ઘણા લોકો પોતાની સ્કિનને કુદરતી ચમક આપવા માટે ઘરે બનાવેલા માસ્ક અને સ્ક્રબનો ઉપયોગ કરે છે. જ્યારે આપણામાંથી મોટાભાગના લોકો આપણા ચહેરા પર વધુ ધ્યાન આપે છે, ત્યારે આપણે ઘણીવાર સૌથી નાજુક અંગોમાંથી એક, આપણા હોઠનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ તેથી હોઠ શુષ્ક અને નિસ્તેજ થઈ જાય છે. પરંતુ અહીં કેટલાક નુસખા આપ્યા છે જે તમારા હોઠને ફૂલ ગુલાબી બનાવશે.
ડર્મેટોલોજિસ્ટ ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તા કહે છે કે ‘તમારા હોઠ તમારા ચહેરાનો સૌથી ઉપેક્ષિત ભાગ હોઈ શકે છે, પરંતુ મેકઅપ વિના પણ શ્રેષ્ઠ દેખાવા માટે તેમને સતત કાળજી અને પોષણની જરૂર હોય છે.’
બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા એક સરળતાથી બનાવી શકાય તેવું લિપ સ્ક્રબ શેર કરે છે જે તમારા હોઠને હાઇડ્રેટ રાખશે. તેમાં ફક્ત ત્રણ ઘટકોની જરૂર છે. આ માટે ફક્ત કુદરતી ઘટકોની જરૂર છે, પરંતુ તેનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહો. વધુ પડતા લિપ સ્ક્રબથી માલિશ કરવાથી હોઠમાંથી બ્લીડીગ અને શુષ્કતા થઈ શકે છે.
સામગ્રી :
- પિન્ક સોલ્ટ
- ગુલાબજળ
- ગ્લિસરીન
સ્ક્રબ બનાવાની રીત
એક નાના બાઉલમાં પિન્ક સોલ્ટ લો. તેમાં ગુલાબજળ અને ગ્લિસરીન ઉમેરો અને મિક્સ કરો.
સ્ક્રબનો ઉપયોગ
તૈયાર કરેલા લિપ સ્ક્રબને તમારી આંગળીઓનો ઉપયોગ કરીને તમારા હોઠ પર લગાવો. પછી હળવા હાથે માલિશ કરો. 5 મિનિટ સુધી માલિશ કર્યા પછી, તેને ટીશ્યુ પેપરથી સાફ કરો.




