Perfume Day 2024 : પરફ્યૂમ ડે કેમ ઉજવાય છે? જાણો તેનો ઇતિહાસ અને મહત્વ અને ફાયદા

Perfume Day 2024 Date History And Significance : પરફ્યૂમ ડે એન્ટી વેલેન્ટાઇન વીકના ચોથા દિવસ ઉજવાય છે. પરફ્યૂમ દિવસને ફ્રેગરન્સ ડે પણ કહેવાય છે. પરફ્યૂમ આપણા તનની સાથે મન પર પણ અસર કરે છે. જાણો પરફ્યૂમ ડેનો ઇતિહાસ અને મહત્વ અને તેના ફાયદા

Perfume Day 2024 Date History And Significance : પરફ્યૂમ ડે એન્ટી વેલેન્ટાઇન વીકના ચોથા દિવસ ઉજવાય છે. પરફ્યૂમ દિવસને ફ્રેગરન્સ ડે પણ કહેવાય છે. પરફ્યૂમ આપણા તનની સાથે મન પર પણ અસર કરે છે. જાણો પરફ્યૂમ ડેનો ઇતિહાસ અને મહત્વ અને તેના ફાયદા

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
perfume | perfume day 2024 | perfume name | perfume for men | perfume for women | perfume day history | perfume day significance

Perfume Day 2024 : પરફ્યૂમ ડે (Photo - freepik)

Perfume Day 2024 Date History And Significance : પરફ્યુમ ડે: પરફ્યૂમ ડે 17 ફેબ્રુઆરીના રોજ ઉજવાય છે. આ દિવસને ફ્રેગરન્સ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. પરફ્યૂમ ડે વેલેન્ટાઈન ડે પછી 14 ફેબ્રુઆરીથી શરૂ થનાર એન્ટી વેલેન્ટાઈન વીકના આ ત્રીજો દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે. પરફ્યૂમ ડે પર લોકો પરફ્યૂમ લગાવીને પોતાના કડવા સંબંધોને દૂર કરવાનો પ્રયાસ કરે છે. આ દિવસ લોકો તેમના સંબંધોમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાને દૂર કરવા માટે ઉજવે છે.

Advertisment

પરફ્યૂમ ડે નો ઇતિહાસ (Perfume Day 2024 History)

પરફ્યૂમ ડેના ઇતિહાસ વિશે ચોક્કસ જાણકારી નથી. અલબત્ત, કેટલાક લોકો માને છે કે તેની શરૂઆત 1990ના દાયકામાં અમેરિકામાં થઈ હતી. પરફ્યૂમ દિવસ પર લોકો સામી વ્યક્તિને તેનું મનગમત પરફ્યૂમ ગીફ્ટમાં આપી સંબંધોની કડવા દૂર કરવાનો પ્રયાસ કરે છે.

પરફ્યૂમ ડે નું મહત્વ (Perfume Day 2024 Significance)

પરફ્યૂમ ડેનો મુખ્ય ઉદ્દેશ્ય સુગંધના મહત્વને યાદ કરાવવાનો અને લોકોને પરફ્યૂમ - અત્તરનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવાનો છે. આ દિવસ લોકોને તેમના પ્રિયજનોને પરફ્યૂમ ગિફ્ટ કરવાની અને સુગંધ દ્વારા તેમની લાગણીઓ વ્યક્ત કરવાની તક પણ પૂરી પાડે છે. વેલેન્ટાઇન ડે બાદ એન્ટી વેલેન્ટાઇન વીક ઉજવાય છે.

પરફ્યૂમ ડે કેવી રીતે ઉજવાય છે

પરફ્યુમ ડે વિવિધ રીતે ઉજવી શકાય છે. પરફ્યૂમ ડે સેલિબ્રેટ કરવાની વિવિધ રીત અહીં જણાવી છે.

Advertisment

પાર્ટનર કે પ્રિયજનોને પરફ્યૂમ ગીફ્ટ આપો: પરફ્યૂમ ડે ઉજવવાની આ સૌથી લોકપ્રિય રીત છે. તમે તમારા પાર્ટનર પરિવારજન, મિત્રો અથવા બોયફ્રેન્ડ/ગર્લફ્રેન્ડને તેમની પસંદગીનું પરફ્યૂમ ગિફ્ટ કરી શકો છો.

નવા પરફ્યૂમ ટ્રાય કરો : આ દિવસે તમે નવા પરફ્યૂમ ટ્રાય શકો છો અને તમારી પસંદનું નવું પરફ્યૂમ શોધી શકો છો.

પરફ્યૂમ સબંધિત કાર્યક્રમોમાં ભાગ લેવો : પરફ્યૂમ ડે પર કેટલાક શહેરોમાં વિવિધ કાર્યક્રમોનું જેમ કે પરફ્યૂમ એક્ઝિબિશન, પરફ્યુમ બનાવવાની વર્કશોપ અને ફેગરેન્સ કોમ્પિટિશન જેવી સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.

તમારા ઘરને સુગંધિત કરો : તમે સુગંધિત મીણબત્તીઓ, અગરબત્તીઓ અથવા તેલનો ઉપયોગ કરીને તમારા ઘરને સુગંધિત કરી શકો છો.

perfume | perfume day 2024 | perfume name | perfume for men | perfume for women | perfume day history | perfume day significance
Perfume Day 2024 : પરફ્યૂમની સુગંધની આપણા તન અને મન પર ઉંડી અસર થાય છે. (Photo - freepik)

પરફ્યૂમ નું મહત્વ (Perfume Benefits)

સુગંધ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. તે આપણા મૂડ, લાગણીઓ અને યાદોને પ્રભાવિત કરી શકે છે. સુગંધનો ઉપયોગ વિવિધ રીતે થઈ શકે છે, જેમ કે:

આત્મવિશ્વાસ વધારવા : અમુક સુગંધ તમારો આત્મવિશ્વાસ અને એનર્જી વધારવામાં મદદ કરી શકે છે.

તણાવ - ચિંતા ઘટાડવા : અમુક ખાસ પ્રકારની સુગંધ તણાવ અને ચિંતા ઘટાડવામાં મદદ કરી શકે છે.

એકાગ્રતા વધારવા : કેટલીક સુગંધ તમારી એકાગ્રતા અને યાદશક્તિ વધારવામાં મદદ કરી શકે છે.

રોમેન્ટિક માહોલ બનાવવા : ચોક્કસ સુગંધ રોમેન્ટિક વાતાવરણ બનાવવામાં મદદ કરી શકે છે.

વેલેન્ટાઈન વીક વેલેન્ટાઇન ડે ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips