/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/03/Drinking-Water-in-Plastic-Bottles.jpg)
Side Effects Of Drinking Water in Plastic Bottles : પ્લાસ્ટીકની બોટલ માંથી પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. (Photo: Freepik)
Side Effects Of Drinking Water in Plastic Bottles : પ્લાસ્ટીકનો ઉપયોગ હવે આપણા રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. રસોડાના વાસણોથી લઈને પાણીની બોટલો સુધી, દરેક જગ્યાએ પ્લાસ્ટીકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પ્લાસ્ટીકનો ઉપયોગ દરેક જગ્યાએ કપ, પ્લેટ અથવા સ્ટ્રોમાં થઈ રહ્યો છે.
જો કે ભારત સરકાર પ્લાસ્ટીક પ્રદૂષણથી બચવા માટે લોકોને સતત જાગૃત કરી રહી છે. આમ છતાં પ્લાસ્ટિકનો ઉગ્ર ઉપયોગ થઈ રહ્યો છે. લોકો પ્લાસ્ટિકની બોટલમાં પાણી પીવે છે, પરંતુ શું તમે જાણો છો કે પ્લાસ્ટીકની બોટલોમાં તમે પાણી પી રહ્યા છો તે ગંભીર બીમારીનું કારણ પણ બની શકે છે.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના સમાચાર અનુસાર, પાણી ભરવા માટે ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકની બોટલો ફ્લોરાઇડ, આર્સેનિક અને બીપીએ જેવા હાનિકારક રસાયણોને મુક્ત કરે છે, જે કેન્સર, ડાયાબિટીસ અને નબળી રોગપ્રતિકારક શક્તિ વગેરે જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. ચાલો તમને જણાવીએ કે પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવાથી કઇ સ્વાસ્થ્ય સમસ્યા થઇ શકે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
હાનિકારક પદાર્થ
પ્લાસ્ટીકમાં રહેલા હાનિકારક કેમિકલ ઉપરાંત પ્લાસ્ટિકની બોટલમાં પાણી ભરવા ફ્લોરાઇડ, આર્સેનિક અને એલ્યુમિનિયમ જેવા હાનિકારક પદાર્થો પણ નીકળે છે, જે માનવ શરીર માટે ઝેરી હોઈ શકે છે. તેથી પ્લાસ્ટીકની બોટલમાંથી પાણી પીવાનો અર્થ છે ધીમું ઝેર પીવું, જે ધીમે ધીમે તમારું સ્વાસ્થ્ય બગાડશે.
ડાયોક્સિન પ્રોડક્ટ
ગરમ વાતાવરણમાં પ્લાસ્ટીક પીગળી જાય છે અને આપણે ઘણીવાર ડ્રાઇવિંગ કરતી વખતે પાણી ભરેલી પ્લાસ્ટિકની બોટલો રાખીએ છીએ અને કેટલીકવાર તેને કારમાં છોડી દઈએ છીએ. જ્યાં તે સીધા જ સૂર્યના સંપર્કમાં આવે છે. આમ પ્લાસ્ટીકની બોટલમાં પાણી ગરમ થવાથી ડાયોક્સિન નામનું ઝેર બહાર નીકળે છે, જે પીવાથી બ્રેસ્ટ કેન્સર થવાનું જોખમ રહે છે.
ડાયાબિટીસ
બિસ્ફેનોલ એ એક ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ છે જેનો ઉપયોગ પ્લાસ્ટિક બનાવવા માટે થાય છે જે ડાયાબિટીસ, મેદસ્વીપણા અને પ્રજનન સમસ્યાઓનું કારણ બની શકે છે. પ્લાસ્ટીકની બોટલમાં રાખેલું પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
વિટામિનયુક્ત પાણી
આજકાલ મોટાભાગનું પાણી પ્લાસ્ટીકની બોટલોમાં આવે છે અને ઉત્પાદકો ખરીદદારોને આકર્ષવા માટે તેના સ્વાસ્થ્ય લાભો વધારવા માટે તેમાં વિટામિન્સ ઉમેરે છે, પરંતુ તે વધુ ખરાબ છે કારણ કે તેમાં કલર અને હાઇ ફ્રક્ટોઝ કોર્ન સિરપ જેવા આરોગ્ય માટે નુકસાનકારક તત્વો હોય છે.
રોગપ્રતિકારક શક્તિ
પ્લાસ્ટીકની બોટલમાં પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ પર ખૂબ જ ખરાબ અસર પડે છે. પ્લાસ્ટીકની બોટલમાંથી નીકળતા કેમિકલ્સ આપણા શરીરમાં જાય છે અને આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિને નુકસાન પહોંચાડે છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us