નોરા ફતેહી જેવી ફિટ બોડી બનાવવા માંગો છો? વર્કઆઉટથી લઇને ડાયેટ સુધી ફોલો કરો આ ફિટનેસ સીક્રેટ્સ

Nora Fatehi fitness secrets : જો તમે નોરા ફતેહી જેવી ફિટ બોડી મેળવવા માંગો છો? તો તમારે તમારા વર્કઆઉટથી લઈને ડાયેટ સુધી નોરાના ફિટનેસ સિક્રેટ્સને ફોલો કરવા જોઈએ

Nora Fatehi fitness secrets : જો તમે નોરા ફતેહી જેવી ફિટ બોડી મેળવવા માંગો છો? તો તમારે તમારા વર્કઆઉટથી લઈને ડાયેટ સુધી નોરાના ફિટનેસ સિક્રેટ્સને ફોલો કરવા જોઈએ

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Nora Fatehi fitness, નોરા ફતેહી

નોરા ફતેહીના ફિટનેસની ઘણી ચર્ચા થાય છે (તસવીર - નોરા ફતેહી ઇન્સ્ટાગ્રામ)

Nora Fatehi’s fitness secrets: ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક સમાચારે સૌને ચોંકાવી દીધા છે. એક વ્યક્તિ કથિત રીતે તેની પત્નીને બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી જેવી દેખાય તે માટે ત્રાસ આપ્યો હતો. આરોપ છે કે તે રોજ 3-3 કલાક તેને કસરત કરાવતો હતો અને ભરપેટ ખાવા પણ આપતો ન હતો.

Advertisment

પરંતુ તેની પદ્ધતિ તદ્દન ખોટી છે. કોઈને પણ દબાણ કરીને કશું જ કરી શકાતું નથી. પરંતુ જો તમે નોરા ફતેહી જેવી ફિટ બોડી મેળવવા માંગો છો? તો તમારે તમારા વર્કઆઉટથી લઈને ડાયેટ સુધી નોરાના ફિટનેસ સિક્રેટ્સને ફોલો કરવા જોઈએ.

નોરા ફતેહી ફિટનેસ રહસ્ય

નોરા ફતેહીની ફિટનેસનું રહસ્ય તેનો ડાન્સ, સ્ટ્રિટ ડાયેટ, એક્સરસાઇઝ અને બેલેન્સ્ડ લાઇફસ્ટાઇલ માનવામાં આવે છે. તે તેના ટોંડ અને કર્વી ફિગરને જાળવવા માટે દૈનિક વર્કઆઉટ્સ અને કસરતો કરે છે. આ સાથે પ્રાણાયામ પણ તેના જીવનનો એક ભાગ છે. આ સાથે તે મેડિટેશન દ્વારા પોતાના માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખે છે.

નોરા ફતેહી કઈ એક્સરસાઇઝ કરે છે?

નોરા ફતેહી ફિટ રહેવા માટે પિલાટે, પુશઅપ્સ, પુલઅપ્સ, વેઇટ લિફ્ટિંગ, સ્ક્વોટ્સ કરે છે. તે કેલરી બર્ન કરવા માટે વેઇટ ટ્રેનિંગ અને સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવાનું પસંદ કરે છે. વજનને કંટ્રોલ કરવા માટે તે કાર્ડિયો કરે છે. તે ટ્રેડમિલ પર દોડવાનું ભૂલતી નથી. તેને પ્લેન્ક્સ અને પિલાટે કરવાનું પણ પસંદ છે.

Advertisment

આ પણ વાંચો - સ્કિન કેયર કરતી વખતે ના કરો આ 3 ભૂલ, ચહેરાને થઇ શકે છે નુકસાન!

નોરા ફતેહી શું ખાય છે?

પોતાના ફિગરને યોગ્ય રાખવા માટે નોરા બહારનું ખાવાનું ટાળે છે. તેને ઘરનું રાંધેલું ભોજન ખૂબ ગમે છે. બ્રેકફાસ્ટની વાત કરીએ તો બ્રાઉન બ્રેડ, ફ્રૂટ્સ, બદામનું દૂધ લે છે. લંચમાં તેને ચિકન, તાજા શાકભાજી, સલાડ અને ભાત ખાવા ગમે છે. ડિનરમાં તે બ્રોકોલી, ચિકન, મેશ કરેલા બટાકા, મસૂરની દાળ વગેરે લે છે. આ સાથે જ આખો દિવસ પાણી પીને પોતાને હાઇડ્રેટેડ રાખે છે.

ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.

nora fatehi જીવનશૈલી health tips celebrities મનોરંજન ન્યૂઝ