PM Narendra Modi Fitness Secrets : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 75મો જન્મદિવસ છે. પીએમ મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર, 1950માં ગુજરાતના વડનગર ખાતે થયો હતો. તેમની જીવનશૈલી હંમેશા લોકો માટે પ્રેરણારૂપ રહી છે. તેમનું જીવન સાદગી અને શિસ્તથી ભરેલું છે. ચાલો જાણીયે આટલી ઉંમરે પણ તેઓ પોતાને કેવી રીતે સ્વસ્થ્ય અને તંદુરસ્ત રાખે છે.
પીએમ મોદી માટે શિસ્તતા મહત્વપૂર્ણ
75 વર્ષની ઉંમરે પીએમ મોદી આખો દિવસ ઊર્જાવાન રહે છે અને સતત દેશની સેવામાં વ્યસ્ત રહે છે. તે પોતાની શિસ્તબદ્ધ દિનચર્યાને ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. આ જ કારણ છે કે તેઓ ખૂબ વ્યસ્ત અને લાંબા સમય સુધી કામ કર્યા પછી પણ થાક અનુભવતા નથી.
પીએમ મોદીનો જન્મ ક્યારે થયો હતો?
17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગરમાં જન્મેલા પીએમ મોદીનું બાળપણ ખૂબ જ સામાન્ય હતું. જો કે, સામાન્ય પ્રચારક હોવા છતાં, તેઓ પ્રથમ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને બાદમાં 26 મે 2014ના રોજ પ્રથમ વખત દેશના વડા પ્રધાન બન્યા.
એક સામાન્ય પ્રચારકથી લઈને મુખ્યમંત્રી અને હવે પ્રધાનમંત્રી સુધી, તેમની યાત્રા દરેક માટે પ્રેરણારૂપ છે. આ લેખમાં અમે તમને પીએમ મોદીની લાઇફસ્ટાઇલ, ફિટનેસ અને દિનચર્ચા વિશે જણાવીશું, જેને તમે પણ ફોલો કરી શકો છો.
પીએમ મોદી કેટલો સમય ઊંઘે છે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે કહે છે કે, તેઓ રાત્રે માત્ર ત્રણ થી ચાર કલાક જ ઊંઘ લે છે. તેઓ આગળ કહે છે કે આટલી ઓછી ઊંઘ લીધા પછી પણ તેમને ઊંઘની કમી અનુભવાતી નથી અને આખો દિવસ ઊર્જાવાન રહે છે.
પીએમ મોદી ફિટ રહેવા માટે શું કરે છે?
પ્રધાનમંત્રી પોતાને ફિટ રાખવા માટે યોગનો આશરો લે છે. તેઓ સવારે 4 વાગ્યે ઉઠે છે અને યોગ કરે છે. આ દરમિયાન તેઓ સૂર્ય નમસ્કાર અને ધ્યાન પ્રાણાયામ કરે છે. પીએમ મોદી દિવસમાં ઘણી વખત ઊંડા શ્વાસોશ્વાસ લે છે. તેનાથી શરીરને ઉર્જા મળે છે. ‘નરેન્દ્ર મોદી: ધ ગેમચેન્જર’ના લેખક સુદેશ વર્માના જણાવ્યા અનુસાર, જ્યારે વડા પ્રધાન ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેઓ તેમની સવારની શરૂઆત ચાલીને કરતા હતા. તેમની આ આદત આજે પણ છે.
પીએમ મોદી સાંજે 6 વાગ્યા પછી કંઇ ખાતા નથી
પીએમ મોદીએ પોતાના દિવસની શરૂઆત યોગથી કરે છે, ત્યાર પછી તેઓ નાસ્તો કરે છે. સવારના નાસ્તામાં તેઓ આદુ વાળી ચા અને બાફેલા અથવા શેકેલી ચીજનું સેવન કરે છે. પીએમ મોદી સાંજે 6 વાગ્યા પહેલા જમી લે છે. સાંજે 6 વાગ્યા પછી, તેઓ કંઇ ખાતા નથી.
પીએમ મોદી ઉપવાસ પણ કરે છે
પીએમ મોદી પણ સમયાંતરે ઉપવાસ કરે છે. વડાપ્રધાન મોદી કહે છે કે ઉપવાસ તેમની ઇન્દ્રિયોને વધુ સક્રિય બનાવે છે અને વિચારવાની ક્ષમતામાં વધારો કરે છે. તે કહે છે કે ઉપવાસ એ એક પ્રાચીન પ્રથા છે જેણે તેમનું જીવન બદલી નાખ્યું છે.
આ પણ વાંચો | PM મોદીની સંપત્તિ 1 વર્ષમાં ₹ 43 લાખ વધી, શેર કે મ્યુચ્યુઅલ નહીં અહીં કર્યું છે સૌથી વધુ રોકાણ
ઉપવાસ દરમિયાન તેમનું મન બોક્સની બહાર વિચારવાનું શરૂ કરે છે અને તેમની ઇન્દ્રિયો તીક્ષ્ણ બને છે. ઉપવાસ કરતા પહેલા પીએમ મોદી શરીરને ડિટોક્સ કરવા અને શરીરને તૈયાર કરવા માટે પુષ્કળ પાણી પીવે છે.





