Oral Hygiene : શું ઓરલ હાઇજીન માટે માત્ર બ્રશ કરવું પૂરતું છે? ડેન્ટિસ્ટએ કહ્યું..

Oral Hygiene : સંપૂર્ણ મૌખિક સ્વચ્છતા માટે માત્ર બ્રશ કરવું પૂરતું નથી. બ્રશ કરવાથી દાંત અને પેઢાની સફાઈ થાય છે, પરંતુ બ્રશ વચ્ચેની જગ્યાઓ સુધી પહોંચી શકતું નથી.

Oral Hygiene : સંપૂર્ણ મૌખિક સ્વચ્છતા માટે માત્ર બ્રશ કરવું પૂરતું નથી. બ્રશ કરવાથી દાંત અને પેઢાની સફાઈ થાય છે, પરંતુ બ્રશ વચ્ચેની જગ્યાઓ સુધી પહોંચી શકતું નથી.

author-image
shivani chauhan
New Update
oral hygiene brushing teeth flossing tongue cleaning dental check ups healthy mouth health tips in gujarati

Oral Hygiene : મૌખિક સ્વચ્છતા ઓરલ હાઈજીન દાંત સાફ કરવા ફ્લોસિંગ હેલ્થ (Canva)

Oral Hygiene : આપણે બધા આપણા દાંત સાફ કરવાનું મહત્વ જાણીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે દાંત અને પેઢાને સ્વસ્થ રાખવા માટે એકલું બ્રશ કરવું પૂરતું નથી? પૂણેની સૂર્યા મધર એન્ડ ચાઈલ્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના ડૉ. શ્રેયા દાસગુપ્તા, સૂર્યા મધર એન્ડ ચાઈલ્ડ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, કન્સલ્ટન્ટ પીડિયાટ્રિક ડેન્ટિસ્ટ ડૉ. શ્રેયા દાસગુપ્તાએ સમજાવ્યું કે શા માટે સારી રીતે ઓરલ હાઇજીન નિયમિત કરવું જરૂરી છે.

Advertisment
oral hygiene brushing teeth flossing tongue cleaning dental check ups healthy mouth health tips in gujarati
Oral Hygiene : મૌખિક સ્વચ્છતા ઓરલ હાઈજીન દાંત સાફ કરવા ફ્લોસિંગ હેલ્થ (canva)

ઓરલ હાઇજીન કેમ જરૂરી?

ડૉ. દાસગુપ્તા કહે છે "સ્વસ્થ મોં, સ્વસ્થ તમે!" બ્રશિંગ અને ફ્લોસિંગ બ્રિથિંગને ફ્રેશ રાખવાની સાથે તે બેક્ટેરિયા સામે લડે છે જે લોહીના પ્રવાહમાં પ્રવેશી શકે છે અને હૃદયરોગ, સ્ટ્રોક અને સગર્ભાવસ્થાના કોમ્પ્લિકેશન જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં અસરકારક થઇ શકે છે. સારી મૌખિક સ્વચ્છતા ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ મદદ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે.''

આ પણ વાંચો: ઉનાળામાં શરીરને ઠંડુ રાખશે આ ડ્રાયફ્રુટ, વેટ લોસ કરવાની સાથે કબજિયાત મટાડશે

Advertisment

બાળકો માટે ઓરલ હાઇજીન ખાસ કરીને મહત્વનું છે. "દાંતની યોગ્ય સ્વચ્છતા રાખવામાં ન આવે તો બાળકની રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવી શકે છે, જે નિર્ણાયક વર્ષો દરમિયાન તેમના વિકાસને અવરોધે છે, યોગ્ય ઓરલ હાઇજીન બાળકોને યોગ્ય પોષણ પ્રાપ્ત કરવામાં અને વિકસાવવામાં પણ મદદ કરે છે. સારી મૌખિક સ્વચ્છતાની આદતો વહેલી તકે શરૂ કરવી એ જીવનભર તંદુરસ્ત દાંત અને પેઢાં માટે જરૂરી છે.

નિયમિત ઓરલ હાઇજીન

ડૉ. દાસગુપ્તાએ ચેતવણી આપી હતી કે, ''સંપૂર્ણ મૌખિક સ્વચ્છતા માટે માત્ર બ્રશ કરવું પૂરતું નથી." બ્રશ કરવાથી તમારા દાંત અને પેઢાની સાફ થાય છે, પરંતુ તે વચ્ચેની જગ્યાઓ સુધી પહોંચી શકતી નથી. બેક્ટેરિયા અને ખોરાકના કણો તમારા મોં અને જીભની પાછળ પણ રહી શકે છે.

આ પણ વાંચો: Prostate Cancer : ભારતમાં પ્રોસ્ટેટ કેન્સરના કેસ 2040 સુધીમાં બમણા થઈ શકે, કેન્સરના કારણો શું હોઈ શકે?

તંદુરસ્ત માટે એક્સપર્ટે આટલું કરવા કહ્યું,

  • ફ્લોસિંગ: દરરોજ ફ્લોસિંગ કરવાથી દાંતની વચ્ચેના ભાગો રહેલ ખોરાકના કણોને દૂર કરે છે, જે વિસ્તારોમાં ટૂથબ્રશ પહોંચી શકતું નથી.
  • નિયમિત ડેન્ટલ ચેક-અપ્સ: ઓરલ હાઇજીન માટે તમારા ડેન્ટિસ્ટ દ્વારા પ્રોફેશનલ ક્લિનીંગ અને ચેકઅપ મહત્વપૂર્ણ છે. ડેન્ટિસ્ટ ગંભીર સમસ્યાઓને અટકાવીને સમસ્યાઓને વહેલી તકે શોધી અને સારવાર કરી શકે છે.
  • હાઇડ્રેશન: હાઇડ્રેટેડ રહેવાથી લાળના પ્રવાહને કંટ્રોલ કરવામાં મદદ મળે છે, જે કુદરતી રીતે બેક્ટેરિયાને ધોઈ નાખે છે.
  • જીભની સફાઈ: તમારી જીભને ભૂલશો નહીં! બેક્ટેરિયા જીભ પર જમા થઈ શકે છે, જે શ્વાસની દુર્ગંધમાં ફાળો આપે છે. તમારી જીભને હળવેથી બ્રશ કરવાથી અથવા જીભ સ્ક્રેપરનો ઉપયોગ કરવાથી બેક્ટેરિયા દૂર કરવામાં મદદ મળે છે.

તમારા રૂટિનમાં બ્રશિંગ, ફ્લોસિંગ, જીભની સફાઈ, માઉથવોશ (જો તમારા દંત ડેન્ટિસ્ટ દ્વારા ભલામણ કરવામાં આવે તો) અને ડેન્ટલ મુલાકાતોનો સમાવેશ કરીને, તમે એક વ્યાપક ઓરલ હાઇજીન પ્લાન બનાવી શકો છો જે તમારા સ્મિતને ચમકદાર અને તમારા શ્વાસને ફ્રેશ રાખે છે. યાદ રાખો, સ્વસ્થ મોં એ એકંદર સુખાકારીનો પાયો છે. તેથી, તમારી ઓરલ હાઇજીનને ધ્યાનમાં રાખી 2 ટાઈમ બ્રશ કરો અને જરૂર પડે તો ડેન્ટીસની મુલાકાત લો.

જીવનશૈલી health tips