/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/Oral-Health-Tips.jpg)
ઓરલ હેલ્થ ટિપ્સ - દાંત આ રીતે ચકચકાટ રાખી શકાય. (પ્રતિકાત્મક તસવીર - ફ્રી પીક)
Oral Health Tips : એવું કહેવાય છે કે, જ્યારે તમે કોઈની સાથે પહેલીવાર વાત કરો છો, ત્યારે તમારી સામેની વ્યક્તિ તમારી સ્મિત પર સૌથી વધુ ધ્યાન આપે છે. તમારા ચહેરાની સુંદરતા વધારવામાં તમારૂ સ્મિત મોટી ભૂમિકા ભજવે છે. જો કે, જો તમારા હસતા જ પીળા દાંત દેખાઈ જાય તો, તે તમારી સુંદરતા પર ડાઘ બની જાય છે. દાંત પર પીળો પડવો એ એક સામાન્ય સમસ્યા છે, જેના કારણે લોકો ઘણીવાર શરમ અનુભવે છે. ઘણી વખત લોકો ફરિયાદ કરે છે કે, દરરોજ દાંત સાફ કર્યા પછી પણ તેમના દાંત પીળા દેખાય છે અથવા તેમના દાંત પર જામી ગયેલી પ્લાક બરાબર સાફ નથી થતી. જો તમે પણ આવા લોકોમાંથી એક છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.
વાસ્તવમાં, ઓરલ હેલ્થ નિષ્ણાતો કહે છે કે, દાંતની યોગ્ય સફાઈ માટે માત્ર દરરોજ બ્રશ કરવું જ નહી, પરંતુ યોગ્ય રીતે બ્રશ કરવું ખુબ મહત્વપૂર્ણ છે. હવે, એ જાણવું પણ જરૂરી છે કે, સફાઈની સાચી પદ્ધતિ શું છે. આ શ્રેણીમાં, પ્રખ્યાત ઉદ્યોગસાહસિક અને 'હાઉસ ઓફ એક્સ'ના ફાઉન્ડર રાજ શમાનીએ હાલમાં જ તેમના એક નવા પોડકાસ્ટમાં સેલિબ્રિટી ડેન્ટસ્ટ ડો. સંદેશ મયેકર સાથે ઓરલ હેલ્થ સાથે જોડાયેલ કેટલાક મહત્વના પ્રશ્નોને લઈ વાત કરી.
પોડકાસ્ટની શરૂઆતમાં, રાજ શમાની કહે છે કે, ડૉ. મયેકર અનેક મોટી સેલિબ્રિટી જેમ કે, પ્રિયંકા ચોપરા અને કુમાર મંગલમ બિરલા જેવા મોટા ઉદ્યોગપતિઓ જેવી ઘણી મોટી હસ્તીઓના ડેન્ટિસ્ટ રહી ચૂક્યા છે. તો ચાલો જાણીએ કે, ડૉ. મયેકરના જણાવ્યા અનુસાર સારા ઓરલ સ્વાસ્થ્ય માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
કઈ ટૂથપેસ્ટ સૌથી શ્રેષ્ઠ છે?
વીડિયોમાં રાજ શમાણીના આ સવાલનો જવાબ આપતા ડૉ. મયેકર સમજાવે છે, 'ખાસ કરીને બાળકો માટે ફ્લોરાઈડ ટૂથપેસ્ટ શ્રેષ્ઠ છે. ટ્રોપિકલ ફ્લોરાઇડ ટૂથપેસ્ટ તમારા દાંતને એસિડ પ્રત્યે વધુ પ્રતિરોધક બનાવવામાં મદદ કરી શકે છે. જો કે, ટૂથપેસ્ટ તો બરોબર છે, પરંતુ તમે કેવી રીતે બ્રશ કરો છો, તેનું ધ્યાન રાખવું વધુ જરૂરી છે. એટલે કે, ટૂથપેસ્ટ ગમે તે હોય, જો તમે યોગ્ય રીતે બ્રશ કરો છો, તો તે તમારા દાંતને ઘણી રીતે ફાયદો કરી શકે છે.
કેવી રીતે બ્રશ કરવું જોઈએ?
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મયેકર સમજાવે છે, 'સૌ પ્રથમ તો તમારા બ્રશનું માથું નાનું હોવું જોઈએ જેથી કરીને તે સરળતાથી તમારા દાંતના પેઢા અને તરાડ સુધી પહોંચી શકે. ઘણી વખત બ્રશનું માથું ખૂબ જાડું હોય છે, આવી સ્થિતિમાં તે ડહાપણના દાંત સુધી પહોંચી શકતું નથી અને તેના કારણે લોકોના ડાપણના દાંત ઘણી વખત યોગ્ય રીતે સાફ થતા નથી. સમય જતાં, તેના પર પ્લેક જમા થવા લાગે છે અથવા પોલાણની ફરિયાદો શરૂ થાય છે. આવી સ્થિતિમાં, નાના માથાનો બ્રશ વાપરો અને તેને મોંની અંદર સુધી લઈ જઈને દાંત સાફ કરો. જો તમે ઈચ્છો તો આ માટે તમે બાળકોના બ્રશનો પણ ઉપયોગ કરી શકો છો.
ડો. મયેકરના જણાવ્યા મુજબ, 'જો તમને તમારા ટૂથબ્રશના તાર બરછટ ઘસાઈ ગયેલા અથવા તૂટેલા જોવા મળે, તો તેને તરત જ બદલી નાખો અને ટૂથબ્રશનો ઉપયોગ માત્ર ત્યાં સુધી કરો, જ્યાં સુધી તેના બરછટ તાર સંપૂર્ણપણે સીધા ન થઈ જાય.
આ સિવાય ટૂથબ્રશને દાંત પર જોરશોરથી ન ઘસવું. આના કારણે દાંત ખરાબ થવા લાગે છે. તમારા ટૂથબ્રશને પેઇન્ટિંગ બ્રશની જેમ પકડી રાખો અને તેને હળવા હાથે ઘસો અને તમારા મોંના દરેક ખૂણાને સાફ કરો. જો તમે આ કરી શકતા નથી, તો ઇલેક્ટ્રિક ટૂથબ્રશનો ઉપયોગ કરો. તમારે ફક્ત આ પ્રકારનું બ્રશ પકડવાનું છે અને તે આપમેળે દાંતને યોગ્ય રીતે સાફ કરે છે.
આ બાબતનું ધ્યાન રાખો
ડૉ. મયેકર આગળ જણાવે છે કે, 'સામાન્ય રીતે લોકો બ્રશ કરતી વખતે ઉપરના ભાગોને સારી રીતે સાફ કરે છે, પરંતુ આ સિવાય દાંતની અંદર એટલે કે જીભ તરફના દાંતને સાફ કરવું સૌથી જરૂરી છે. જીભની બાજુમાં અને મોંની અંદરની લાળ ગ્રંથીઓ વધુ લાળ રસાયણો સ્ત્રાવ કરે છે, જેના કારણે ટર્ટાર બને છે. આવી સ્થિતિમાં બહારના દાંતની સાથે તમારે અંદરથી પણ સાફ કરવા ખૂબ જરૂરી છે.
બ્રશ પર ટૂથપેસ્ટ લગાવવાની સાચી રીત કઈ છે?
ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર, 'મોટાભાગના લોકો ટીવી પર જાહેરાતો જોયા પછી બ્રશ પર ટૂથપેસ્ટનું જાડું લેયર કરે છે. જેના કારણે ઘણી વખત બ્રશ મોઢામાં રાખતા જ ટૂથપેસ્ટ સિંકમાં પડી જાય છે અથવા તો મોઢાની અંદર પડી જાય છે. આને કારણે, તમારી ટૂથપેસ્ટ ફક્ત બગાડે છે અને તમારા દાંત બરાબર સાફ થતા નથી. આવી સ્થિતિમાં એ જાણવું જરૂરી છે કે, તમે તમારા બ્રશ પર પેસ્ટ કેવી રીતે લગાવી રહ્યા છો.
ડો. મયેકરના કહેવા પ્રમાણે, 'હંમેશા ટૂથપેસ્ટને બ્રશ પર પૂરી તાકાતથી સીધી લગાવો, જેથી અડધી ટૂથપેસ્ટ તમારા બ્રશના તારની અંદર જાય. આમ કરવાથી તમારા દાંત સારી રીતે સાફ થાય છે અને તમારી ટૂથપેસ્ટનો પણ બગાડ થતો નથી.
શું નાસ્તો કરતા પહેલા બ્રશ કરવું ખરેખર જરૂરી છે?
ડૉ. મયેકર સમજાવે છે કે, દિવસમાં એકવાર સવારે અને રાત્રે ખાધા પછી બ્રશ કરવું જરૂરી છે. તમે રાત્રિભોજન પછી તમારા દાંત સાફ કરો, ત્યારબાદ તમે માત્ર પાણી પી શકો છો. દૂધ વગેરેનું સેવન પણ ન કરવું. રાત્રે તમારા દાંત સાફ કર્યા પછી અને સૂઈ ગયા પછી, તમે બીજા દિવસે નાસ્તો કર્યા પછી પણ બ્રશ કરી શકો છો.
વાસ્તવમાં, તે મહત્વનું છે કે, તમે ખોરાક ખાધા પછી તમારા દાંત સાફ કરો. હવે, જો તમે રાત્રે તમારા દાંત સાફ કર્યા પછી સૂઈ રહ્યા છો અને તે પછી તમે આખી રાત માત્ર પાણી પીધું છે અને તમારા મોંમાં કોઈ ખોરાકનો કણ નથી, તો તમે સવારના નાસ્તા પછી પણ તમારા દાંત સાફ કરી શકો છો.
ફ્લોસિંગ મહત્વનું છે
ડૉ. મયેકર સમજાવે છે કે, તમારા ટૂથબ્રશના તાર તમારા બે દાંત વચ્ચે સાફ કરવામાં સક્ષમ નથી. આવી સ્થિતિમાં, ફ્લોસિંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી દાંત વચ્ચે પણ સફાઈ થાય છે.
આ પણ વાંચો - ટૂથબ્રશ કેટલા મહિના વાપરવું જોઇએ? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો ટૂથબ્રશના ઉપયોગની રીત
કેટલા સમય સુધી બ્રશ કરવું જરૂરી છે?
આ પ્રશ્નનો જવાબ આપતાં ડૉ. મયેકર કહે છે કે, બ્રશને લાંબા સમય સુધી ઘસવું પણ મૌખિક સ્વાસ્થ્ય માટે જરૂરી નથી. તમે માત્ર 90 સેકન્ડ અથવા 120 સેકન્ડ માટે હળવા હાથે બ્રશ કરો. સારા ઓરલ સ્વાસ્થ્ય માટે આ પૂરતું છે. ઉપરાંત, સૂતા પહેલા તમારા દાંત સાફ કરવાનું ભૂલશો નહીં. આ સરળ પરંતુ મહત્વપૂર્ણ બાબતોને ધ્યાનમાં રાખીને, તમે સરળતાથી તમારા ઓરલ સ્વાસ્થ્યની કાળજી લઈ શકો છો.
ડિસ્કલેમર : લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us