/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Premanand-Maharaj-5.jpg)
Premanand Maharaj Kidney Disease : પ્રેમાનંદ મહારાજ કિડનીની ગંભીર બીમારીથી પીડિત છે. (Photo: Social Media)
Premanand Maharaj Kidney Disease Health Update : વૃંદાવનના સંત પ્રેમાનંદ મહારાજની તબિયત આજકાલ સારી નથી. તેમના કરોડો અનુયાયીઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે તેઓ જલ્દી સ્વસ્થ થાય. પ્રેમાનંદ મહારાજ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાઈ રહ્યા છે. પ્રેમાનંદ મહારાજ કિડનીની ગંભીર બીમારી પોલિસિસ્ટિક કિડની ડિસીઝ (PKD)થી પીડિત છે. હકીકતમાં , પોલિસિસ્ટિક કિડની રોગ એ જીનેટિક ડિસઓર્ડર છે, જે જનીનમાં ફેરફારના કારણે થાય છે. જેના કારણે કિડનીમાં ગાંઠ બને છે, તેના લીધે હાઈ બીપી અને કિડની ફેલ્યોર પણ થઈ શકે છે.
આ રોગ ક્યારે લાગુ થઇ?
પ્રેમાનંદ મહારાજે 2006માં પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારબાદ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમની બંને કિડની ડેમેજ થઇ ગઇ છે, જેના કારણે ડોકટરોનું કહેવું છે કે તેમની પાસે જીવવા માટે માત્ર 2 થી 2.5 વર્ષ બચ્યા છે. તેમ છતાં તેમણે સકારાત્મક વિચારસરણી અને વિશ્વાસ સાથે પરિસ્થિતિને સ્વીકારી અને જીવનને નવી દિશા આપી.
ડાયાલિસિસ અને સારવાર
પ્રેમાનંદ મહારાજની બંને કિડની લગભગ બે દાયકાથી સંપૂર્ણ રીતે કામ કરી રહી નથી અને તેઓ નિયમિતપણે ડાયાલિસિસ પર નિર્ભર છે. પહેલા તેમને અઠવાડિયામાં પાંચ દિવસ ડાયાલિસિસની જરૂર હતી, પરંતુ હવે તેમને દરરોજ ડાયાલિસિસ કરાવવું પડે છે.
લક્ષણ અને બચાવ
પીકેડીના સામાન્ય લક્ષણોમાં પીઠ અથવા બાજુનો દુખાવો, હાઈ બ્લડ પ્રેશર, માથાનો દુખાવો, પેશાબમાં લોહી આવવું, યુટીઆઈ અને કિડનીમાં પથરીની સમસ્યા છે. આ રોગને રોકવા માટે, તંદુરસ્ત જીવનશૈલી અપનાવવી, નિયમિત કસરત કરવી, બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવું અને મીઠાનું સેવન ઘટાડવું મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો | પ્રેમાનંદ મહારાજના સારા સ્વાસ્થ્ય માટે યુવકે મદીના જઇ પ્રાર્થના કરી, વીડિયો વાયરલ
સારવાર શું છે?
પીકેડી એટલે કે પોલિસિસ્ટિક કિડની ડિસીઝની કોઈ કાયમી સારવાર નથી, પરંતુ તેના લક્ષણોને નિયંત્રિત કરી શકાય છે. બ્લડ પ્રેશર, ડાયાલિસિસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ જેવા સારવારના વિકલ્પો ઉપલબ્ધ છે. પ્રેમાનંદ મહારાજના કિસ્સામાં, તેમની હકારાત્મક માનસિકતા અને આધ્યાત્મિક સાધનાએ તેમને આ મુશ્કેલ સમયમાં પણ જીવંત અને સક્રિય રાખ્યા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us