/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Phone-Addiction-Tips.jpg)
Phone Addiction Tips For Kids: બાળકોની મોબાઇલ લત ખરાબ આદાત છે. (Photo: Freepik)
How To Get Rid Of Mobile Addiction For Child: મોબાઇલ ફોન હાલના સમયમાં જરૂરી બની ગયું છે. જો કે ફોનના જેટલા ફાયદા છે તેટલા નુકસાન પણ છે. આજના સમયમાં નાના બાળકો પણ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. દોઢ વર્ષની વયના બાળકો કવિતાથી લઈને રીલ સુધી જુએ છે. કેટલાક બાળકો ફોનનો ઉપયોગ ખૂબ જ ઓછા સમય માટે કરે છે, પરંતુ ઘણા બાળકો એવા હોય છે જે આખો દિવસ ફોનની રીલ જોતા રહે છે. આવી સ્થિતિમાં, જો તેમને ફોન ચલાવવાની લતથી રોકવામાં નહીં આવે, તો બાળકોને શારીરિક અને માનસિક બંને સમસ્યાઓ થઈ શકે છે.
મોબાઈલ જોવાની લતથી કેવી રીતે છુટકારો મળશે?
બાળકોને સમજાવો
મોબાઇલ ફોનની લત છોડાવવા માટે બાળકોને તેના ફાયદા અને ગેરફાયદા વિશે જણાવો. તેમને એ પણ કહો કે મોબાઇલનો ઉપયોગ કેટલા સમય અને ક્યારે કરવો વધુ સારો છે. સાથે જ એ પણ જણાવો કે અભ્યાસ, રમતગરત, ભોજન કરતી વખતે કે પરિવાર સાથે બેઠાં હોઇયે ત્યારે મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.
ઘરની બહાર રમવા મોકલો
બાળકને ઘરની બહાર રમવા માટે મોકલવો જોઇએ. આઉટડોર ગેમથી બાળકનું સ્વાસ્થ્ય સુધરવાની સાથે સાથે તેના નવા મિત્રો બનશે અને તેમની આસપાસ બનતી ઘટનાઓને પણ જોઈ શકશે. તમે તેમને પુસ્તકો, કોયડાઓ અથવા ઇન્ડોર ગેમ્સ જેવા વિકલ્પો આપી શકો છો.
બાળકની મનપસંદ પ્રવૃત્તિ કરાવો
મોબાઇલ જોવાની આદાત છોડાવવા માટે બાળક પાસે મનપસંદ પ્રવૃત્તિ કરાવો. મનપસંદ પ્રવૃત્તિ વ્યક્ત રહેવાથી બાળકને મોબાઇલની યાદ આવશે નહીં. બાળકને ક્રિકેટ કે બાસ્કેટ બોલ જેવી રમત, સંગીત, ડ્રોઇંગ જેવી કોઇ પ્રવૃત્તિ શિખવવાનો પ્રયાસ કરો.
પુસ્તક વાંચવાની ટેવ પાડો
બાળકમાં પુસ્તક વાંચવાની ટેવ પાડવી જોઇએ. પુસ્તક સાચા મિત્ર સમાન હોય છે. પુસ્તક વાંચવાથી બાળક અભ્યાસમાં તેજસ્વી બને છે, વિવિધ પ્રકારનું જ્ઞાન અને માહિતીમાં વધારો છે.
બાળક સાથે સમય પસાર કરો
બાળક સાથે પુરતો સમય પસાર કરો. આ દરમિયાન ઘરના મોટા વ્યક્તિઓએ મોબાઇલનો ઉપયોગ કરવો નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને તમારા બાળકો સાથે સમય પસાર કરો.
સ્ક્રીન ટાઇમને ટ્રેક કરો
જ્યારે પણ બાળકો મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે, ત્યારે તમારે ફોનના સ્ક્રીન ટાઇમને ટ્રેક કરવો જ જોઇએ. જો બાળક તમારા નિયત સમય કરતા વધારે ફોનનો ઉપયોગ કરતું હોય તો તમે તેને કંટ્રોલ કરો છો.
તમારી જાત પર પણ નિયંત્રણ રાખો
જો તમે તમારા બાળકોમાં મોબાઇલ ફોનની લતથી છુટકારો મેળવવા માંગો છો, તો સૌથી પહેલા તમારે આ વ્યસન છોડવું પડશે. જ્યારે પણ તમે તમારા બાળકો સાથે હોવ, ત્યારે મોબાઇલ ફોનનો ઉપયોગ બિલકુલ કરશો નહીં. તેમની સાથે સમય પસાર કરો અને તેમને કંઈક સારું શીખવો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us