Advertisment
FE Budget 2026
Co-presented by
KIA
Associate Sponsor
SBI
સબ્સ્ક્રાઈબ કરો
  • હોમ
  • ગુજરાત
  • વેબસ્ટોરીઝ
  • મનોરંજન
  • કરિયર
  • સ્પોર્ટ્સ
  • ધર્મ અને જ્યોતિષ
  • ન્યૂઝ
  • વેપાર
  • ફોટો
  • લાઇફ સ્ટાઇલ
  • ટોપ ન્યૂઝ
ad_close_btn
  • ગુજરાત
  • નેશનલ ન્યૂઝ
  • મનોરંજન
  • વિશ્વ
  • સ્પોર્ટ્સ
  • લાઇફ સ્ટાઇલ
  • Photos
  • કરિયર
  • ધર્મ અને જ્યોતિષ
  • વેપાર

Powered by :

તમે સફળતાપૂર્વક ન્યૂઝલેટર પર સબ્સ્ક્રાઇબ કર્યું છે.
લાઇફ સ્ટાઇલ Top News

Paracetamol Disadvantages : દર વખતે તાવ - દુખાવામાં પેરાસીટામોલ લેનાર સાવધાન; દવાનું વધુ સેવન શરીર માટે ઝેર સમાન, લિવર ફેલ થવાનું જોખમ

Paracetamol Side Effects Long Term : ઘણા લોકો તાવ, દુખાવો જેવી સામાન્ય બાબતોમાં દર વખતે પેરાસીટામોલ ગોળી લેતા હોય છે. પેરાસીટામોલ દવાના વધુ પડતા સેવનથી શરીર પર ઝેર જેવી અસર થાય છે અને લિવરને નુકસાન થવાનું જોખમ રહે છે

Written byAjay Saroya

Paracetamol Side Effects Long Term : ઘણા લોકો તાવ, દુખાવો જેવી સામાન્ય બાબતોમાં દર વખતે પેરાસીટામોલ ગોળી લેતા હોય છે. પેરાસીટામોલ દવાના વધુ પડતા સેવનથી શરીર પર ઝેર જેવી અસર થાય છે અને લિવરને નુકસાન થવાનું જોખમ રહે છે

author-image
Ajay Saroya
07 Nov 2023 18:52 IST
પર અપડેટ કર્યું 07 Nov 2023 18:52 IST

Follow Us

New Update
Paracetamol Disadvantages | Paracetamol Side Effects | medicine tip | side effects of paracetamol | Health tips

પેરાસિટામોલ સહિત કોઇ પણ દવાનું સેવન ડોક્ટરની સુચન અનુસાર કરવું જોઇએ. (Photo: Getty/Thinkstock)

Paracetamol Side Effects On Health : લાંબા સમય સુધી કોઈ પણ દવાનું વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે. કેટલાક લોકો એવા હોય છે જેઓ પોતે ડોક્ટર બની જાય છે અને સામાન્ય દિવસોમાં થતી નાની-નાની બીમારીની સારવાર કરે છે. ઘણા લોકો શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, તાવ અથવા તાવ હોવાનું લાગતું હોય, તો તરત જ પેરાસીટામોલનું સેવન કરી લે છ. પેરાસીટામોલ એક એવી દવા છે જેને કોઈપણ પ્રકારના ડોક્ટર પ્રિસ્ક્રિપ્શનની જરૂર નથી અને તે દવાની દુકાન પર સરળતાથી ખરીદી શકાય છે. તમે જાણો છો કે આ દવાનું વધુ પડતું સેવન તમારા સ્વાસ્થ્ય ઝેરની જેમ અસર કરે છે. ચાલો જાણીએ કે પેરાસીટામોલનું વધુ પડતું સેવન કરવાથી હેલ્થ પર કેવી અસર થાય છે.

Advertisment

પેરાસીટામોલનું વધુ પડતું સેવનથી લીવર પર અસર (Paracetamol Side Effects On Lungs)

પેરાસીટામોલ દવાનું વધુ પડતું સેવન લિવરના સ્વાસ્થ્યને અસર કરી શકે છે. પેરાસીટામોલ મુખ્યત્વે લિવરમાં મેટાબોલાઇઝ થાય છે. આ દવાના વધુ પડતા ઉપયોગથી શરીરમાં ટોક્સિનનું વધુ પડતું ઉત્પાદન થાય છે જે લિવરના કોષોને નુકસાન પહોંચાડે છે. જો તમે લિવરને સ્વસ્થ રાખવા માંગતા હો, તો સાધારણ દુખાવા અને તાવની સ્થિતિમાં પેરાસીટામોલ લેવાનું ટાળવું જોઇએ.

Paracetamol Disadvantages | Paracetamol Side Effects |  medicine tip | side effects of paracetamol | Health tips<br />
પેરાસીટામોલનું વધુ સેવન કરવાથી લિવર ફેલ થઈ શકે છે. (Photo - freepik)

પેરાસીટામોલથી પોઇઝનિંગની સમસ્યા ઊભી થઇ શકે? (Paracetamol Side Effects On Body)

Advertisment

અતિશય માત્રામાં પેરાસીટામોલનું સેવન કરવાથી ઉબકા, ઉલટી, પેટમાં દુખાવો અને ભૂખ ન લાગવી જેવા લક્ષણો જોવા મળે છે, જે પેરાસીટામોલથી પોઇઝનિંગની અસર થઇ શકે છે. આ દવાનો ઓવરડોઝ લેવાથી બીમારીની સારવારમાં વિલંબ થઈ શકે છે.

પેરાસીટામોલના સેવનથી સ્વાસ્થ્ય પર ગંભીર અસર ((Paracetamol Side Effects On Health)

વધારે માત્રામાં પેરાસીટામોલ લેવાથી લિવર ફેલ થઈ શકે છે. તેનો લાંબા સમય સુધી ઉપયોગ કરવાથી પણ લિવરને ઈજા થઈ શકે છે, જેના કારણે લીવર ટ્રાન્સપ્લાન્ટની જરૂર પડે છે. લિવર ટ્રાન્સપ્લાન્ટ એ એક ગંભીર સ્થિતિ છે જેમાં દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિ કોમામાં પણ જઇ શકે છે.

આ પણ વાંચો | શિયાળામાં પ્રદૂષણથી બચવા આ ફળનું સેવન કરો, ઝેરી તત્વોને બહાર કાઢી ફેફસાને સ્વસ્થ રાખશે; જાણો આશ્ચર્યજનક ફાયદા

પેરાસીટામોલનું કેટલા પ્રમાણમાં સેવન કરવું?

ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત થયેલા એક લેખ અનુસાર, ગ્રેટર નોઈડાની શારદા હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિન - આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. શ્રેય શ્રીવાસ્તવે કહ્યું છે કે, પેરાસિટામોલની આડ અસરથી બચવા માટે, દવાના લેબલ પરની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. જો આ દવા લેવા વિશે કોઈ શંકા હોય, તો તમારે તાત્કાલિક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.

જીવનશૈલી health tips knowledge
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો
logo

સંબંધિત લેખો
આગળનો લેખ વાંચો
નવીનતમ વાર્તાઓ
અમારા ન્યૂઝલેટર માટે સબ્સ્ક્રાઇબ! વિશિષ્ટ ઑફર્સ અને નવીનતમ સમાચાર મેળવનારા પ્રથમ બનો

Powered by


Subscribe to our Newsletter!




Powered by
એક ભાષા પસંદ કરો
Gujarati

આ લેખ શેર કરો

જો તમને આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો
તેઓ પછીથી તમારો આભાર માનશે

Facebook
Twitter
Whatsapp

Copied!