scorecardresearch

Promise Day 2023 Qutoes: પ્રોમિસ ડે નિમિતે તમારા પાર્ટનરને આપો આ વચનો, ક્યારેય સંબંધોમાં તિરાડ નહીં પડે

Promise Day 2023: વેલેન્ટાઇન વીક (Valentine week 2023) પાંચમાં દિવસે પ્રોમિસ ડે (Teddy day 2023) સેલિબ્રેટ કરવામાં આવે છે. આ ખાસ દિવસ પર તમે આ પ્રેમીને આ પાંચ વચનો આપી શકો છો.

પ્રોમિસ ડે 2023
પ્રોમિસ ડે 2023ની આ રીતે પાઠવો શુભેચ્છા

આજે, 11 ફેબ્રુઆરી 2023ના રોજ પ્રોમિસ ડે (Promise Day 2023) મનાવવામાં આવે છે. આજે કપલ કે જે કોઈ પણ વ્યક્તિને તમે પ્રેમ કરો છો, તેમને ખાસ વચનો આપો છો. જાણો પ્રોમિસ ડે પર એકબીજાને ક્યા ક્યા વચનો આપવામાં આવે છે.

શા માટે મનાવવામાં આવે છે પ્રોમિસ ડે?

સામાન્ય રીતે એકબીજાને પ્રેમ કરવાવાળા લોકોને પોતાનો પ્રેમ સેલીબ્રેટ કરવા માટે કોઈ ખાસ દિવસની જરૂર નથી. પરંતુ છતાં પણ વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં કોઈ કમી રહેતી નથી. જોકે તમે તમારા લવરને સાથે જીવવા-મારવા તથા હંમેશા, દરેક પરિસ્થિતિમાં સાથે રહેવાના વચનો અઆપી જ ચૂક્યા છો, પરંતુ 11 ફેબ્રુઆરીના રોજ આ વચનોને ફરી આપવામાં કોઈ જ ખોટ નથી.

પોતાના પાર્ટનરને આપો આ 5 વચનો

સારા સ્વાસ્થ્યનું વચન

કોરોના વાયરસની મહામારીએ સ્વાસ્થ્યની અહેમિયત સારી રીતે સમજાવી છે. આ સ્વાસ્થ્ય અંગેના વચનનો અર્થ છે કે તમે બંને એકબીજાની ફિઝિકલ તથા મેન્ટલ હેલ્થનું પૂરું ધ્યાન રાખશો. તો એકબીજાને વચન આપો કે તમે પોતાની સાથે પોતાના પાર્ટનરની પણ ફિટનેસ તથા ઈમોશનલ હેલ્થનું પૂરું ધ્યાન રાખશો.

સાથ નિભાવવાનું વચન

જ્યારે તમે કોઈને પ્રેમ કરો છો તો આ વાતમાં કોઈ શંકા નથી કે સુખ-દુઃખની દરેક ઘડીમાં તમે તમારા પાર્ટનરને સાથ આપતા જ હશો. આ પ્રોમિસ ડે પર વચન આપો કે પરિસ્થિતિ ગમે તે હોય, તમે બંને હંમેશા એકબીજાને સાથ આપશો, ભલે એ સમયે કોઈ તમારી સાથે ન હોય. ક્યારેક એકબીજાનો હાથ થામવાથી જ ઘણી મુશ્કેલીઓ દૂઓર થઇ જાય છે.

સાથે હરવા ફર્વાનુ વચન

માન્યુ કે તમે બંને એકબીજા સાથે ઘણો સમય વિતાવતા હશો, પરંતુ ક્યારેક ક્યારેક કારણ વિના જ પિકનિક પર નીકળી જવું ખૂ જ જરૂરી હોય છે, જેથી તમે બધા જ સ્ટ્રેસથી દૂર રહી શકો છો. જો કોવીડ કાળમાં તમે ઘાથી બહાર જવાથી ડરી રહ્યા છો તો થોડા થોડા દિવસે તમે શહેરમાં જ ફરવા જઈ શકો છો. થોડો ચેંજ આવવાથી સંબંધમાં તાજગી રહેશે.

સોશિયલ મીડિયાથી દૂર રહેવાનું પ્રોમિસ

ઘણીવાર કપલ્સ એકબીજાની પાસે હોવા છતાં પણ દૂર હોય છે. દિવસભરનો થાક તથા દૂરી બાદ બંને પોતપોતાના ફોન, લેપટોપ કે સોશિયલ મીડિયામાં બીઝી થઇ જાય છે, જેથી તમારા સંબંધમાં દરાર આવી શકે છે. દિવસનો થોડો સમય માત્ર એકબીજા માટે ફ્રી રાખવો. તે સમયે માત્ર વાતો કરો તથા પ્રેમથી રહો.

પ્રેમ તથા સમ્માનનું વચન

દરેક કપલે હંમેશા એટલું ધ્યાન રાખવું કે કોઈ પણ તકલીફ એટલી મોટી નથી હોતી કે તમને બંનેને દૂર કરી શકે. પોતાના દિલમાં એકબીજા માટે પ્રેમ તથા સમ્માનને ખતમ ન થવા દો. ધ્યાન રાખો, એક સોરી, થેંક યૂ કે પ્રેમનો ઈઝહાર સંબંધ માટે વરદાન સાબિત થઇ શકે છે.

Web Title: Promise day qutoes wishes shayri photo for love valentine week

Best of Express