શિયાળામાં પાલકનું સેવન ગુણકારી માનવામાં આવે છે તે લીલા શાકભાજીમાં સુપરફુડ તરીકે ઓળખાય છે. અહીં પાલક ચણા રેસીપી શેર કરી છે જે જલ્દી બની જાય છે અને ઓછી સામગ્રીમાં પણ સ્વાદિષ્ટ બને છે, પાલક ચણા પુલાવ કેવી રીતે બનાવશો?
પાલક ચણા પુલાવ ખુબજ ટેસ્ટી બને છે, તમે ચણાની જગ્યાએ અન્ય બાફેલા કઠોળ જેમ કે રાજમા, ચોળા, સોયાબીન અથવા તો પનીર પણ ઉપયોગ કરી શકો છો, અહીં જાણો પાલક ચણા પુલાવ રેસીપી
પાલક ચણા પુલાવ રેસીપી
સામગ્રી
- 1 ચમચી તેલ + 1 ચમચી ઘી
- 1 ચમચી જીરું
- 1 તમાલપત્ર
- 1 કાળી એલચી
- 2 લવિંગ
- 2 લીલા મરચા
- 1 ડુંગળી, સમારેલી
- 1 વાટકી સમારેલી પાલક
- 1 વાટકી બાફેલા કાલા ચણા, ચણા
- 1 વાટકી દહીં
- 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર
- 1/2 ચમચી મસાલેદાર લાલ મરચું પાવડર
- 1 ચમચી ચણા મસાલો
- સ્વાદ મુજબ મીઠું
- 1 કપ ચોખા,
- 1/2 કલાક માટે પલાળેલા
- 2 કપ પાણી
- કોથમીર
ભરેલા મરચા રેસીપી, આ રીતે યુનિક સ્ટાઇલમાં બનાવો, શાકની પણ જરૂર નહિ પડે!
પાલક ચણા પુલાવ બનાવાની રીત
- પલાળેલા ચણાને 4-5 સીટી સુધી ઉકાળો અને રાંધતા પહેલા અડધો કલાક માટે પલાળેલા ચોખાને બાજુ પર રાખો
- હવે એક પેનમાં તેલ, ઘી, તમાલપત્ર, જીરું, એલચી, લવિંગ ઉમેરો
- હવે ડુંગળી, સમારેલી પાલક, બાફેલા ચણા ઉમેરો અને 2-3 મિનિટ માટે કુક કરો. બધા મસાલા સાદા દહીંમાં ઉમેરીને તે પણ ઉમેરો.
- ચોખામાં પાણી નાખો, ઢાંકીને ધીમા તાપે 15 મિનિટ સુધી કુક કરો. કોથમીરથી સજાવો અને સર્વ કરો.





