પ્રી-ડાયાબિટીસ (Pre-diabetes) ત્યારે કહેવાય જ્યારે તમારું બ્લડ સુગર લેવલ સામાન્ય કરતા વધારે હોય, પરંતુ ડાયાબિટીસ ગણાય તેટલું ઊંચું ન હોય. પ્રિડાયાબિટીસ ધરાવતા લોકોમાં ટાઈપ 2 ડાયાબિટીસ થવાનું જોખમ વધે છે. પરંતુ સારી વાત એ છે કે તેને યોગ્ય સમયે ઓળખીને તમે ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીનો શિકાર થવાથી બચી શકો છો. આવી સ્થિતિમાં, અહીં પ્રિ ડાયાબિટીસના લક્ષણો અને તેના કેટલાક ઉપાય વિશે જાણી શકો છો
પ્રિ ડાયાબિટીસના લક્ષણો (Symptoms Of Pre Diabetes)
- ખૂબ જ તરસ લાગવી
- વારંવાર પેશાબ થવો
- મોટે ભાગે રાત્રે થાક લાગવો
- આંખની દૃષ્ટિ નબળી થવી
- ઘા ઝડપથી ન રૂઝાય
આ ઉપરના લક્ષણ સૂચવે છે કે કે તમારી પૂર્વ-ડાયાબિટીસ ટાઇપ 2 ડાયાબિટીસમાં ફેરવાઈ ગઈ છે.
આ પણ વાંચો: અસલ નાળિયેર તેલ કેવી રીતે ઓળખવું? ઉપયોગ કરતા પહેલા માત્ર 5 મિનિટમાં જાણી લો
પ્રિ-ડાયાબિટીસની સારવાર (Treatment of pre-diabetes)
જો તમારું વજન વધારે હોય તો તેને ઓછું કરો. આનો અર્થ એ છે કે તમારા શરીરના વજનના લગભગ 5% થી 7% સુધીનો ઘટાડો. તે જ સમયે અઠવાડિયામાં ઓછામાં ઓછા 150 મિનિટ સુધી ઝડપથી ચાલો. આ તમારા ડાયાબિટીસની અસરોને પણ ઘટાડી શકે છે. દિવસ દરમિયાન જેટલું બને તેટલું ચાલવાનું રાખો, શારીરિક રીતે એકટીવ રહેવાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવવાના ચાન્સીસ ઘણા છે.
આ પણ વાંચો: સ્વાદ કડવો પણ સ્વાસ્થ્યનો ખજાનો કારેલા, જ્યુસ પીવાથી ઘણી બીમારી દૂર થાય
પ્રી-ડાયાબિટીસમાં શું ખાવું
- સૌ પ્રથમ તમારા ડાયટમાંથી સ્વીટ વસ્તુઓને ખાવાનું ટાળો, જેમ કે ખાંડ, જામ, જેલી, કેન્ડી, મધ, શરબત, ફળોનો રસ, લીંબુનું શરબત, ગળી ચા, મીઠી કોફી, સોડા જેવા ખાંડવાળા ખોરાકને દૂર કરો.
- તમે આખા અનાજ, બ્રાઉન રાઇસ, કઠોળ, મસૂર, ઓટ્સ, ક્વિનોઆ, શક્કરીયા, સલાડ, રાગી જેવા મિલેટ વગેરે ડાયટમાં કઈ શકો છો.





