પાઈલ્સની બીમારી સ્ટ્રેસ, ખરાબ ડાયટ અને બગડતી લાઈફ સ્ટાઇલના લીધે થયા છે. આ બીમારીથી આખી દુનિયમાં કરોડો લોકો પરેશાન છે. ખરાબ ડાયટના કારણે તે લોકો કબજિયાતથી હેરાન થતા હોય છે. જો પાઈલ્સનું કારણ છે. કબજિયાતના કારણે પાઈલ્સ (મસા), ભગંદર થાય છે. પાઈલ્સની બીમારીનું મુખ્ય કારણ સોજાયેલી રક્ત વાહિનીઓ છે. પાઈલ્સની બીમારીમાં મળમાર્ગની નસ સોજાઇ જાય છે. પાઈલ્સના કારણે મળદ્વારની અંદર કે બહારની બાજુએ મસા થાય છે જેના લીધે ઘણી વાર લોહી પણ નીકળે છે.
કબજિયાતની ફરિયાદ થતા જોર લવાગતા મસામાંથી લોકી નીકળવાનું શરૂ થઇ જાય છે. ખરાબ ડાયટ આ બીમારીનું મુખ્ય કારણ છે, ડાયટમાં ફ્રાઇડફુડ, ઓઈલી મસાલેદાર ફૂડ, આલ્કોહોલ, ડેરી પ્રોડક્ટ, રિફાઇન્ડ ગ્રેન અને વધારે એ મીઠું ખાવાની આ બીમારી વધી શકે છે.
પાઈલ્સની બીમારીને કંટ્રોલ કરવી હોય તો કબજિયાતની બીમારીને કંટ્રોલ કરવી જરૂરી છે. પાઈલ્સને કંટ્રોલ કરવા માટે અજમાનું સેવન ખુબજ અસરકારક સાબિત થાય છે. પાચન માટે અજમાનું સેવન ખુબજ ફાયદાકારક છે, તેનું સેવન ભૂખ લગાડે છે. પેટનો દુખાવો અને પગના દુખાવાને દૂર કરવામાં અજમો મદદગાર સાબિત થાય છે.
અજમો એક એવા મસાલા માનો એક છે જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. જો કે અમેરિકામાં થયેલ રિસર્ચ મુજબ કહેવાય છે કે અજમો ઘણી બીમારીઓની સારવારમાં ફાયદાકારક છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ કહ્યું કે અજમમાં એવા તત્વો હાજર છે જે ખતરનાક બીમારીઓની સારવારમાં ઉપયોગી છે. રિર્સચ મુજબ અજમમાં એન્ટાસ્પાઝમોડીક અને કર્મીનેટિવ ગુણ હાજર છે જેનાથી પાઈલ્સની સમસ્યાના ઉપચારમાં ફાયદાકારક છે.
પાઈલ્સને કંટ્રોલ કેવી રીતે કરાય:
પાઇલ્સમાં ઉપયોગી અજમાના બીજમાં લેક્સેટિવ તત્વ ભરપૂર હોય છે જે પાઈલ્સની સમસ્યાને દૂર કરવામાં અસરદારકે સાબિત થાય છે. અજમાનું તેલનો ઉપયોગ પાઈલ્સ વાળી જગ્યા પર કરવાથી દુખાવામાં રાહત થાય છે.
અજમાનું સેવન કેવી રીતે કરવું:
અજમાનું સેવન કરવા માટે તેને રાત્રે પાણીમાં પલાળીને રાખવું અને સવારે આ પાણી પીવાથી તમને કબજિયાતમાં રાહત થાય છે અને પાઇલ્સ પણ કન્ટ્રોલમાં રહે છે. અજમો અને હિંગને તવા પર શેકીને ખાવાથી પાઈલ્સના લક્ષણોમાં રાહત થશે. ફાઈબરથી ભરપૂર અજમો સ્વાસ્થ્યને ફાયદો કરે છે, ખોરાકમાં અજમાનું સેવન કરવાથી પણ પાઇલ્સના લક્ષણો દૂર કરવામાં મદદ કરે છે.