Oil Free Poha Suji Cutlet Recipe In Gujarati : સવારે હળવો, પૌષ્ટિક, સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય તેવા નાસ્તા વિચારી રહ્યા છે તો, પૌઆ સોજી કટલેટ તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ હોઈ શકે છે. તે બનાવવું ખૂબ જ સરળ છે, નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો દરેકને તેનો સ્વાદ ગમશે. તેમા પૌષ્ટિક અનાજ અને મસાલાનો ઉપયોગ થાય છે. સોજીના સ્વાદ સાથે પૌઆના પૌષ્ટિક તત્વોનું મિશ્રણ કટલેટને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. ચાલો જાણીયે પૌઆ સોજી કટલેટ બનાવવાની રીત
પૌઆ સોજી કટલેટ બનાવવા માટે સામગ્રી
પૌઆ પાણીમાં પલાળો
સૌ પ્રથમ પૌઆ સારી રીતે ધોઈ, તેમાથી બધું જ પાણી નીકાળી દો. હવે પૌંઆને 1/4 કપ પાણીમાં પલાળીને રાખો. આમ કરવાથી પૌઆ સારી રીતે નરમ થઈ જશે.
સોજી અને દહીંનું ખીરું બનાવો
હવે તમારે એક બાઉલમાં સોજી લો, પછી તેમા અડધો કપ દહીં અને 1/4 કપ પાણી ઉમેરો. બધી સામગ્રી સારી મિક્સ કરી તેને 15 થી 20 મિનિટ સુધી રહેવા દો. જેથી સોજી પાણી શોષી લેશે અને ફુલીને નરમ થઇ જશે.
પૌઆ સોજી કટલેટ બનાવો
પાણીમાં પલાળેલા પૌઆ હાથ વડે મસલીને નરમ લોટ જેવું બનાવો. તેમા દહીં મિશ્રિત સોજી ઉમેરી. પછી તેમા તમારા સ્વાદ અનુસાર મીઠું, તલ, ઝીણા સમારેલું લીલું કોથમીર અને લીલા મરચા, વિવિધ મસાલા અને લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી નરમ લોટ જેવું તૈયાર કરો. આ મિશ્રણ માંથી નાની ગોળ કે દિલ આકારની કટલેટ બનાવો.
કટલેટમાં બાફો
ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરો. પછી તેમા એક વાસણ મૂકી પૌઆ સોજી કટલેટને 10 થી 12 મિનિટ સુધી પાણીની વરાળમાં બાફો. આની માટે ઇટલીના કુકરના પણ ઉપયોગ કરી શકાય છે.
કટલેટમા તડકો લગાવો
હવે એક કઢાઇમાં તેલ ગરમ કરો. તેમા રાઇ અને મીઠા લીમડાનો તડકો લગાવો. પછી તેમા સફેદ તલ અને લીલા મરચાં ઉમેરો. હવે આ મસાલો બાફેલા પૌઆ સોજી કટલેટ પર રેડો. તેની ઉપર તાજુ લીલું કોથમીર ઉમેરી ગાર્નિશ કરો.
પૌઆ સોજી કટલેટ ચટણી સાથે સર્વ કરો
આ રીતે ઘરે બનાવલી પૌઆ સોજી કટલેટ લીલા મરચા અને ફદીનાની ચટણી અને કોકોનટ ચટણી કે ટામેટા સોશ સાથે સર્વ કરો. પૌઆ સોજી કટલેટ સવાર અને સાંજના નાસ્તામાં પણ ખાઇ શકાય છે.





