Happy Propose Day 2023: દર વર્ષે 14 ફેબ્રુઆીએ વેલેંટાઈન ડે મનાવવામાં આવે છે પરંતુ તે પહેલા આખુ સપ્તાહ રોજ અલગ અલગ દિવસ સેલિબ્રેટ કરવામાં આવે છે જેને વેલેંટાઈન વીક કહેવાય છે. આ 7 દિવસોમાં લોકો પોતાના પ્રેમને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની શરૂઆત સાથે જ પ્રેમના આ સપ્તાહનો પ્રારંભ થઈ ચૂક્યો છે. રોઝ ડેના બીજા દિવસે વારો આવે છે પ્રપોઝ ડેનો. વેલેંટાઈનના આ દિવસે કપલ્સ એકબીજાને પ્રપોઝ કરે છે.
પ્રેમીઓએ પાર્ટનરને ગુલાબ આપીને પોતાના પ્રેમનો સંકેત આપી દીધો છે. પરંતુ હવે તેનાથી એક ડગલું આગળ વધીને પ્રેમ વ્યક્ત કરવો જરૂરી છે. 8 ફેબ્રુઆરી એ પ્રપોઝ ડેનો દિવસ છે, જેમાં પાર્ટનરની સામે પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. જેથી તે જાણી શકે કે સામેની વ્યક્તિ તેને કેટલો પ્રેમ કરે છે.

જો તમારા દિલમાં પણ કોઈની છબી વસી ગઈ હોય પરંતુ તમે અત્યાર સુધી તેને પોતાના દિલની વાત નથી કીધી તો આજથી સારો દિવસ કોઈ નથી તેને વ્યક્ત કરવાનો. આમ તો પ્રેમ કોઈ સમય અને દિવસનો મોહતાજ નથી પરંતુ જ્યારે આજનો દિવસ પ્રેમ વ્યક્ત કરવા માટે આપ્યો છે તો એ પરંપરાને જાળવીને તમે પણ તમારો પ્રેમ વ્યક્ત કરો. નિઃશંકપણે પરિણામ સારુ જ મળશે.
પહેલાના જમાનામાં લોકો પત્ર લખીને પોતાની લાગણી પ્રેમ વ્યક્ત કરતા પરંતુ આજે ટેકનોલોજીના જમાનો છે માટે દરેક કામ પણ એકદમ સરળતા અને ફાસ્ટ થાય છે. હવે લોકોને રાહ જોવાની આદત નથી હોતી માટે ફાસ્ટફૂડની જેમ ફાસ્ટ પરિણામ ઇચ્છે છે. આજે લોકો પોતાના સાથીને ગુલાબ દ્વારા, એસએમએસ કે ભેટ મોકલીને પોતાની વિશેષ ફિલિંગ્સ વિશે તેના પાર્ટનરને જણાવે છે.

અપવાદોને બાકાત રાખીએ તો આ નુસ્ખા ઘણા કારગત પણ પુરવાર થાય છે. પ્રેમના અઢી અક્ષરમાં ખુબ શક્તિ હોય છે. જો તમે દિલથી અને પૂરી શિદ્દતથી કોઇને ચાહતા હોય અને પોતાની વાત કહો તો તમારો સાથી ક્યારેય તમારાથી દૂર નહીં થાય. તો ચલો આજનો દિવસ તમારા પ્રેમ સાથે સેલિબ્રેટ કરો અને જુઓ કે જીવન કેટલું સુંદર ઉત્સાહમય બની જાય છે. અમે તમારા આ દિવસને ખાસ બનાવવા માટે કેટલીક ખાસ શાયરી લાવ્યા છીએ જે સાંભળીને ચોક્કસથી તમારી પાર્ટનર હા પાડી દેશે.
પ્રપોઝ ડે માટે કેટલીક ખાસ શાયરી
- તને મળવાનુ દિલ કરે છેકશુ કહેવાનુ દિલ કરે છેપ્રપોઝ ડે પર કહી દઈએ છીએ દિલની વાતદરેક ક્ષણ તારી સાથે વિતાવવાનુ મન કરે છે
હેપી પ્રપોઝ ડે
- મારી બધી ઉમંગો ઉછળી ગઈજ્યારે તમે વિચાર્યુ એક ક્ષણ માટેઅંજામ-એ-દિવાનગી શુ હશેજ્યારે તમે મને મળશો જીવનભર માટે
હેપી પ્રપોઝ ડે
- દિલ આ મારુ તમને પ્રેમ કરવા માંગે છેમારી મોહબ્બતનો એકરાર કરવા માંગે છેજોયા છે જ્યારથી તમને એ મારા સનમફક્ત તમારા જ દિદાર કરવા માંગે છે
હેપી પ્રપોઝ ડે
4. વાંક તો હતો આ નજરોનોજે ચુપકેથી દિદાર કરી બેસ્યાઅમે તો ખામોશ રહેવાનુ વિચાર્યુ હતુબેવફા છે આ જીભ જે એકરાર કરી બેસી





