત, તેઓ રિલાયન્સ ફાઉન્ડેશનના પણ વડા છે. અને તે ભારતીય ઓલિમ્પિક સમિતિના પ્રમુખ તરીકે પણ કામ કરી રહી છે.
આકાશ અંબાણી (Akash Ambani)
આકાશ અંબાણીની વાત કરીએ તો તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન છે. આકાશ અંબાણી નેતૃત્વમાં જિયોએ ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે અને 5જી નેટવર્ક પણ લોન્ચ કર્યું છે. ભારતના ટેલિકોમ સેક્ટરમાં જિયોની સ્થિતિ સતત મજબૂત થઈ રહી છે.
ઇશા અંબાણી (Isha Ambani)
આકાશ અંબાણીની જુડવા બહેન અને મુકેશ - નીતાની દીકરી ઈશા અંબાણી સ્ટેન્ફર્ડ માંથી એમબીએ ગ્રેજ્યુએટ છે. ઇશા અંબાણી રિલાયન્સની ઘણી કંપનીઓ સંભાળી રહી છે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડને નવી ઉંચાઇ પર પહોંચાડવામાં ઇશા અંબાણીનો બહુ યોગદાન છે. થોડા મહિના પહેલા તેમણે ફેશન અને રિટેલ બ્રાન્ડ TIRA લોન્ચ કરી હતી. તે રિલાયન્સ ફાઉન્ડેશન માટે પણ કામ કરે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Anant-Ambani-Radhika-Merchant-Wedding-Photo-2.jpeg)
અનંત અંબાણી (Anant Ambani)
અનંત અંબાણી એ પોતાનો અભ્યાસ બ્રાઉન યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તે જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ, રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ અને રિલાયન્સ ન્યૂ સોલર એનર્જી લિમિટેડમાં ડિરેક્ટરનો હોદ્દો ધરાવે છે. તેમના નેતૃત્વમાં રિલાયન્સે અનેક ઊભરતા ક્ષેત્રોમાં મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે.
આ પણ વાંચો | નીતા અંબાણી કેટલું ભણેલા છે? મુકેશ અંબાણી સાથે લગ્ન પહેલા અંબાણી પરિવારના વહુ આ નોકરી કરતા હતા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં પોતાની પ્રભાવશાળી સ્થિતિ અને જંગી સંપત્તિ હોવા છતાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી તેમજ તેમના બાળકો કંપની પાસેથી કોઈ મોટી સેલેરી લેતા નથી. અંબાન પરિવારનો હેતુ કોર્પોરેટ ગવર્નન્સના સિદ્ધાંતોનું પાલન કરવાનું છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us