લસણ અને ડુંગળીની ચટણી બનાવશો તો ભૂલી જશો શાકભાજીનો સ્વાદ! એકવખત ટ્રાય કરો

Onion Garlic Chutney Recipe : અહીં તમારા માટે લસણ અને ડુંગળીની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. ભારતના ઘણા ભાગોમાં ચટણી એટલી પસંદ કરવામાં આવે છે કે તેને રોટલી કે ભાત સાથે કોઈ પણ શાક વગર ખાવામાં આવે છે

Onion Garlic Chutney Recipe : અહીં તમારા માટે લસણ અને ડુંગળીની ચટણી બનાવવાની રેસીપી જણાવી રહ્યા છીએ. ભારતના ઘણા ભાગોમાં ચટણી એટલી પસંદ કરવામાં આવે છે કે તેને રોટલી કે ભાત સાથે કોઈ પણ શાક વગર ખાવામાં આવે છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
Onion Garlic Chutney, Onion Garlic Chutney recipe

ચટણી એ આપણા ભારતીયોના ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે (P.C- @chefkunal/Instagram)

Onion Garlic Chutney Recipe In Gujarati : ચટણી એ આપણા ભારતીયોના ખોરાકનો એક મહત્વપૂર્ણ ભાગ રહી છે. તેનો સ્વાદ દરેક પ્રકારની ડિશનો સ્વાદ બમણો કરવાનું કામ કરે છે. એટલું જ નહીં ભારતના ઘણા ભાગોમાં ચટણી એટલી પસંદ કરવામાં આવે છે કે તેને રોટલી કે ભાત સાથે કોઈ પણ શાક વગર ખાવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે પણ ચટણી ખાવાના શોખીન છો પરંતુ હવે તમે ઘણી વખત ફુદીનો અને કોથમીરની ચટણી ખાવાથી કંટાળી ગયા છો, તો આ લેખ તમારા માટે મદદરૂપ થઈ શકે છે.

Advertisment

અહીં અમે તમારા માટે લસણ અને ડુંગળીની ચટણી બનાવવાની સરળ રેસીપી લાવ્યા છીએ. આ રેસીપી શેફ કૃણાલ કપૂરે તેમના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. ચાલો જાણીએ સ્વાદિષ્ટ લસણ-ડુંગળીની ચટણી બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત.

આ સામગ્રીની જરૂર પડશે

  • તેલ
  • 2 ચમચી ચણાની દાળ
  • 3 ચમચી અડદની દાળ
  • 1/2 ચમચી મેથીના દાણા
  • જીરું
  • 1 ચમચી કોથમીરના બીજ
  • 1 ચમચી વરિયાળી
  • લસણની 10 થી 12 કળી
  • 2 કપ મધ્યમ કદમાં સમારેલી ડુંગળી
  • 2 ચમચી કાશ્મીરી લાલ મરચાંનો પાવડર
  • 1/2 કપ આંબલીનું પાણી
  • 1/2 ચમચી હીંગ
  • 1 ચમચી રાઈના દાણા
  • 1 ચમચી કલૌંજી
  • કરી પત્તા
  • મીઠું
  • ગોળ
https://www.instagram.com/p/C_M4HM-vpY6/

આ પણ વાંચો - વરસાદ અને પાણીમાં પણ કાર નહીં આપે દગો, આ રીતે કારની રાખો સંભાળ

Advertisment

લસણ-ડુંગળીની ચટણી કેવી રીતે બનાવશો?

  • આ માટે સૌ પ્રથમ એક કડાઇમાં 3 ચમચી તેલ ગરમ કરો.
  • તેલ ગરમ થાય એટલે તેમાં 2 ચમચી અડદની દાળ, 2 ચમચી ચણાની દાળ, 1/2 ચમચી મેથીના દાણા અને 1 ચમચી જીરું નાખીને શેકી લો.
  • હવે તેમાં એક પછી એક બાકીની સામગ્રી જેવી કે 1 ચમચી કોથમીર, 1 ચમચી વરિયાળીના દાણા, 10થી 12 લસણની કળી અને 2 કપ મધ્યમ આકારની સમારેલી ડુંગળી નાખીને તેને તળી લો.
  • જ્યારે કાંદાનો રંગ ગોલ્ડન બ્રાઉન થઈ જાય, ત્યારે તેમાં કાશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરો અને પછી તેમાં 1/2 કપ આંબલીનું પાણી ઉમેરીને હલાવો.
  • જ્યારે બધું બરાબર મિક્સ થઈ જાય, ત્યારે ગેસ બંધ કરી દો અને તૈયાર કરેલું મિશ્રણ સહેજ ઠંડું થાય એટલે તેને મિક્સરમાં મુકી દો.
  • ઉપર થોડું પાણી ઉમેરો અને પેસ્ટ તૈયાર કરો.
  • ફરી એક વાર એક કડાઇમાં 3 ચમચી તેલ ગરમ કરો.
  • જ્યારે તેલ ગરમ થાય, ત્યારે તેમાં 1/2 ચમચી હીંગ નાખો અને પછી 1 ચમચી અડદની દાળ, 1 ચમચી રાઇના દાણા, 1 ચમચી કલૌંજી, 1/2 ચમચી જીરું અને કડીપત્તા શેકી લો.
  • હવે તેમાં તૈયાર કરેલું મિશ્રણ મેળવી સારી રીતે હલાવો.
  • છેલ્લે તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડો ગોળ ઉમેરીને બરાબર હલાવો.
  • આમ કરવાથી તમારી ચટણી તૈયાર થઈ જશે.
રેસીપી જીવનશૈલી