Health Tips : શું PCOS ધરાવતી સ્ત્રીઓને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે? અહીં જાણો

Health Tips : પીસીઓએસએ માસિક સ્રાવ ચૂકી જવું અથવા અનિયમિત, હેયરલોસ, ખીલ, વંધ્યત્વ અને વજનમાં વધારોનું કારણ બની શકે છે.વધુમાં અહીં વાંચો.

Written by shivani chauhan
September 12, 2023 07:39 IST
Health Tips : શું PCOS ધરાવતી સ્ત્રીઓને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ વધારે છે? અહીં જાણો
હેલ્થ ટીપ્સ પીસીઓએસ ધરાવતી મહિલાઓ માટે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવા માટેની ટિપ્સ(અનસ્પ્લેશ)

પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ (PCOS) થી પ્રભાવિત સ્ત્રીઓના જીવનમાં સુધાર અને તેમના લક્ષણોને દૂર કરવામાં તેમજ જીવલેણ પરિસ્થિતિઓ માટેના તેમના જોખમોને રોકવા અને ઘટાડવામાં મદદ કરવા માટે દર વર્ષે સપ્ટેમ્બર મહિનામાં PCOS જાગૃતિ મહિનો (PCOS Awareness Month) તરીકે મનાવવામાં આવે છે . એપલ અને હાર્વર્ડ દ્વારા ‘વિમેન્સ હેલ્થ સ્ટડી’ટાઈટવાળા અભ્યાસ મુજબ, તે વ્યાપકપણે જાણીતું છે કે PCOS ધરાવતી સ્ત્રીઓમાં ટાઇપ 2 ડાયાબિટીસ થવાની શક્યતા લગભગ ત્રણ ગણી વધારે છે.

PCOS : PCOS (પોલિસિસ્ટિક અંડાશય સિન્ડ્રોમ) પીસીઓએસ એ પ્રજનન વયની સ્ત્રીઓ માટે ખૂબ જ સામાન્ય હોર્મોન સમસ્યા છે. PCOS ધરાવતી સ્ત્રીઓમાં ઓવ્યુલેટ થઈ શકતું નથી, તેમાં એન્ડ્રોજનનું ઊંચું સ્તર હોય છે અને અંડાશય પર ઘણી નાની કોથળીઓ હોય છે. પીસીઓએસ માસિક સ્રાવ ચૂકી જવું અથવા અનિયમિત, હેયરલોસ, ખીલ, વંધ્યત્વ અને વજનમાં વધારોનું કારણ બની શકે છે.

આ પણ વાંચો:Kitchen Hacks :કિચન હેક્સ વિષે આટલું તમારે જાણવું જ જોઈએ

પરંતુ, PCOS અને બ્લડ પ્રેશર વચ્ચે શું સંબંધ છે અને એક્સપર્ટ શું કહે છે?

બીએલકે-મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના સેન્ટર ફોર વુમન હેલ્થના સિનિયર કન્સલ્ટન્ટ ડૉ. તૃપ્તિ શરણે સમજાવ્યું કે મોટા ભાગના કિસ્સાઓમાં પ્રાથમિક રોગવિજ્ઞાન એ છે કે ઇન્સ્યુલિન પ્રતિકાર ઊંચા ઇન્સ્યુલિન સ્તરનું કારણ બને છે, જે વજનમાં વધારો, માસિકસ્ત્રાવમાં અનિયમિતતા, પોલિસિસ્ટિક અંડાશય, ખીલ અને હિરસુટિઝમઅને હાઈ એન્ડ્રોજન સ્તરનું કારણ બને છે.

આ બધા ખરાબ લિપિડ્સ જેમ કે ટ્રાઇગ્લિસરાઈડ્સમાં પણ વધારો કરે છે. આમાંના મોટાભાગના પરિબળો, સ્વતંત્ર રીતે તેમજ એકસાથે હાઈ બ્લડ પ્રેશરને ઉત્તેજન આપી શકે છે, જે હાઈ ટ્રાઇગ્લિસરાઈડ્સ સાથે, રક્તવાહિની જટિલતાઓનું જોખમ વધારે છે.

જો કે, ડૉ. અસ્થા દયાલ, પ્રસૂતિ અને સ્ત્રીરોગ વિભાગ, સીકે ​​બિરલા હોસ્પિટલ, ગુરુગ્રામ, એ શેર કર્યું કે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જો આપણે ડાયાબિટીસ અને સ્થૂળતાને જોખમના પરિબળો તરીકે ન ગણીએ તો પણ, PCOS સ્વતંત્ર રીતે પણ હાઈ બ્લડ પ્રેશર માટે જોખમી પરિબળ છે. અને તે સ્ત્રીઓના શરીરમાં એન્ડ્રોજનના ઉચ્ચ સ્તરને કારણે હોઈ શકે છે.”

ડૉ. દયાલે નોંધ્યું હતું કે PCOS ધરાવતી સ્ત્રીઓમાં હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતા 40 ટકા વધુ હોય છે. જો કે, નિષ્ણાતોએ કહ્યું કે PCOS ધરાવતી તમામ મહિલાઓને હાઈ બ્લડ પ્રેશર થવાનું જોખમ નથી.

શરણે જણાવ્યું હતું કે, “જેઓ મેદસ્વી છે, જે લોકો બેઠાડુ જીવન જીવે છે, ખૂબ તણાવમાં રહે છે, સારી રીતે ઊંઘતા નથી, સંતુલિત આહાર લેતા નથી, ધૂમ્રપાન કરતા નથી, ડાયટમાં ફેટ અને ક્ષાર લે છે, હાઈ બ્લડ પ્રેશર થવાનું સૌથી મોટું જોખમ વધે છે, આ દર્દીઓમાં સગર્ભાવસ્થા સમયમાં ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશર થવાની શક્યતાઓ વધી શકે છે.

આ પણ વાંચો: Skincare Tips : તણાવ તમારી સ્કિનને નુકસાન પહોંચાડી શકે,પરંતુ ટિપ્સ છે અસરકારક

PCOS ધરાવતી મહિલાઓ બ્લડ પ્રેશરને કેવી રીતે કંટ્રોલ કરી શકે?

તંદુરસ્ત આહાર, કાર્બોહાઇડ્રેટ્સ અને ચરબીને મર્યાદિત કરવા અને તમારા આહારમાં સોડિયમને મર્યાદિત કરવાથી બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ મળશે.

નિયમિત કસરતનું પાલન કરો, ધૂમ્રપાન અને આલ્કોહોલ ટાળો, તણાવ ટાળો અને યોગ્ય ઊંઘ ચક્ર રાખો.

કસરત એ કાર્ડિયોનું મિશ્રણ હોવું જોઈએ જેમ કે દોડવું, સાયકલ ચલાવવું, સ્વિમિંગ, એરોબિક્સ, સ્કિપિંગ અથવા ડાન્સિંગ. તેઓએ અઠવાડિયામાં 2-3 વખત વજન પણ ઉપાડવું જોઈએ.

જો તેમનામાં લિપિડ્સનું પ્રમાણ વધારે હોય, તો તેમના ડૉક્ટરને ઉપરોક્ત પગલાં સાથે દવાઓની સલાહ આપવાની જરૂર પડી શકે છે. હાઈ બ્લડ પ્રેશરને રોકવા માટે પણ આ જરૂરી છે.

તેઓએ તેમની નિયમિત તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટરની સલાહને અનુસરવી જોઈએ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ