Hooded Pitohui : ઝેરીલા સાપ કે અન્ય પ્રાણી વિશે તો બધાએ સાંભળ્યું હશે પરંતુ શું તમે કોઇ ઝેરીલા પક્ષી વિશે સાંભળ્યું છે. અમે અહીં એક ઝેરીલા પક્ષી વિશે જણાવીશું જેને દુનિયાનું સૌથી ઝેરીલું પક્ષી માનવામાં આવે છે. આ પક્ષીનું નામ હૂડેડ પિટોહુઈ છે. ન્યુ ગિનીના જંગલોમાં આ પક્ષી રહે છે. ન્યુ ગિની એ ઇન્ડોનેશિયાની પૂર્વમાં દક્ષિણ પેસિફિક મહાસાગરમાં સ્થિત એક ટાપુ છે.
હૂડેડ પિટોહુઈ પૃથ્વી પરના થોડા પક્ષીઓમાંથી એક છે જે તેના પીંછા અને ચામડીમાં ઝેર વહન કરવા માટે જાણીતા છે. તેનો આકર્ષક કાળો અને નારંગી રંગ ફક્ત દેખાડો માટે નથી તે શિકારીઓને દૂર રહેવાની ચેતવણી છે. રસપ્રદ વાત એ છે કે પિટોહુઈના તેજસ્વી રંગો ચેતવણીના સંકેત તરીકે કામ કરે છે.
આ પક્ષી પોતે ઝેર બનાવતું નથી જંગલી ભમરા ખાઇને ઝેર બને છે
આ હૂડેડ પિટોહુઈને અસામાન્ય બનાવે છે તેમા રહેલું છે ઝેર. બેટ્રાકોટોક્સિન, એક રસાયણ જે ઉચ્ચ માત્રામાં સુન્નતા અને લકવો પણ લાવી શકે છે. આ પક્ષી પોતે ઝેર બનાવતું નથી. વૈજ્ઞાનિકો માને છે કે તે જંગલી ભમરા ખાસ કરીને કોરેસીન નામના ભમરામાં ખાય છે તેમાંથી ઝેર બને છે.
આ પક્ષીને સ્પર્શ કરવાથી તમારી ત્વચામાં ઝણઝણાટ અથવા સુન્નતા આવી શકે છે અને ક્યારેક મોત પણ થઇ શકે છે. જે ન્યુ ગિનીના સ્થાનિક લોકો પેઢીઓથી જાણે છે. તેઓ ઘણીવાર તેને કચરો પક્ષી કહે છે કારણ કે તે ખાવા માટે સલામત નથી.
હૂડેડ પિટોહુઈ સમુદ્ર સપાટીથી લઈને પર્વતીય ટેકરીઓ સુધીના જંગલ વિસ્તારોમાં રહે છે. તેઓ સામાજિક પક્ષીઓ છે અને ઘણીવાર નાના જૂથોમાં મુસાફરી કરે છે. ફળો, બીજ અને જંતુઓ જેવા ખોરાક માટે અન્ય પ્રજાતિઓ સાથે ભળી જાય છે. તેઓ એકબીજાને તેમના બચ્ચાંને ઉછેરવામાં મદદ કરવા માટે પણ જાણીતા છે, જેને સહકારી સંવર્ધન કહેવાય છે.
હૂડેડ પિટોહુઈ પક્ષી વિશે એક પરિયચ
- હૂડેડ પિટોહુઈ એ ન્યુ ગિનીમાં જોવા મળતું ગીત સોંગબર્ડ છે, જેનું વૈજ્ઞાનિક નામ પિટોહુઈ ડાઇક્રોસ છે.
- પિટોહુઈની લગભગ છ પ્રજાતિઓ છે, જેમાંથી હૂડેડ પિટોહુઈ સૌથી ઘાતક છે.
- તે દસ્તાવેજીકૃત થયેલ પ્રથમ ઝેરી પક્ષી છે.
- હૂડેડ પિટોહુઈનું પેટ લાલ રંગનું હોય છે, જ્યારે તેનું માથું, પાંખો અને પૂંછડી કાળા રંગની હોય છે. તેના પગ મજબૂત અને ચાંચ શક્તિશાળી હોય છે.