/indian-express-gujarati/media/media_files/2026/02/10/batata-katri-recipe-2026-02-10-17-47-28.jpg)
Batata Katri Recipe : બટાકાની કાતરી બનાવવાની રીત. Photograph: (Social Media)
Bataka Katri Recipe At Home In Gujarati : બટાકાની કાતરી વ્રત ઉપવાસ દરમિયાન ફરાળમાં ખાવામાં આવે છે. બજારમાં વેચાતી તૈયાર બટાકાની વેફરમાં વધારે તેલ અને મસાલા હોય છે, જે સ્વાસ્થ્યન માટે હાનિકારક બને છે. આવી સ્થિતિમાં તમે ઘરે બટાકાની કાતરી બનાવી શકો છો. બજાર જેવી પાતળી, જાળદાર સફેદ બટાકાની કાતરી બનાવવી બહુ જ સરળ છે, જે એક વખત બનાવી આખું વર્ષ સ્ટોર કરી શકાય છે. ચાલો જાણીયે બટાકાની કાતરી બનાવવાની ખાસ ટ્રીક.
બટાકાની કાતરી બનાવવા માટે સામગ્રી
- બટાકા (મોટા) : 20 નંગ
- પાણી બાફવા માટે
- મીઠું
- ફટકડી
Bataka Ni Katri Banavani Rit : બટાકાની કાતરી બનાવવાની રીત
બટાકાની કાતરી બનાવવા માટે બજારમાંથી મોટા કદના સફેદ કાચા બટાકા ખરીદો. મોટી સાઇઝના બટાકાની કાતરી સરસ બને છે અને બગાડ પણ ઓછો થાય છે. બટાકાની કાતરી માટે નવા બટાકાનો ઉપયોગ કરવો.
કાતરી બનાવતા પહેલા બટાકાને 1 કે 2 વખત પાણીમાં ધોઇ લો, જેથી તેની ઉપર ચોંટેલી માટી નીકળી જશે. હવે ચાકુ વડે બટાકાની છાલ ઉતારો. છાલ ઉતાર્યા બાદ બટાકાને પાણીમાં ડુબાડી રાખો. આમ કરવાથી બટાકાની ઉપરની સપાટી કાળી થશે. હકીકતમાં હવાના સંપર્કમાં આવવાથી બટાકામા કેમિકલ પ્રોસેસર શરૂ થાય છે, જેના લીધે બટાકાની ઉપરની સપાટી કાળી થવા લાગે છે. આથી બટાકાની છાલ કાઢ્યા બાદ તેને પાણીમાં ડુબાડી રાખો.
હવે કાતરી પાડવાના મશીન પર બટાકાને ઘસી પાતળી સ્લાઇસ પાડો. આ રીતે બધા બટાકાને ઘસીને કાતરી પાડો. કાતરી પાડ્યા બાદ તેને પાણીમાં ડુબાડી રાખો, જેથી તે કાળી નહીં થાય.
બટાકાની કાતરી પડ્યા બાદ તેને 3 થી 4 વખત પાણીથી ધોવો. પાણીમાં ધોવાથી બટાકામાં રહેલો સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ ઓછો થાય છે. જેનાથી બટાકાની કાતરી તળ્યા બાદ ક્રિસ્પી બને છે. જો તમે સવારે કાતરી બાફવાનો હોવ તો પણ આખી રાત કાતરીને પાણીમાં ડુબાડી રાખો. તેને સવારે બાફવાની પહેલા 3 થી 4 વખત પાણીથી સાફ કરવી જરૂરી છે.
હવે એક મોટા વાસણમાં પાણી ઉકાળો. તેમા 1 - 2 ચમચી મીઠું અને અડધી ચમચી ફટકડીનો પાઉડર ઉમેરો. ફટકડીથી બટાકાની કાતરી સુકાયા બાદ સફેદ રહેશે. પાણી ઉકળે ત્યારે બટાકાની કાતરીને 8 થી 10 મિનિટ બાફો. કાતરી બાફતી વખતે વાસણને ઢાંકવું નહીં. જો વધારે બફાઇ જશે તો કાતરી બરાબર બનશે નહીં. કાતરી બફાઇ ગયા બાદ તેને એક કાણાં વાળા વાસણમાં કાઢી લો, જેથી વધારાનું પાણી નીકળી જશે. ગરમ પાણી માંથી કાઢ્યા બાદ બટાકાની કાતરીને 2 થી 3 મિનિટ સુધી ઠંડી થવા દો.
હવે ધાબા પર એક સ્વચ્છ કપડું પાથરો. તેના પર બાફેલી બટાકાની કાતરીને તકડામાં સુકવો. બધી કાતરીને એક એક કરીને અલગ પાડીને જ સુકવવી જોઇએ. બટાકાની કાતરીને 2 થી 3 દિવસ સુધી સૂર્યના તડકામાં સુકવો. બટાકાની કાતરી સુકાયા બાદ તેને હવાચુસ્ત ડબ્બામાં ભરી લો. કાતરીના ડબ્બામાં આખું મીઠું રાખવાથી જીવતા પડશે નહીં.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us