scorecardresearch

ફિટનેસ : આ ફૂડ્સ તમારા પ્રિ-વર્કઆઉટ અને પોસ્ટ-વર્કઆઉટ માટે છે યોગ્ય

મેક્રોન્યુટ્રિઅન્ટ જેમ કે, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ જે આપણા શરીરની વર્કઆઉટ પછીની રિકવરીમા મદદગાર છે.

post-work-out-meals
વર્કઆઉટ પછી ભોજન

ફિટનેસ ઉત્સાહીઓ તેમનું હેલ્થ મેન્ટેઇન રાખવા માટે સમર્પિત રીતે વર્કઆઉટ કરે છે, તેવી જ રીતે, તેઓ ઇચ્છિત પરિણામ હાંસલ કરવા માટે જરૂરી સાધનસામગ્રી, ટેકનીક, ટ્રેનિંગ યોગ્ય સેટ સાથે વર્ક આઉટ કરવાના મહત્વને પણ સમજે છે,આ ઉપરાંત, ફિઝિકલ એકટીવીટીઝ પહેલાં અને પછી બંને માટે તેઓ પોષણનું મહત્વ પણ સમજે છે. જેમ કે, વર્કઆઉટ પછીના નાસ્તાના મહત્વને શેર કરતા, ન્યુટ્રિશનિસ્ટ લવનીત બત્રાએ Instagram પર લખ્યું હતું કે, “જ્યારે વર્કઆઉટ કરવામાં આવે છે, ત્યારે તમારા લક્ષ્યો સુધી પહોંચવામાં ન માત્ર વર્ક આઉટ પરંતુ યોગ્ય ડાયટ પણ જરૂરી છે. તેના ભાગરૂપે, તમે તમારા વર્કઆઉટ પછીના ભોજન પર વિચાર કરવો જોઈએ. કસરત કર્યા પછી યોગ્ય પોષક તત્વોનું સેવન કરવું એ પહેલા ખાવું જેટલું જ મહત્વનું છે. વર્કઆઉટ પછી તમારા શરીરની પોષક જરૂરિયાતો અલગ હોય છે અને તમારા શરીરને રિકવરી માટે અને મસલ્સ બનાવવામાં મદદ કરે તેવું ડાયટ લેવું જરૂરી છે.”

3 બેસ્ટ પોસ્ટ વર્કઆઉટ સ્નેકસ

બત્રા અનુસાર, આ 3 બેસ્ટ પોસ્ટ વર્કઆઉટ સ્નેક્સ છે:

  • 1 વાટકી બાફેલા ચણા + છાશ
  • 100 ગ્રામ ટોફુ સ્ક્રેમ્બલ + 1 ટીસ્પૂન શેકેલા તલ અને ફ્લેક્સસીડ
  • 100 ગ્રામ પનીર

આ પણ વાંચો: હેલ્થ અપડેટ: આ ખોરાક, પેટનું ફૂલવું અને પેટની અન્ય સમસ્યામાં છુટકારો મેળવવામાં છે મદદગાર

તમારા પોસ્ટ વર્કઆઉટ મીલમાં ત્રણેય મેક્રોન્યુટ્રિઅન્ટ્સ રાખો

બત્રાએ સમજાવ્યું કે દરેક મેક્રોન્યુટ્રિઅન્ટ જેમ કે, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને ફેટ જે આપણા શરીરની વર્કઆઉટ પછીની રિકવરીમા મદદગાર છે. તેમણે ઉમેર્યું હતું કે, “વર્કઆઉટ પછી તમે જે ખાઓ છો તે તમારી રિકવરીને ઑપ્ટિમાઇઝ કરવામાં મદદ કરી શકે છે”, તમારા શરીરના વજન, વર્કઆઉટનો સમયગાળો અને વર્કઆઉટની તીવ્રતા (ઇન્ટેન્સિટી) ના આધારે વર્કઆઉટ પછી 10 થી 20 ગ્રામ પ્રોટીન લેવાની ભલામણ કરવામાં આવે છે, જ્યારે ગુડ ફેટ તમારા સ્નાયુઓને સુધારવામાં, પુનઃપ્રાપ્ત કરવામાં અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.

વર્ક આઉટના બે કલાક પહેલા વર્કઆઉટ મીલ લો

indianexpress.com સાથે વાત કરતા, ડૉ જી સુષ્મા, કન્સલ્ટન્ટ, ક્લિનિકલ ડાયેટિશિયન, કેર હોસ્પિટલ્સ, બંજારા હિલ્સ, હૈદરાબાદ, જણાવ્યું હતું કે, “ વર્ક આઉટ કરતા પહેલાં યોગ્ય પોષણ તમારા શરીરને તમારી કાર્યક્ષમતા વધારવા માટે જરૂરી એનર્જી પ્રદાન કરશે અને ઝડપથી મદદ કરશે. સ્નાયુ નુકસાન ઘટાડીને રિકવર કરે છે. સારા પોષણમાં યોગ્ય માત્રામાં ચરબી, કાર્બોહાઇડ્રેટ કે જે શરીરને એર્નજી આપે છે, પ્રોટીનની સાથે જે સ્નાયુ પ્રોટીન વિશ્લેષણમાં માં વધારો કરે છે અને કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે તેનો સમાવેશ થવો જોઈએ.

ડૉ. સુષ્માએ ઉમેર્યું હતું કે યોગ્ય પોષણની સાથે સાથે પ્રી-વર્કઆઉટ લેવાનો સમય પણ હિતાવહ છે. તેમણે કહ્યું હતું કે,” પ્રિ-વર્કઆઉટ મીલ વર્કઆઉટના ઓછામાં ઓછા 2 કલાક પહેલાં લેવું જોઈએ,” કેટલાક સારા પ્રી-વર્ક આઉટ મીલમાં ઇંડા, ગ્રીલ્ડ ચિકન, પનીર, ટોફુ, બાફેલા ચણા, કેળા, ઓટમીલ, સૂકા ફળો અને શેકેલા બીજ જેવા કેટલાક કાર્બોહાઇડ્રેટ સમૃદ્ધ ખોરાકનો સમાવેશ થાય છે.”

આ પણ વાંચો: લુપ્ત થતા પ્રાણીઓ-જીવ જંતુઓ મનુષ્યના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે

તમારા વર્ક આઉટની 45 મિનિટની અંદર પોસ્ટ- વર્કઆઉટ મીલ લો

વર્ક-આઉટ પછીના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ ઉમેરવાનું મહત્વ જણાવતા, બત્રાએ શેર કર્યું કે તેઓ તમારા સ્નાયુઓને ટ્રેનિંગ દરમિયાન ગુમાવેલા ગ્લાયકોજનને ફરીથી ભરવામાં મદદ કરે છે. સંશોધન મુજબ, તમારે તમારું વર્કઆઉટ પછીનું ભોજન 45 મિનિટની અંદર ખાવું જોઈએ, કારણ કે વર્કઆઉટ પછી કાર્બોહાઇડ્રેટના વપરાશમાં 2 કલાક જેટલો વિલંબ થવાથી “ગ્લાયકોજેન સંશ્લેષણના દર 50 ટકા જેટલા ઓછા થઈ શકે છે”.

બોડીને હાઈડ્રેટ રાખવી

તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી પણ એટલી જ જરૂરી છે. જે તમારા વર્કઆઉટના લાભોને મહત્તમ કરવામાં મદદ કરી શકે છે”.

Web Title: Post workout snacks importance of nutrition in exercise meal timing protein intake health tips awareness ayurvedic life style

Best of Express