/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/12/ozempic-drug-launched-in-india.jpg)
વજન ઘટાડનારી દવા Ozempic ભારતમાં લોન્ચ (તસવીર - સોશિયલ મીડિયા)
Ozempic Weight Loss Medicine : ડેન્માર્કની દવા નિર્માતા કંપની Novo Nordisk પોતાની બહુપ્રતિક્ષિત ડાયાબિટીસ દવા Ozempic ભારતમાં લોન્ચ કરી દીધી છે. કંપનીએ 0.25 mg ની પ્રારંભિક સાપ્તાહિક ડોઝની કિંમત 2,200 રુપિયા રાખી છે. એક અહેવાલ મુજબ આ દવા ભારતીય બજારમાં 0.25 mg, 0.5 mg અને 1 mg ના ડોઝમાં ઉપલબ્ધ થશે. Ozempic એ ટાઇપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે એક સાપ્તાહિક ઇન્જેક્શન છે, જે 2017 થી યુનાઇટેડ સ્ટેટ્સ સહિત વિશ્વભરના ઘણા દેશોમાં ઉપલબ્ધ છે.
કંપની દ્વારા જાહેર કરાયેલી કિંમતો અનુસાર 1 mg ડોઝની કિંમત દર મહિને 11,175 રુપિયા છે. જ્યારે 0.5 mg ડોઝની કિંમત દર મહિને 10,170 રુપિયા છે. 0.25 mg ડોઝની કિંમત દર મહિને 8,800 રુપિયા છે. સાપ્તાહિક ધોરણે 0.25 mg ની શરૂઆતની કિંમત દર સપ્તાહ 2,200 રુપિયા રહેશે.
ભારતની દવા નિયમનકારી સંસ્થા સેન્ટ્રલ ડ્રગ્સ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (CDSCO) એ ઓક્ટોબર 2024 Ozempic (સેમેગ્લુટાઇડ) ને ટાઇપ 2 ડાયાબિટીસ ધરાવતા પુખ્ત વયના લોકો માટે ઉપયોગની મંજૂરી આપી હતી. અમેરિકન FDA એફડીએ અનુસાર આ દવા આહાર અને કસરત સાથે મળીને બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
Ozempic વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરે છે?
Ozempic શરીરના કુદરતી હોર્મોન, GLP-1 ની જેમ કામ કરે છે. જ્યારે બ્લડ સુગર વધે છે ત્યારે તે ઇન્સ્યુલિન ઉત્પાદનને પ્રોત્સાહિત કરે છે. તે પેટ ખાલી થવાની પ્રક્રિયાની ધીમી કરી નાખે છે, જેના કારણે લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. ઉચ્ચ ડોઝમાં આ ભૂખને ઓછી કરે છે. તેથી જ ઘણા દેશોમાં તેને ઓફ લેવલ વેટ લોસ માટે ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો - દૂધીનું જ્યુસ શિયાળામાં સ્વાસ્થ્ય માટે વરદાન, ફાયદા જાણીને રોજ પીશો
કેટલીક સામાન્ય ઇફેક્ટ્સની વાત પણ કરવામાં આવી છે. તેનાથી સ્વાદુપિંડમાં સોજાનું જોખમ થાય છે અને પિત્તાશયની સમસ્યાઓનું કારણ બની શકે છે. તેના ઉપયોગ દરમિયાન ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને કબજિયાત જેવી સમસ્યાઓ થઈ શકે છે.
(ડિસ્ક્લેમર: અહીં આવેલી વિગતો એકત્ર કરેલી માહિતીને આધારે રજૂ કરવામાં આવી છે. ઉપયોગ કરતાં પૂર્વે તબીબી સલાહ આવશ્યક છે. આ દવા અંગે અમે કોઇ દાવો કરતા નથી)


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us