Peanut Curd Recipe : દહીંનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. જોકે ઘણા લોકોને દૂધમાંથી બનેલું દહીં ખાવાનું પસંદ હોતું નથી. આવી સ્થિતિમાં તમે ઘરે સરળતાથી મગફળીમાંથી દહીં તૈયાર કરી શકો છો. વીગન ડાયેટ કરનાર લોકો માટે પણ તે એક સારો વિકલ્પ હોઈ શકે છે. તે એક તંદુરસ્ત વિકલ્પની સાથે સાથે સ્વાદિષ્ટ અને પોષણથી ભરપૂણ પણ છે.
મગફળીના દહીંમાં ઘણા પોષક તત્વો જોવા મળે છે
મગફળીમાંથી બનેલા દહીંમાં પ્રોટીન, હેલ્ધી ફેટ, ફાઇબર, વિટામિન ઇ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ સહિત અનેક પ્રકારના પોષક તત્વો હોય છે. તેનાથી શરીરને એનર્જી મળે છે તેમજ પાચનશક્તિમાં પણ સુધારો થાય છે. તેના ઉપયોગથી રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
મગફળીમાંથી દહીં બનાવવા માટેની સામગ્રી
- 1 કપ કાચી મગફળી
- 2 કપ પાણી
- દહીં જમાવવા માટે પહેલાથી જમાયેલ વીગન દહીં કે લીંબુનો રસ
આ પણ વાંચો – મગ દાળ કે મસૂર દાળ : વધારે પ્રોટીન કોણ આપે અને શરીર માટે કઇ વધુ ફાયદાકારક છે? જાણો
મગફળીમાંથી દહીં કેવી રીતે બનાવવું?
સ્ટેપ 1
મગફળીથી તમે આસાનાથી દહીં તૈયાર કરી શકો છો. આ માટે સૌ પ્રથમ મગફળીને 6થી 8 કલાક પાણીમાં પલાળી રાખો. હવે એક મિક્સરમાં બે કપ પાણી નાખીને ઝીણા પીસી લો. હવે આ પેસ્ટને એક વાસણમાં બહાર કાઢો અને ધીમી આંચ પર લગભગ 10નિટ સુધી રાંધો. જ્યારે તે તૈયાર થઇ જાય પછી તમે તેને ઠંડુ કરી લો.
સ્ટેપ 2
હવે જ્યારે તે નવશેકું થઈ જાય ત્યારે તેમાં દહીં બનાવવા માટે તમે સ્ટાર્ટર ઉમેરો. આ ઉપરાંત તમે વીગન દહીં પણ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણને એક વાસણમાં મૂકી ઉપર ઢાંકીને લગભગ 6-8 કલાક રહેવા દો. આ રીતે તમે સરળતાથી ઘરે મગફળીનું દહીં તૈયાર કરી શકો છો. તમે તેનો ઉપયોગ સામાન્ય દહીંની જેમ જ કરી શકો છો.





