/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/toothbrush-oral-health-tips.jpg)
દાંતને સાફ અને મજબૂત રાખવા દરરોજ ટૂથબ્રશ કરવું જોઇએ. (photo - Freepik)
How Long After Toothbrush Should Be Changed : આપણો દિવસની શરૂઆત દાંત સાફ કરવાથી થાય છે. તમે સવારે ઉઠો છો અને સૌથી પહેલા બ્રેશ કરો છો. સાફ દાંત સારા સ્વાસ્થ્યની નિશાની માનવામાં આવે છે. પરંતુ શું તમે બ્રશ કરતી વખતે તમારા ટૂથબ્રશને એટલી જ કાળજીપૂર્વક જોયું છે? અથવા તમને યાદ છે કે તમે છેલ્લે ક્યારે બ્રશ બદલ્યું હતું? આ સવાલનો મોટાભાગના લોકોનો જવાબ ના હોય છે.
હકીકતમાં આપણે ભારતીયો ટૂથબ્રશનો ઉપયોગ ત્યાં સુધી કરવાનું બંધ કરતા નથી જ્યાં સુધી તેના બ્રિસ્ટલ્સ સંપૂર્ણપણે ઘસાઇ ન જાય. જો કે તમને જણાવી દઈએ કે આમ કરવાથી તમારા ઓરલ હેલ્થ પર ભારે પડી શકે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારું બ્રશ જે દાંતને ચમકાવે છે તે થોડા સમય પછી તેને સડવાનું કામ પણ કરી શકે છે. આવી સ્થિતિમાં, તેને સમયસર બદલવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. આવો જાણીએ ક્યારે ટૂથબ્રશ ઓરલ હેલ્થ માટે ખરાબ થઈ શકે છે અને કેટલા દિવસની અંદર આપણે આપણું ટૂથબ્રશ બદલવું જોઈએ-
હેલ્થ એક્સપર્ટ્સ શું કહે છે?
હેલ્થ એક્સપર્ટ્સ કહે છે કે, સારું ઓરલ હેલ્થ જાળવવા માટે ટૂથબ્રશને નિયમિતપણે બદલવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં, દરરોજ બ્રશ કરતા પહેલા તમારા ટૂથબ્રશની સ્થિતિ પર ધ્યાન આપો. જો ટૂથબ્રશના બ્રિસ્ટલ્સ વધારે પડતું ઘસાઈ ગયેલું, નબળું, વળેલી, વચ્ચેથી તૂટેલું કે પાતળુ દેખાય તો તરત જ તેને બદલી નાંખો. ઘસાયેલા ટૂથબ્રશનો ઉપયોગ દાંત પરના પડ અને બેક્ટેરિયાને દૂર કરવામાં ઓછો અસરકારક હોઈ શકે છે, તેથી આવા ટૂથબ્રશ વડે દાંત સાફ કરવાથી ઓરલ હેલ્થને નુકસાન થઈ શકે છે.
એક ટૂથબ્રશ કેટલા સમય સુધી વપારવું?
ડેન્ટિસ્ટ સામાન્ય રીતે દર ત્રણથી ચાર મહિને ટૂથબ્રશને બદલવાની ભલામણ કરે છે. જો કે ઉપર જણાવ્યા પ્રમાણે ત્રણ મહિના પહેલાં ટૂથબ્રશના બ્રિસ્ટલ્સ ઘસાયેલા કે તૂટેલા જોવા મળે તો તેને વહેલાસર બદલી નાખવું જોઇએ. આવા ટૂથબ્રશનો ઉપયોગ કરવાથી કેવિટી અને પેઢાના રોગ થઈ શકે છે.
ટૂથબ્રશના ઉપોયગ કરતી વખતે આ વાત ધ્યાન રાખો
ડેન્ટિસ્ટ 3-4 મહિના વીતી ગયા પછી ટૂથબ્રશને બદલવાની સલાહ આપે છે. તેમજ શરદી, ફ્લૂ, વાયરલ ચેપ કે અન્ય કોઇ બીમારીમાંથી સાજા થયા બાદ પણ ટૂથબ્રશ બદલી નાંખવું જોઇએ. હકીકતમાં બીમારીના બેક્ટેરિયા અને વાયરસ તમારા ટૂથબ્રશ પર હોઇ શકે છે અને તેનાથી બીમારી થવાનું જોખમ રહે છે.
આમ બીમારીમાંથી સાજા થયા બાદ તમારા ટૂથબ્રશને બદલીને, તમે તમારી જાતને સુરક્ષિત કરી શકો છો અને સારા મૌખિક સ્વાસ્થ્યને જાળવી શકો છો. ઉપરાંત કોઈપણ પ્રકારની ઓરલ સર્જરી, રુટ કેનાલ થેરાપી કે પેઢાના રોગની સારવાર બાદ ટૂથબ્રશને બદલવાની પણ સલાહ આપવામાં આવે છે.
આ પણ વાંચો | દોડવાથી અને સાયકલ ચલાવવાથી વેટ લોસ થશે, બંનેમાંથી સૌથી વધુ ફાયદાકારક કસરત કઇ?
જો તમે ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરો છો, તો તમારે લગભગ દર બેથી ત્રણ મહિને બ્રશ હેડને બદલવું જોઈએ. ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, ટૂથબ્રશ કરતી વખતે બ્રેશને ઝડપથી ફેરવવાને કારણે ઇલેક્ટ્રિક ટૂથબ્રશ હેડના બ્રિસ્ટલ્સ મેન્યુઅલ ટૂથબ્રશના બિસ્ટલ્સ કરતા વધુ ઝડપથી ખરાબ થઇ શકે છે.
(Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી કે સૂચનો માત્ર સામાન્ય માહિતી જ છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લેવી.)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us