/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Papaya-Benefits.jpg)
દરરોજ ખાલી પેટ પપૈયું ખાવાથી શરીર પર કેવી અસર થાય? જાણો (canva)
Papaya Benefits : પપૈયા (Papaya) ઉષ્ણકટિબંધીય ફળ છે. આ ફળ તેના મીઠા અને તાજગીભર્યા સ્વાદ માટે જાણીતું છે, તે ઘણા આવશ્યક પોષક તત્વો અને ઉત્સેચકોથી ભરપૂર છે. પપૈયાનું સેવન દૈનિક આહારમાં કરી શકાય છે. પરંતુ, શું તમારે આ પપૈયા ખાલી પેટ ખાવા જોઈએ?
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/04/Papaya-photo.jpg)
પપૈયું ખાવાના ફાયદા જાણો
પપૈયા એ ફાયદાકારક ફળ છે. તેમાં પપેઈન હોય છે, જે પ્રોટીનને તોડવા માટે જાણીતું પાચન એન્ઝાઇમ છે, જે તમારી પાચન તંત્ર મજબૂત કરવામાં મદદ કરે છે, મુંબઈના ક્લિનિકલ ડાયટિશિયન ચૈતાલી રાણેએ સમજાવ્યું કે, 'પપૈયા કેરોટીનોઈડ્સ આલ્કલોઇડ્સ, મોનોટેરપેનોઇડ્સ, ફ્લેવોનોઇડ્સ અને વિટામિન્સ અને ખનિજોનો સ્ત્રોત છે. આ સૂક્ષ્મ પોષકતત્ત્વો તંદુરસ્ત રક્ત પ્રવાહ જાળવવા અને હૃદય રોગ અને સ્ટ્રોકના જોખમને ઘટાડવા સહિત વિવિધ શારીરિક કાર્યોને ટેકો આપવામાં મદદ કરી શકે છે.'
આ પણ વાંચો: Jeera Water : સવારે ખાલી પેટ જીરાનું પાણી પીવાના અઢળક ફાયદા, જાણો
ખાલી પેટે પપૈયું ખાવાના ફાયદા
ખાલી પેટે પપૈયાનું સેવન કરવાથી અનોખા ફાયદા થાય છે. તે તમારા સુખાકારીને કેવી રીતે લાભ આપી શકે છે, અહીં જાણો
એસિડિટીમાં રાહત : જો તમને એસીડીટીની સમસ્યા હોય તો પપૈયું થોડી રાહત આપી શકે છે. તેના રેચક ગુણધર્મો તમારા પાચનતંત્ર સુધારીને હાયપરએસીડીટી ઘટાડવામાં મદદ કરી શકે છે.
પાચન સુધારે : પપૈયામાં સુપરસ્ટાર એન્ઝાઇમ પપૈન હોય છે, જ્યારે જમતા પહેલા ખાવામાં આવે છે ત્યારે તે કુદરતી ડિટોક્સિફાયર તરીકે કામ કરે છે, શરીરનો કચરો દૂર કરવામાં મદદ કરે છે. આ સાથે પપૈનના પાચન ગુણધર્મો સરળ આંતરડાના સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે અને કબજિયાતમાં રાહત આપે છે.
વેઇટલોસમાં મદદ કરે : પપૈયામાં ઓછી કેલરી અને બ્લડ સુગર કંટ્રોલ કરવાની ક્ષમતા છે, આ સાથે પપૈયા વેઇટ કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. ખાલી પેટે તેનું સેવન કરવાથી સુગર સ્પાઇક્સને કંટ્રોલ કરવામાં અને ઇન્સ્યુલિનની સંવેદનશીલતામાં સુધારો કરવામાં મદદ મળી શકે છે, જે પેટ ભરેલું રાખે છે.
એન્ટીઑકિસડન્ટની ભરપૂર : પપૈયાથી તમારા દિવસની શરૂઆત કરવાથી કેફીક એસિડ, માયરિસેટિન અને વિટામીન C, A, અને E જેવા એન્ટીઑકિસડન્ટો મળે છે. જે ફ્રી રેડિકલ, પરમાણુઓ સામે લડવામાં મદદ કરે છે જે તમારા કોષોને નુકસાન પહોંચાડી શકે છે. આ હાનિકારક એજન્ટોનો સામનો કરીને, પપૈયા એકંદર આરોગ્ય અને સુખાકારીમાં ફાળો આપી શકે છે.
આ પણ વાંચો: Mangoes : કેમ ખાતા પહેલા કેરી પાણીમાં પલાળવી જોઈએ ? જાણો
હેલ્થ એક્સપર્ટ ચેતવણી આપી હતી કે પપૈયા ખાવાના ઘણા ફાયદા છે, પરંતુ યાદ રાખવું અગત્યનું છે કે ગર્ભવતી મહિલાઓએ આડઅસરોને કારણે તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ. તમારા ડાયટમાં નોંધપાત્ર ફેરફાર કરતા પહેલા હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.
તમે સવારે ખાલી પેટે પપૈયાનું સેવન કરી શકો છો, તે સ્વાસ્થ્ય સુખાકારીને વધારવા માટે એક સરળ પણ અસરકારક રીત હોઈ શકે છે. તેથી, હવે જ્યારે તમે હેલ્થી નાસ્તાનો ઓપ્શન વિચારો કરો ત્યારે પપૈયું ખાવાનું યાદ રાખી શકો છો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us