હલવાઈ સ્ટાઇલમાં ઘરે બનાવો પાલક પકોડા, નોંધી લો રેસીપી

Palak Pakoda recipe : હલવાઈ સ્ટાઇલ પાલકના પકોડાનો સ્વાદ એકદમ હટકે હોય છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ પાલકના પકોડાની રેસીપી. પાલક પકોડા ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે.

Palak Pakoda recipe : હલવાઈ સ્ટાઇલ પાલકના પકોડાનો સ્વાદ એકદમ હટકે હોય છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ પાલકના પકોડાની રેસીપી. પાલક પકોડા ટેસ્ટની સાથે હેલ્ધી પણ છે.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
palak pakode, palal pakode recipe

હલવાઈ સ્ટાઇલ પાલકના પકોડા રેસીપી

Palak Pakoda : પાલકના પકોડા ખાધા છે. જો નહીં તો તમારે તેને જરૂર ટ્રાય કરવા જોઈએ, તે પણ ઘરે બનાવેલા. હલવાઈ સ્ટાઈલમાં તમે પાલકના પકોડાને બજારની જેમ જ ઘરે જ બનાવી શકો છો. આ પકોડાનો સ્વાદ ગજબ હોય છે અને તે ચટણી સાથે કે ચા સાથે ખાઇ શકો છો. આ ઉપરાંત ખાસ વાત એ છે કે તેનો સ્વાદ બાકીના પકોડાથી અલગ હોય છે અને તે ક્રિસ્પ લાગે છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કેવી રીતે બનાવાય હલવાઈ સ્ટાઇલ પાલકના પકોડા, શું છે તેની રેસીપી.

Advertisment

કેવી રીતે બનાવશો હલવાઈ સ્ટાઇલ પાલક પકોડા

સામગ્રી

  • પાલક
  • 2 બટાકા
  • 2 ડુંગળી
  • લીલા મરચાં
  • અજમો
  • હીંગ
  • આખી કોથમીર
  • કાળા મરી
  • જીરું
  • વરિયાળી
  • ચણાનો લોટ
  • હળદર
  • લાલ મરચાનો પાવડર
  • મીઠું
  • સોડા
  • ચોખાનો લોટ

આ પણ વાંચો - ડ્રેગન ફ્રુટ ક્યારે ખાવું જોઈએ? જાણો શિયાળામાં ખાવાની યોગ્ય રીત અને 3 ફાયદા

પાલક પકોડા કેવી રીતે બનાવવા

  • પાલકના પકોડા બનાવવા માટે પાલકને ધોઈને કાપી લો.
  • ત્યારબાદ બટાકા અને ડુંગળીને કાપીને તેમાં બરાબર મિક્સ કરી લો.
  • આ પછી લીલા મરચાને સમારો અને સારી રીતે મિક્સ કરી લો.
  • હવે તમારે એક કડાઇમાં કાળા મરી, જીરું, વરિયાળી અને આખી કોથમીર નાખવાની છે. બધાને શેકી લો.
  • ત્યારબાદ તેને પીસીને પાવડર બનાવો.
  • હવે તમે એક બાઉલમાં પાલક, બટાકા, લીલા મરચા અને ડુંગળી નાખો.
  • પછી તેમાં પાઉડર નાખવાનો છે.
  • ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો.
  • પછી તેમાં લાલ મરચું પાવડર અને હળદર નાખો.
  • મીઠું, અજમો, સોડા અને ચોખાનો લોટ મિક્સ કરો.
  • તેમાં થોડું પાણી નાખીને બધાને એક સાથે મિક્સ કરી બેટર તૈયાર કરો.
  • પછી એક કડાઇ લો અને તેમાં સરસવનું તેલ ઉમેરો. ગરમ થવા દો અને પછી તેમાં પકોડા ઉમેરો.
  • સારી રીતે તળી લો અને પછી બેકિંગ પેપર પર મુકો.
  • આ પછી તમે પકોડા પર કાળું મીઠું અથવા ચાટ મસાલો નાખો છે અને પછી તેને ખાઇ શકો છો.
Advertisment

તમે બટાકા અને ડુંગળી વગર પણ પાલકના પકોડા બનાવી શકો છો. તમે તેમાં પાલકની સાથે અલગ અલગ ગ્રીન્સ પણ ઉમેરી શકો છો. તમે પકોડામાં બટાકાના જગ્યાએ અને અન્ય શાકભાજી પણ ઉમેરી શકો છો અને પછી તેમાંથી પકોડા બનાવી શકો છો. પકોડાના બેટરને વધારે ક્રંચી બનાવવા માટે તમે થોડું મીઠું પણ ઉમેરી શકો છો.

રેસીપી