/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Real-Paneer-VS-Fake-Paneer.jpg)
Paneer : નકલી પનીર અને અસલી પનીરની ઓળખ કેવી રીતે કરશો? જાણો (Freepik)
Paneer : પનીર (Paneer) ની સબ્જી મોટાભાગના લોકોને પસંદ છે. પનીરએ પ્રોટીનનો સારો સ્ત્રોત છે હેલ્થના પાસાઓને ધ્યાનમાં રાખીને આપણે તેવું સેવન કરીએ છીએ. પનીરનું સેવન સબ્જી, સલાડ, મીઠાઈઓમાં વિવિધ રીતે કરવામાં આવે છે. પરંતુ તમે જે પનીર ખાઓ છો તે 'નકલી પનીર' (Fake Paneer) તો નથી ને? માર્કેટમાં નકલી પનીરનું વેચાણ વધી રહ્યું છે આ પનીરમાં ઘણી વાર ભેળસેળ કરવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરે કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/How-to-recognise-fake-Paneer.jpg)
ઓથોરિટીઝ આ સમસ્યાનો સામે પગલાં લઇ રહી છે. એપ્રિલના નોઇડાના રિપોર્ટમાં જાણવા મળ્યું હતું કે 47 જેટલી પનીરની અને બીજી ખોયા પ્રોડક્ટ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ટેસ્ટ કરવામાં આવી હતી જેમાં 168 ફૂડ પ્રોડક્ટ દૂષિત (contaminated) હતી. જયારે ફેબ્રુઆરીમાં, ઓફિસર્સ 1300 કિલોગ્રામ નકલી પનીર જપ્ત કર્યું હતું, જેનો મુંબઈ - દિલ્હી એક્સપ્રેસવે પર સુરક્ષિત નિકાલ કર્યો હતો.
આ પણ વાંચો: Detox Drink : દાડમ,બાદિયાન અને ફુદીનાનું આ ડ્રિન્ક પેટને લગતી સમસ્યામાં આપશે રાહત? જાણો
આ ઘટનાઓ ચિંતા ઉભી કરે છે. માત્ર છેલ્લા બે વર્ષમાં, ઓથોરિટીએ ઘણા પર્દાફાશ કર્યા છે. મે 2022 માં, મુંબઈ પોલીસે બે ફેક્ટરીઓ પર દરોડા પાડ્યા હતા અને 2000 કિલો ભેળસેળવાળું પનીર જપ્ત કર્યું હતું.
આવા સંજોગોમાં, તમે નકલી અને અસલી પનીર વચ્ચેનો તફાવત કેવી રીતે શીખશો ? દિલ્હીની સીકે ​​બિરલા હોસ્પિટલના ડાયેટિશિયન દીપાલી શર્માના જણાવ્યા અનુસાર, તમે પનીરના દેખાવ અને રચનાની તપાસ કરીને પનીર અસલી છે કે નકલી તે જાણી શકો છો, અહીં જાણો
સ્મેલ : પનીરની સ્મેલ કરો, અસલી પનીરમાં હળવી દૂધ જેવી સુગંધ હોય છે, જ્યારે નકલી પનીરમાં આનો અભાવ હોઈ શકે છે અથવા કેમિકલ સ્મેલ ઉમેરી હોઈ શકે છે.
ટેક્ષ્ચર : ઓથેન્ટિક પનીર નરમ હોવું જોઈએ અને સરળતાથી તૂટી જવું જોઈએ, જ્યારે સિન્થેટીક પનીર ઘણીવાર રબર જેવું અથવા વધુ પડતું સ્મૂથ દેખાય છે.
ટેસ્ટ : સ્વાદ પણ પનીર અસલી છે કે નહિ તે સૂચવી શકે છે, અસલી પનીર સ્વચ્છ હોય છે અને દૂધ જેવો સ્વાદ ધરાવે છે, જ્યારે નકલી પનીર આર્ટિફિશ્યલ સ્વાદ ધરાવે છે.
પનીરમાં ભેજનું પ્રમાણ : અસલી પનીરમાં ભેજનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે તેને દબાવવામાં આવે ત્યારે ભેજનો અનુભવ થાય છે, જ્યારે નકલી પનીર વધુ ડ્રાય હોય છે.
કુકીંગ પ્રોસેસ : રસોઈ દરમિયાન, અસલી પનીર બ્રાઉન થાય છે અને તેનો આકાર જળવાઈ રહે છે, જ્યારે નકલી પનીર રબર જેવું, પીગળી જાય અથવા તૂટી શકે છે.
શર્માએ ઉમેર્યું કે, "ખાતરી કરો કે તમે પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સનું પનીર ખરીદો છો, સિન્થેટીક પ્રોડક્ટને ટાળવા માટે પેકેજિંગ પર ક્વોલિટી સર્ટિફિકેટ ચેક કરો.''
આ પણ વાંચો: Oats Health Benefits : શું ઓટ્સ અને ઓટસ પ્રોડક્ટસ હેલ્ધી છે ? જાણો ફાયદા અને ગેર ફાયદા
નકલી પનીર ખાવાથી સ્વાસ્થ્યને થાય નુકશાન
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું હતું કે નકલી પનીરનું સેવન કરવાથી પેટને લગતી સમસ્યા, ઝાડા, ઉલટી અને ઉબકા આવી શકે છે.
જો દરરોજ સેવનથી લીવર અને કિડની પર પણ અસર થઈ શકે છે, આનું કારણ એ છે કે સિન્થેટીક પનીરમાં હાનિકારક રસાયણો અને દૂધનો પાવડર હોઈ શકે છે, જે હૃદયને લગતી સમસ્યા પણ ઉભી કરી શકે છે.
તેથી, નકલી પનીરને ટાળવું અને ફ્રેશ, નેચરલ પનીરને આ રીતે ચેક કરીને ખરીદવું, અને જો શક્ય હોય તો તમે પનીર ઘરે બનાવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us