Poha For Weight Loss : પૌવા ખાઇને વેઇટ લોસ કરી શકાય? પૌવા બનાવતી વખતે એક વાતનું ધ્યાન રાખો, નહીંત્તર નુકસાન થશે

Poha Weight Loss Food : વેઇટ લોસ માટે લોકોએ ખાણીપીણીમાં બહુ ધ્યાન રાખવું પડે છે. પૌવામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે

Poha Weight Loss Food : વેઇટ લોસ માટે લોકોએ ખાણીપીણીમાં બહુ ધ્યાન રાખવું પડે છે. પૌવામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન હોય છે, જે શરીર માટે ફાયદાકારક છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
weight loss tips | weight loss food Tips | poha benefits | Poha in Breakfast | poha benefits in weight loss

વેઇટ લોસમાં પૌવા ખાવાથી ઘણો ફાયદો થઇ શકે છે પણ અમુક બાબતો ધ્યાનાં રાખવ જરૂરી છે. (Photo : Canva)

Weight Loss Food Tips And Poha Health Benefits : આજના સમયમાં બેઠાડું જીવન અને ઓફિસની અંદર ખુરશીમાં લાંબા સમય સુધી બેસી રહેવાના કારણે મોટાભાગના લોકોની શારીરિક પ્રવૃત્તિ ઓછી થઈ ગઈ છે. તે ઉપરાંત, તેમની બિનઆરોગ્યપ્રદ આહારની આદતો ઘણી ગંભીર સમસ્યાઓનું કારણ બની રહી છે. આમાં સ્થૂળતા એક સામાન્ય સમસ્યા છે. વધતું વજન મોટાભાગના લોકો માટે માથાનો દુખાવો બની ગયું છે, જેનાથી છુટકારો મેળવવા માટે લોકો તમામ પ્રયાસો કરી રહ્યા છે. જો કે, આ સમસ્યા એવી છે કે વજન જેટલી ઝડપથી વધે છે, તેટલું ઝડપથી ઘટાડવું મુશ્કેલ છે. જો તમે પણ આવી જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે.

Advertisment

હેલ્થ એક્સપર્ટ્સ વેઇટ લોસ માટે શારીરિક પ્રવૃત્તિ ખૂબ જ જરૂરી ગણાવે છે. જો કે, જો સમયના અભાવે તમે કસરત કરી શકતા નથી અથવા તમે તમારા દિવસના 8 થી 9 કલાક એક જગ્યાએ બેસીને પસાર કરો છો, તો તમે તમારા આહાર પર ધ્યાન આપીને વધતા વજનની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. એવી ઘણી ખાદ્ય ચીજો છે, જેનું સેવન તમને ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. આ લેખમાં અમે તમને આવી જ એક ખાસ વાત વિશે જણાવી રહ્યા છીએ.

વેઇટ લોસ માટે ખાસ ચીજ (Weight Loss Food Tips)

હકીકતમાં અમે અહીં પૌવા વિશે વાત કરી રહ્યા છીએ. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઝડપથી વજન ઘટાડવા માટે પૌવા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. પૌવામાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામીન, એન્ટીઓક્સીડેન્ટ અને આયર્ન હોય છે, જે તમને ઘણા સ્વાસ્થ્ય લાભો આપી શકે છે.

પૌવાથી શરીરનું વજન ઘટાડી શકાય? (Poha Health Benefits And Nutritional)

ઉપરોક્ત જણાવ્યા મુજબ, પૌવા ફાઈબરનો સારો સ્ત્રોત છે. તેમજ ફાઈબરથી ભરપૂર ખોરાક તમારું પેટ લાંબા સમય સુધી ભરેલુ રાખે છે. આવી સ્થિતિમાં, તમને વારંવાર ભૂખ નથી લાગતી અને તમે ઓછી કેલરીનું સેવન કરો છો. આમ તમે ઓછું ખાવો છે અને તે ઝડપી વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

Advertisment

ઉપરાંત પૌવામાં સારી માત્રામાં પ્રોટીન હોય છે જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. હકીકતમાં વધારે પ્રોટીન ખાવાથી ચયાપચય વધે છે અને ખાવાની તૃષ્ણા પણ ઓછી થાય છે, જેના કારણે તમને ઝડપથી કંઈપણ ખાવાનું મન થતું નથી અને આ રીતે તમારું વજન ઘટવા લાગે છે.

તેમજ હેલ્થ ન્યુટ્રીશન એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, પૌવામાં ખૂબ જ ઓછી કેલરી પણ હોય છે, તેથી તેનું સેવન તમને તમારી વજન ઘટાડવાની યાત્રામાં ફાયદો પહોંચાડી શકે છે. જોકે આ માટે એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.

આ પણ વાંચો | મગની દાળ ખાવાના આ ફાયદા,સગર્ભા સ્ત્રીઓએ કેટલું કરી શકે સેવન?

વેઇટ લોસ માટે કઇ બાબતો ધ્યાનમાં રાખવી (Weight Loss Tips)

નાસ્તામાં પૌવા ખાવાથી તમે દિવસભર ઉર્જાવાન અનુભવો છો. તમે પૌવાને ઘણી બધી શાકભાજી સાથે મિક્સ કરીને બનાવી શકો છો. જો કે પૌવામાં બટાકાનો સમાવેશ ન કરવો. બટાકામાં કેલેરી વધુ હોય છે, જે વજન ઘટાડવાને બદલે તેને વધારે છે. જો બટાકાને તળેલા અથવા શેકવામાં આવે છે, તો તેમાં કેલરી સામગ્રી 5 ગણી વધી જાય છે, જે વજન ઘટાડવાની યોજનાને સંપૂર્ણપણે બગાડી શકે છે.

(Disclaimer : આ લેખમાં લખેલી સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ પ્રકારની સમસ્યા અથવા પ્રશ્ન માટે, ડૉક્ટરની અચૂક સલાહ લેવી.)

જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ health tips