Omelette Recipe Without Eggs: ઓમલેટ તે પણ ઇંડા વગર, જી હાં. ઇંડા વગરની ઓમલેટ બની શકે છે અને ટેસ્ટી હોય છે. ઓમલેટ ટેસ્ટ સાથે હેલ્થ માટે બેસ્ટ હોય છે. ઓમલેટ ઇંડા માંથી બને છે. આથી ઇચ્છા હોવા છતાં ઘણા લોકો ઓમલેટ ખાતા નથી. પ્રખ્યાત શેફ સંજીવ કપૂરે હાલમાં જ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખૂબ જ સરળ રેસીપી શેર કરી છે. અહીં અમે તમને આ રેસીપી વિશે જણાવી રહ્યા છીએ. આ રેસીપી ઝડપથી બહુ સરળતાથી બની જાય છે. આની મદદ વડે તમે પોતાના અને બાળકો માટે એક ફાસ્ટ હેલ્ધી અને ટેસ્ટી બ્રેકફાસ્ટ તૈયાર કરી શકો છો. ચાલો જાણીએ તેની સ્ટેપ બાય સ્ટેપ રેસીપી
ઇંડા વગરની ઓમલેટ બનાવવાની સામગ્રી
લસણ, આદુ, લીલા મરચા, ફુદીનાના પાન, લીલું કોથમીર, ચણાનો લોટ, ચપટી હિંગ, અજમો, પની, ચીઝ, તેલ કે બટર અને મીઠું સ્વાદ અનુસાર
Eggless Omelette Recipe : ઇંડા વગર ઓમલેટ બનાવવાની રેસીપી
- ઇંડા વગરની ઓમલેટ બનાવવા માટે સૌ પ્રથમ મિક્સર જારમાં આદુ, લસણ, જીરૂ, લીલા મરચાં, કોથમીર, ફુદીનાના પાન અને બે ચમચી પાણી ઉમેરીને પાતળી ચટણી બનાવો.
- હવે એક બાઉલમાં 1/2 કપ ચણાનો લોટ ચાળી લો, ત્યારબાદ તેમાં તૈયાર કરેલી ચટણી ઉમેરો.
- આ પછી,તેમાં 1/2 ચમચી હળદર, સ્વાદ મુજબ મીઠું, એક ચપટી હીંગ, 1 ચમચી ચાટ મસાલો, 1/2 ચમચી અજમો અને 1 કપ પાણી ઉમેરો અને બધું બરાબર મિક્સ કરી લો.
- હવે બીજા એક બાઉલમાં પનીર અને ચીઝ છીણી લો અને તેમાં એક ચપટી મીઠું નાખો.
- ગેસ પર એક નોનસ્ટિક પેનને ગરમ કરો. પેન પર થોડુંક તેલ લગાવો.
- હવે ચણાના લોટનું ખીરું પેન પર નાંખો અને ઢોંસાની જેમ પાથરી લો. તેલ લગાવી બંને બાજુથી બ્રાઉન રંગનું શેકી લો.
- હવે તેના પર પનીર અને ચીઝની છીણ મૂકી વચ્ચેથી વાળી દો.
- લો તમારી માટે ઇંડા વગરની ઓમલેટ તૈયાર છે. આ ઓમલેટ ગ્રીન અને રેડ ચટણી સાથે ખાઇ શકાય છે.
આ આમલેટનો સ્વાદ તમારા ઘરના બાળકોથી લઈને વડીલો સુધી બધાને પસંદ આવશે. તમે તેને તમારી મનપસંદ ચટણી સાથે નાસ્તામાં ખાઈ શકો છો.





