/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/petroleum-jelly-on-face-facial-moisturizer-benefits-skincare-tips-in-gujarati-1.jpg)
Petroleum Jelly : પેટ્રોલિયમ જેલી મોઇશ્ચરાઇઝર ફાયદા સ્કિન કેર ટિપ્સ (Photo : Canva)
Petroleum Jelly : પેઢીઓથી મોટાભાગના ઘરમાં સ્કિનને હાઈડ્રેટેડ રાખવા માટે પેટ્રોલિયમ જેલી (petroleum jelly) નો ઉપયોગ થાય છે. શિયાળમાં સ્કિન ડ્રાય થઇ જાય છે ત્યારે આપણે આ જેલીનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ શું તે ખરેખર તમારી સ્કિન માટે ફાયદાકારક છે કે નુકશાનકારક, અહીં જાણો,
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/petroleum-jelly-on-face-facial-moisturizer-benefits-skincare-tips-in-gujarati-.jpg)
પેટ્રોલિયમ જેલીના ફાયદા અને મર્યાદા
પેટ્રોલિયમ જેલીની સ્કિનની પર રક્ષણાત્મક અવરોધ બનાવે છે, સ્કિનને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે અને સૂકી હવા અથવા ઠંડા હવામાન જેવા કઠોર પર્યાવરણીય વાતાવરણમાં સ્કિનને રક્ષણ આપે છે. આ ત્વચાના હાઇડ્રેશનમાં વધારો કરે છે. પેટ્રોલિયમ જેલી એ સ્કિનના છિદ્રો દૂર કરવામાં મદદ કરે છે, જે તૈલી સ્કિન ધરાવતા લોકોમાં જોવા મળે છે. વધુમાં, તે મોઇશ્ચરાઇઝર તરીકે કાર્ય કરે છે.
આ પણ વાંચો: Hair Care Tips : અઠવાડિયામાં વાળમાં તેલ આટલું લગાવવું જોઈએ
પેટ્રોલિયમ જેલી આખી રાત લગાવેલી રાખવાથી શું થાય? : ઘણા લોકો હાઇડ્રેશન માટે પેટ્રોલિયમ જેલીના રાત્રે ઉપયોગ કરે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, તે આખી રાત સુધી લગાવી રાખવાથી ફાયદો થઇ શકે છે. પરંતુ ખૂબ જ ઓછો ઉપયોગ કરવો એ ચાવીરૂપ છે, તેનો વધુ પડતો ઉપયોગ કરવાથી ભરાયેલા છિદ્રોનું જોખમ વધે છે.
ડર્મેટોલોજિસ્ટ અનુસાર, જો તમે ઓવરનાઈટ માટે આ જેલીનો ઉપયોગ કરો છો તો ગાલ, અને ટી-ઝોન (કપાળ, નાક અને ચીન ) પર જેલી લગાવાનું ટાળવું જ્યાં સ્કિન વધારે ઓઈલી હોય. પેટ્રોલિયમ જેલીને તમારા રૂટિનમાં સામેલ કરવું જોઈએ. તમારી સ્કિનના ટાઈપને સમજવાનો પ્રયાસ કરો. ડર્મેટોલોજિસ્ટ અનુસાર ડ્રાય સ્કિન પર અથવા મેકઅપ કરતાં પહેલાં થોડી માત્રામાં શરૂ આ જેલી એપ્લાઈય કરવાનું સૂચન કરે છે.
આ પણ વાંચો: Skin care Tips : ગ્લોઈંગ સ્કિન જોઈએ છે? તો આ રીતે ઘરે બનાવો બટાકાનું ફેસપેક
પેટ્રોલિયમ જેલી વૃદ્ધત્વ અથવા હાયપરપીગ્મેન્ટેશન જેવી ચોક્કસ સમસ્યા ઉદભવતી નથી. તમારા ફેસ પર આ જેલીનો ઉપયોગ તમારી સ્કિનના ટાઈપ પર આધારિત છે. ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવાની હંમેશા ભલામણ કરવામાં આવે છે. તેઓ તમારી ત્વચાની જરૂરિયાતોનું મૂલ્યાંકન કરી શકે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us