Health Tips: સવારે નાસ્તા માટે પૌવા કે ઉપમા, શું ખાવાથી વેટ લોસ થશે અને ભૂખ ઓછી લાગશે

Poha vs Upma Morning Breakfast Foods Tips: સવારા નાસ્તામાં મોટાભાગના લોકો પૌવા કે ઉપમા ખાય છે. પૌવા ફાઇબરથી ભરપૂર હોય છે જ્યારે ઉપમા શરીરને એનર્જી આપે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બંને માંથી ક્યો નાસ્તો શ્રેષ્ઠ છે ચાલો જાણીયે

Poha vs Upma Morning Breakfast Foods Tips: સવારા નાસ્તામાં મોટાભાગના લોકો પૌવા કે ઉપમા ખાય છે. પૌવા ફાઇબરથી ભરપૂર હોય છે જ્યારે ઉપમા શરીરને એનર્જી આપે છે. મોર્નિંગ બ્રેકફાસ્ટ માટે બંને માંથી ક્યો નાસ્તો શ્રેષ્ઠ છે ચાલો જાણીયે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Poha vs Upma | Morning Breakfast Foods Tips | Poha Benefits | Upma Benefits | Health tips

Poha vs Upma Morning Breakfast Foods Tips: પૌવા અને ઉપમા સવારે નાસ્તા માટે લોકપ્રિય વાનગી છે. (Social Media)

Poha vs Upma Morning Breakfast Foods Tips: સવારનો નાસ્તો એ દિવસનો સૌથી મહત્વપૂર્ણ આહાર છે. સવારે નાસ્તો ન કરવાથી શરીર પર આડઅસર થાય છે અને ઘણી બીમારીઓને આમંત્રણ આપવાનું કામ કરે છે. શરીરને એનર્જી આપવા અને શરીરના તમામ અંગોને બૂસ્ટર સ્ટાર્ટ આપવા માટે સવારે નાસ્તો કરવો જરૂરી છે. પરંતુ, આજે આપણે વાત કરીશું કે બ્રેકફાસ્ટ માટે પૌંઆ કે ઉપમા બંને માંથી વધુ સારો વિકલ્પ કયો છે. ખરેખર તો આ બંને વસ્તુઓ સામાન્ય રીતે લોકોના ઘરમાં બનતી હોય છે અને લોકો તેને રોજ ખાવાનું પસંદ કરે છે.

Advertisment

પૌવા ખાવાના ફાયદા

પૌવા લોકપ્રિય નાસ્તો છે. નાસ્તામાં પૌંઆ ખાવાથી ઘણા ફાયદા થાય છે. પૌવા લો-કેલરી પણ હાઈ ફાઈબર ધરાવતો ખોરાક છે. પૌવામાં ટામેટા ડુંગળી અને સીંગદાણા અને વિટામીન સીથી ભરપૂર લીંબનો રસ ઉમેરવામાં આવે છે. પૌવામાં સારી માત્રામાં આયર્ન હોય છે અને તે ગ્લૂટેન ફ્રી હોય છે, તેથી દરેક વ્યક્તિ તેને ખાઈ શકે છે અને તે દરેક માટે ફાયદાકારક છે. તે પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે. પૌવા શરીરને એનર્જી આપવાની સાથે ભૂખને નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. પૌવા બોડી વેટ કન્ટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઉપમા ખાવાના ફાયદા

નાસ્તામાં ઉપમા ખાવાના ઘણા ફાયદા છે. ઉપમા ઝડપથી તૈયાર થતો નાસ્તો છે અને બાળકોને પણ તે ખાવાનું ગમે છે. ઉપમામાં પ્રોટીનનું પ્રમાણ વધારે હોય છે અને તેમાં વિટામિન બી પણ હોય છે. ઉપરાત ઉપમા ખાવાથી શરીરને ભરપૂર એનર્જી મળે છે. તેમજ ઇન્સ્ટન્ટ એનર્જી મેળવવા માટે આ બેસ્ટ બ્રેકફાસ્ટ છે.

પૌવા V/s ઉપમા: સવારે નાસ્તામાં શું ખાવું?

જો તમે નાસ્તામાં પૌવા અને ઉપમા બંનેની તુલના કરો છો, તો પૌવામાં ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, તેથી તે વેટ લોસ કરનાર લોકો માટે યોગ્ય છે. ઉપરાંત 100 ગ્રામ પૌવામાં 130-150 કેલરી હોય છે જ્યારે 100 ગ્રામ ઉપમામાં 208 કેલરી હોય છે. પૌવામાં શાકભાજી વધુ હોય છે જ્યારે ઉપમામાં ઓછી હોય છે. પૌવા ગ્લુટેન મુક્ત છે પણ ઉપમા નથી. આ ઉપરાંત પૌવા ખાવાથી પેટ ભરાય છે અને જલ્દી ભૂખ લાગતી નથી. તદનુસાર, નાસ્તામાં પૌઆ એક સારો વિકલ્પ છે.

Advertisment
જીવનશૈલી health tips