Health Tips : પૂરતી ઊંઘ નથી મળતી? તમને ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધી શકે છે, અહીં જાણો

Health Tips :અન્ય કેટલાક અભ્યાસો દર્શાવે છે કે નબળી ઊંઘ સ્થૂળતા, કાર્ડિયોવેસ્ક્યુલર સમસ્યાઓ અને ચેપનું જોખમ વધારે છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
September 12, 2023 15:56 IST
Health Tips : પૂરતી ઊંઘ નથી મળતી? તમને ડાયાબિટીસ, હૃદય રોગનું જોખમ વધી શકે છે, અહીં જાણો
જો કે ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરવામાં આવે છે, કેટલાક લોકોને વધુ ઊંઘની જરૂર હોય છે અને અન્યને ઓછી ઊંઘની જરૂર હોય છે. (ઇમેજ ક્રેડિટ્સ: Pixabay)

જે લોકો મોડા સુવે છે તેઓને ઘણીવાર માથાનો દુખાવો રહે છે. જો કે, નબળી ઊંઘની અસર માત્ર થાક સુધી મર્યાદિત નથી. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રાત્રે મોડે સુધી જાગવાથી તમને ટાઇપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધી શકે છે.

અધ્યયન અનુસાર, જે લોકો મોડેથી સુવે છે તેઓમાં ક્રોનિક રોગો થવાની સંભાવના 54 ટકા વધુ હોય છે. વધુમાં, જે લોકો મોડેથી સુવે છે અને મોડેથી ઉઠે છે તેમને વહેલા ઉઠનારા કરતાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા 19 ટકા વધુ હોય છે.

અભ્યાસના તારણો એન્લ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત થયા હતા.

અભ્યાસ દરમિયાન, વૈજ્ઞાનિકોએ સહભાગીઓના ક્રોનોટાઇપ પર ધ્યાન કેન્દ્રિત કર્યું જે મૂળભૂત રીતે દિવસના સમય તરફ વધુ વલણ ધરાવે છે – ‘સવારના લોકો’ સવારના ક્રોનોટાઇપ ધરાવે છે અને ‘સાંજના લોકો’ સાંજના ક્રોનોટાઇપ ધરાવે છે.

આ પણ વાંચો:Health Tips : શું કપાલભાતી તમને પેટની ચરબી ઘટાડવામાં મદદ કરે છે? આ રીતે કરો આસન

અભ્યાસમાં 45 થી 62 વર્ષની વયની 63,676 નર્સોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દરેક સહભાગીએ 2009 થી 2017 સુધી દર બે વર્ષે એક પ્રશ્નાવલી ભરી હતી. અભ્યાસની શરૂઆતમાં કોઈને પણ કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ અથવા ડાયાબિટીસનો ઈતિહાસ નહોતો.

વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે સાંજના લોકોમાં ધૂમ્રપાન, અપૂરતી ઊંઘનો સમયગાળો, વધુ વજન અને BMI, શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને ખરાબ ગુણવત્તાવાળો ખોરાક સહિતની બિનઆરોગ્યપ્રદ લાઈફ સ્ટાઇલની આદતો ભાગ ભજવે છે.

2022 ના અભ્યાસમાં નક્કી કરવામાં આવ્યું હતું કે રાત્રે જાગનારા વધુ બેઠાડુ જીવન જીવતા હોય છે,તેઓનું એરોબિક ફિટનેસ લેવલ ઓછું હતું અને વેહલા ઉઠનારા કરતાં ઓછી ચરબી બાળી હતી.

શું તમે પૂરતી ઊંઘ કરો છો?

સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) મુજબ, 18-60 વર્ષની વયના પુખ્ત વયના લોકોએ રાત્રે ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવી જોઈએ. ઊંઘ એ શરીરની એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જે તમારા શરીર અને મગજને આરામ આપે છે.

જો કે તે સરળ લાગે છે, ઊંઘ એ વિજ્ઞાન માટે જાણીતી શરીરની સૌથી જટિલ અને રહસ્યમય પ્રક્રિયાઓમાંની એક છે. પૂરતી ગુણવત્તાયુક્ત ઊંઘ વિના, તમારું શરીર અને મગજ જોઈએ તે રીતે પ્રક્રિયા કરી શકતા નથી.

જો કે ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લેવાની ભલામણ કરવામાં આવે છે, કેટલાક લોકોને વધુ ઊંઘની જરૂર હોય છે અને અન્યને ઓછી ઊંઘની જરૂર હોય છે.

ઊંઘના તબક્કા શું છે?

જેમ તમે ઊંઘો છો તેમ, તમારું મગજ ઊંઘના ચાર તબક્કાઓમાંથી પસાર થાય છે. નિષ્ણાતોના મતે, પ્રથમ ત્રણ તબક્કાને નોન-રેપિડ આઇ મૂવમેન્ટ (NREM) ઊંઘ ગણવામાં આવે છે, જેને શાંત ઊંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોથું છે ઝડપી આંખની ગતિ (REM=Rapid eye movement) ઊંઘ, જેને સક્રિય ઊંઘ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ક્લેવલેન્ડ ક્લિનિક અનુસાર, જ્યારે તમે ઊંઘી જાઓ છો, ત્યારે તમે સામાન્ય રીતે NREM સ્ટેજ 1 માં પ્રવેશ કરો છો અને પછી NREM સ્ટેજ 2 અને 3 વચ્ચે ફરો કરો છો. જ્યારે તમે REM સ્ટેજમાં પ્રવેશો છો, ત્યારે તમે સપના જોવાનું શરૂ કરો છો.

પ્રથમ REM ચક્ર પછી, તમે એક નવી સ્લીપ સાયકલ શરૂ કરો છો અને સ્ટેજ 1 અથવા 2 માં પાછા જાઓ છો, અને ચક્ર ફરી શરૂ થાય છે. અભ્યાસો સૂચવે છે કે એક ચક્ર સામાન્ય રીતે શરૂ થાય તે પહેલાં લગભગ 90 થી 120 મિનિટ લે છે. સંપૂર્ણ આઠ કલાકની ઊંઘ દરમિયાન, મોટાભાગના લોકો રાત્રિ દીઠ ચાર કે પાંચ ચક્રમાંથી પસાર થાય છે.

આ પણ વાંચો: Skincare Tips : નારિયેળ તેલનો સ્કિન પર આ રીતે કરો અસરકારક ઉપયોગ

તંદુરસ્ત પુખ્ત વયના લોકોમાં, લગભગ 70% ઊંઘ એ ગાઢ ઊંઘ છે અને તમારા ઊંઘના સમયનો લગભગ 25% સમય તમારી સૌથી ઊંડી ઊંઘ છે.

જો તમને ઊંઘમાં તકલીફ થઈ રહી હોય, તો ડૉક્ટરની સલાહ લો, કારણ કે સારી ગુણવત્તાની ઊંઘ સુખાકારી માટે અત્યંત જરૂરી છે.

તમારી ઊંઘની ગુણવત્તા કેવી રીતે સુધારવી?

  • ઊંઘનું યોગ્ય સમય અને જાગવાનો સમય જાળવો.

  • તમે શું ખાઓ છો અને પીવો છો તેનું ખાસ ધ્યાન રાખો. નિકોટિન અને કેફીનની ઉત્તેજક અસરો તમારી ઊંઘમાં બગાડી શકે છે.
  • તમારા રૂમને ઠંડો અને ડાર્ક આ ઉપરાંત શાંત વાતાવરણમાં સુવાનું રાખો.

  • દિવસની લાંબી નિદ્રા રાતની ઊંઘમાં દખલ કરી શકે છે.

  • નિયમિત શારીરિક પ્રવૃત્તિ સારી ઊંઘને પ્રોત્સાહન આપી શકે છે.

  • સ્ટ્રેસ લેવલને કંટ્રોલમાં રાખો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ