Skin care Tips : ઝડપી સ્કિનકેર (skin care) રૂટીન તમારો સમય બચાવે છે અને મહેનત ઓછી કરે છે. સોશિયલ મીડિયા પર સ્કિનકેરને લગતા ઉપાય ઘણા વાયરલ થતા હોય છે. પરંતુ તમારી સ્કિનને શું તે તમામ ટાઈપની સ્કિનને માફક આવી શકે છે? અહીં બટાકાના ફેસ પેકનો ઉપયોગ કરવાની ટિપ્સ આપી છે જે ફેસપેક ગ્લોઈંગ સ્કિન કરવામાં અને ખીલ અને ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદરૂપ સાબિત થશે, અહીં જાણો,

ઈન્ટાગ્રામ પર બ્યુટી બ્લોગર શાલિનીએ બટાકાનું ફેસપેક બનાવની મેથડ અને તેના ફાયદા પણ શેર કર્યા છે. અહીં જાણો,
આ પણ વાંચો: ગર્ભાવસ્થામાં સનસ્ક્રીન લગાવવી જોખમી છે? હેર કલર કરવો જોઇએ?
સામગ્રી:
- બટાકાની પેસ્ટ
- મુલતાની માટી
- લીંબુનો રસ
- એલોવેરા જેલ
બટાકાનું ફેસપેક આ રીતે બનાવો :
એક બાઉલમાં બટકાની પેસ્ટ, લીંબુના રસના થોડા ટીપા, એલોવેરા જેલ અને મુલતાની માટી નાખી બરાબર મિક્ષ કરો. હવે આ ફેસપેકને તમારા ફેસ પર અપ્લાય કરો.
ફેસપેક આ રીતે એપ્લાય કરો
- તેને બ્રશ અથવા કોટન વડે લગાવો.
- તેને 15 મિનિટ માટે રહેવા દો
- 15 મિનિટ પછી ફેસવોશ કરી લો.
આ પણ વાંચો: Skincare Tips : શું તમારે ત્વચા પર આખી રાત ગ્લિસરીન લગાવી રાખવું જોઈએ?
પોટેટો ફેસપેક કેટલું અસરકારક?
જ્યારે બટેટાના ફેસ પેક સ્કિનકેર રૂટિન માટે જાણીતું છે. પરંતુ ડાર્ક સ્પોટ, ખીલ મટાડવાની માટે તેની અસરકારકતા વ્યક્તિઓમાં અલગ અલગ હોઈ શકે છે. જાણીતા ડર્મેટોલોજિસ્ટ અનુસાર, બટાકામાં વિટામિન સી હોય છે, જે સ્કિનને ગ્લો આપવામાં મદદ કરી શકે છે અને સમય જતાં ડાર્ક સ્પોટ દૂર કરવામાં મદદ કરી શકે છે.
આ ઉપરાંત, બટાકાના નેચરલ ઉત્સેચકોમાં થોડું એક્સ્ફોલિએટિંગના ગુણો સામેલ હોઈ શકે છે, જે સ્કિનસેલ એટલે કે,ત્વચાના ડેડ સેલને રીમુવ કરવામાં મદદ કરી શકે છે અને પરિણામે ખીલ મટાડવામાં મદદગાર સાબિત થાય છે.





