Panic Day 2024: શું છે પેનિક એટેક? જાણો તેના કારણો, લક્ષણો અને સારવાર

Panic Day 2024: દર વર્ષે 9 માર્ચે 'પેનિક ડે' ઉજવવામાં આવે છે. લોકોને તેમના જીવનમાં પ્રવર્તતા ભય, તણાવને ઘટાડવા માટે જાગૃત કરવાનો દિવસ છે

Panic Day 2024: દર વર્ષે 9 માર્ચે 'પેનિક ડે' ઉજવવામાં આવે છે. લોકોને તેમના જીવનમાં પ્રવર્તતા ભય, તણાવને ઘટાડવા માટે જાગૃત કરવાનો દિવસ છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
panic day, panic day 2024

દર વર્ષે 9 માર્ચે 'પેનિક ડે' ઉજવવામાં આવે છે (તસવીર - ફ્રીપીક)

Panic Day 2024 : શું તમે અચાનક ડર, ચિંતા અનુભવવાનું શરૂ કરો છો, તો પછી બની શકે કે તમે પેનિક એટેકથી ગ્રસ્ત હોઇ શકો છો. પેનિસ એટકે એ માનસિક સ્વાસ્થ્ય સાથે જોડાયેલી સમસ્યા છે, જેમાં વ્યક્તિને અચાનક જ ડર, ગભરામણ, ચિંતાનો અનુભવ થવા લાગે છે. દર વર્ષે 9 માર્ચે 'પેનિક ડે' ઉજવવામાં આવે છે. લોકોને તેમના જીવનમાં પ્રવર્તતા ભય, તણાવને ઘટાડવા માટે જાગૃત કરવાનો દિવસ છે.

Advertisment

તેનું મુખ્ય કારણ લાંબા સમય સુધી ચાલનાર માનસિક તણાવ છે. જો તમે લાંબા સમયથી કોઈ સમસ્યા, મુશ્કેલી સામે ઝઝૂમી રહ્યા છો, તો તે પણ પનિક એટેકનું કારણ બને છે. મગજમાં સેરોટોનિન નામનું કેમિકલ ન હોવાને કારણે પણ આ સમસ્યા થાય છે

પેનિક એટેકના લક્ષણો

અચાનક ઝડપી ધબકારા
કોઈ પણ કારણ વગર વધુ પડતો પરસેવો
શ્વાસની તકલીફ
છાતીમાં તીવ્ર દુઃખાવો
વિચિત્ર ગભરાટ
ધ્રુજતા હાથ અને પગ
ગળામાં કશુંક અટવાઈ ગયું હોવાનો અહેસાસ થવો
નકારાત્મક વિચારો
ચક્કર આવે તે માટે
હાથ-પગ વગેરેમાં સુન્નતા આવવી વગેરે.

હેલ્થલાઈનના એક રિપોર્ટ અનુસાર કોઈ પણ નાની વાતથી નર્વસ થવું, સામાન્ય વાત પર પણ બેચેન થવું, દરેક સમયે કોઈ વસ્તુથી ડરવું, તે કામ વિશે વિચારીને તણાવ અનુભવવો. આ એક પ્રકારની માનસિક બીમારી છે, જે મોટાભાગે ત્યારે થાય છે જ્યારે તમને કોઈ વાતને લઈને વધુ પડતો ડર હોય અથવા કોઈ પ્રકારનું દબાણ હોય ત્યારે તમે ખૂબ જ બેચેની અનુભવો છો.

Advertisment

કેવી રીતે છુટકારો મેળવવો?

આમ જોવા જઈએ તો આરોગ્ય નિષ્ણાંતો કેટલીક દવાઓની મદદથી આ સમસ્યાથી છુટકારો મેળવવાની સલાહ આપે છે. સારવારમાં સેરોટોનિન રસાયણને સ્થિર કરવાનો સમાવેશ થાય છે. તેની સારવાર 3થી 6 મહિના સુધી ચાલે છે. મનોરોગ ચિકિત્સા દ્વારા પણ સારવાર કરવામાં આવે છે. દવાઓની સાથે સાયકોથેરાપી પ્રારંભિક ફાયદા દર્શાવે છે. ઉપરાંત, પેનિટ એટેકની સારવાર એન્ટિડિપ્રેસન્ટ્સ અને એન્ટિ-એન્ઝાયટી દવાઓ દ્વારા પણ કરવામાં આવે છે, જે સમય જતાં ન્યુરોટ્રાન્સમીટરને સ્થિર કરે છે. તેનાથી પેનિક એટેકની સમસ્યા ધીમે-ધીમે દૂર થાય છે. જો કે તમે ઇચ્છો તો લાઇફસ્ટાઇલમાં કેટલાક હેલ્ધી ચેન્જિસથી પણ તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો - લંચ અને ડિનર વચ્ચે કેટલા સમયનો અંતર રાખવો? જાણો સદગુરુ પાસેથી જમવાનો યોગ્ય સમય અને રીત

નિયમિત યોગ

યોગ કોઈ પણ સમસ્યાથી છૂટકારો મેળવવાનો સૌથી સહેલો અને પ્રાકૃતિક ઉપાય છે. નિયમિત યોગ માત્ર શારીરિક સ્વાસ્થ્યને સુધારવામાં જ મદદ નથી કરતો, પરંતુ તેની મદદથી માનસિક સમસ્યાઓ પણ દૂર કરી શકાય છે. ખાસ કરીને એન્ગ્ઝાયટી ડિસઓર્ડરમાં યોગ કોઈ દવાથી કમ નથી. નિયમિત યોગ અભ્યાસ કરવાથી મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરીને માનસિક શાંતિ મળે છે.

કેમોમાઈલનું સેવન

કેમોલી એક ઔષધિ છે, જે શરીરની સાથે સાથે મનને પણ આરામ આપે છે. તે જ સમયે, મોટાભાગના કેમોમાઇલને ચા તરીકે લેવામાં આવે છે.

પુરતી ઊંઘ મહત્વપૂર્ણ છે

આ બધા ઉપરાંત સારી ઊંઘ પણ તમને ચિંતા દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે. જો તમે રાત્રે પૂરી ઊંઘ લેશો તો આખો દિવસ તાજગી અનુભવશો અને નકારાત્મક વિચારો તમારા પર હાવી નહીં થાય.

(ડિસ્ક્લેમરઃ લેખમાં લખેલી સલાહ અને સૂચનો સામાન્ય માહિતી પર આધારિત છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે ડોક્ટરની સલાહ લો.)

આજના દિવસનો ઇતિહાસ જીવનશૈલી health tips