Pineapple Chutney Recipe: પાઇનેપલ ચટણી ઉનાળામાં શરીરને આપશે ઠંડક, જાણો ઘરે બનાવવાની પરફેક્ટ રીત

Pineapple Chutney Recipe In Summer : ઉનાળામાં ફ્રુટ્સ ચટણી ટેસ્ટ અને હેલ્થ માટે ઉત્તમ રહે છે. જો તમને ફળ ખાવા પસંદ ન હોય તો પાઇનેપલ ચટણી ટ્રાય કરી શકાય છે. આ ખટમીઠી પાઇનેપલ ચટણી નાના બાળકોને પણ ખાવી જરૂર ગમશે.

Pineapple Chutney Recipe In Summer : ઉનાળામાં ફ્રુટ્સ ચટણી ટેસ્ટ અને હેલ્થ માટે ઉત્તમ રહે છે. જો તમને ફળ ખાવા પસંદ ન હોય તો પાઇનેપલ ચટણી ટ્રાય કરી શકાય છે. આ ખટમીઠી પાઇનેપલ ચટણી નાના બાળકોને પણ ખાવી જરૂર ગમશે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
pineapple chutney recipe | pineapple chutney with red chilli | pineapple recipe

Pineapple Chutney Recipe: પાઇનેપલ ચટણી, પ્રતિકાત્મક તસવીર. (Photo: Freepik)

Pineapple Chutney Recipe In Summer : ઉનાળાની ગરમીમાં શરીર ઠંડુ રાખવા માટે ફળ ખાવામાં આવે છે. ઉનાળામાં ફળ ખાવાથી શરીરને જરૂરી પોષક તત્વો મળી રહે છે અને પાણીની ઉણપ નથી થતી. ઘણા લોકોને ફળ ખાવા ગમતા નથી. આથી આવા લોકો ફ્રુટ્સ ચાટ કે ચટણી બનાવીને પણ શકે છે. અહીં એક યુનિક ફ્રૂટ ચટણી પાઇનેપલ ચટણીની રેસીપી આપી છે. આ ચટણી ખાવાથી શરીરમાં ઠંડક રહે છે. પાઇનેપલની ચટણી ખટમીઠી હોય છે, આથી નાના બાળકોને પણ ખાવી ગમે છે. ચાલો જાણીયે પાઇનેપલ ચટણી બનાવવાની પરફેક્ટ રીત

Advertisment

ચટણી સ્વાદમાં તીખી ટમટમતી હોય છે. આપણા ઘરે મોટાભાગે લસણની ચટણી, લાલ અને લીલા મરચાની ચટણી, ફુદીનાની ચટણી, કેરીની ચટણી બને છે. અહી પાઇનેપલ ચટણી બનાવવાની રેસીપી આપી છે.

પાઇનેપલ ચટણી બનાવવા માટે સામગ્રી

પાઇનેપલ - 2 કપ
કોપરું કે નારિયેળ - 1 કપ
લાલા મરચા - 2 નંગ
આદું - 1 નાનો ટુકડો
પાણી 1/2 કપ
સુકા લાલ મરચા - 2 નંગ
સરસવના કુરિયા - 1 ચમચી
દહીં - 1 કપ
તેલ - 1 ચમચી
મીઠા લીમડાના પાન
મીઠું સ્વાદ અનુસાર

Pineapple Chutney Recipe : પાઇનેપલ ચટણી બનાવવાની રીત

  • પાઇનેપલની છાલ ઉતારી નાના નાના ટુકડા કરી લો
  • એક પેનમાં પાણી નાંખી પાઇનેપલ, લાલ મરચા, આદું સહેજ બાફી લો. બાફતી વખતે 1 ચમચી મીઠું નાંખવાથી ઝડપથી બફાઇ જશે.
  • પાઇનેપલ નરમ અને સોફ્ટ થાય ત્યાં સુધી બાફવું
  • બફાઇ ગયા બાદ આદુનો ટુકડો બહાર કાઢી લો
  • નારિયેળ, સરસવના કુરિયા અને લાલ મરચા મિક્સર જારમાં પેસ્ટ બનાવી લો
  • આ દરમિયાન દહીંને સારી ફેટી લો.
  • હવે એક બીજા પેનમાં તેલ ગરમ કરો, તેમા મીઠો લીમડો, સરસવના કુરિયા, લાલ મરચાનો તકડો લગાવો.
  • ત્યાર પછી પેનમાં લાલ મરચા અને નારિયેળની પેસ્ટ સહેજ સાંતળી લો.
  • છેલ્લે બાફેલા પાઇનપેલમાં લાલ મરચા અને નારિયેળની પેસ્ટ ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.
  • તમારી ટેસ્ટી પાઇનપેલ ચટણી તૈયાર છે.
  • પાઇનેપલ ચટણી પરાઠા, ઢેબરા કે અપ્પન સાથે ખાવાની મજા પડશે.
Advertisment
રેસીપી જીવનશૈલી