Papaya Benefits for Digestion Constipation Health Tips : પપૈયું એક સુપરફૂડ છે જે 12 મહિના માટે ઉપલબ્ધ છે. આ ફળ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર છે. તેમાં રહેલા પોષક તત્વો હૃદયના રોગો, ડાયાબિટીસ, કેન્સર અને પેટના પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે. તેનું સેવન કરવાથી બ્લડ પ્રેશર અને બ્લડ શુગર બંને કંટ્રોલમાં રહે છે. આ ફળ શરીરની ઇજાને મટાડવામાં દવાની જેમ કામ કરે છે. એન્ટીઑકિસડન્ટ ગુણોથી ભરપૂર, પપૈયા શરીરમાં બળતરા ઘટાડે છે, બીમારીથી બચાવે છે અને તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે. ઘણા ગુણોથી ભરપૂર પપૈયું પાચનતંત્ર માટે સૌથી વધુ ફાયદાકારક છે.
ભારતીય યોગ ગુરુ, લેખક, સંશોધક અને ટીવી પર્સનાલિટી ડૉ. હંસા યોગેન્દ્રના જણાવ્યા અનુસાર, પપૈયું એક એવું ફળ છે જેમાં પપેન એન્ઝાઇમ હોય છે જે પાચનતંત્રની યોગ્ય જાળવણી કરવામાં દવાની જેમ કામ કરે છે. ચાલો જાણીએ કે કેવી રીતે પપૈયું પાચનતંત્રને સુધારે છે, કબજિયાતથી રાહત આપે છે અને આંતરડાને સાફ કરે છે.
પપૈયું પાચનતંત્ર કેવી રીતે સુધારે છે?
પપૈયામાં પપેન હોય છે, જે એક કુદરતી પાચન એન્ઝાઇમ છે જે તમને ખોરાકને સારી રીતે પચાવવામાં અને તે ખોરાકમાંથી પોષક તત્વોને શોષવામાં મદદ કરી શકે છે. પપૈયામાં રહેલું પપૈન એક પાચન એન્ઝાઇમ છે. આ ઉત્સેચકો પ્રોટીનને તોડી નાખે છે. પપૈયામાં રહેલું પેપેઈન નામનું આ ખાસ એન્ઝાઇમ પાચન પ્રક્રિયાને સરળ બનાવે છે અને કબજિયાતમાં રાહત આપે છે.

પપૈયું પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગેસ અને અપચોથી પણ રાહત અપાવે છે. પપૈયું આંતરડામાં થતી બળતરા ઘટાડવામાં ખૂબ જ અસરકારક છે. તેનું સેવન કરવાથી આંતરડાને સાફ કરવામાં મદદ મળે છે.
એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમના લક્ષણોનો સામનો કરી રહ્યા હતા તેઓ 40 દિવસ સુધી દરરોજ 20 ગ્રામ પપૈયુંનું સેવન કરવાથી ફાયદો મળે છે. સંશોધનમાં સામેલ લોકોમાં એવું જાણવા મળ્યું કે જે લોકોએ પપૈયાનું સેવન કર્યું તેમને કબજિયાત અને સોજાની સમસ્યાથી છુટકારો મળ્યો. સંશોધન મુજબ, પપૈયા આંતરડાની સમસ્યાઓથી રાહત મેળવવા માટે રામબાણ છે. પપૈયું આતરડાંમાં જમા થયેલી ગંદકીને વધુ સારી રીતે સાફ કરે છે.
કબજિયાતમાં રાહત આપશે
પપૈયું એક એવું ફળ છે જે હેલ્થ માટે જરૂરી ફાઈબરથી ભરપૂર હોય છે. પપૈયામાં અન્ય ફળો કરતાં વધુ ફાઇબર હોય છે, જે મળને ઢીલું – નરમ કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. મહિલાઓ માટે દરરોજ 25 ગ્રામ ફાઇબર અને પુરુષો માટે 38 ગ્રામ ફાઇબરનું સેવન કરવું મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો | પેરાસીટામોલ લેનાર સાવધાન; દવાનું વધુ સેવન શરીર માટે ઝેર સમાન, લિવર ફેલ થવાનું જોખમ
પપૈયાનું સેવન કેવી રીતે કરવું
તમે પપૈયાને કાપીને ટુકડા કરીને ખાઈ શકો છો. તમે પપૈયાને સ્મૂધી, સાલ્સા અને સલાડ જેવી ઘણી વાનગીઓમાં ઉમેરીને પણ ખાઈ શકો છો.





