Propose Day: પ્રયોઝ ડે ક્યારે ઉજવાય છે, કોણે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી? જાણો ઇતિહાસ

Propose Day 2025 Date, Importance: પ્રપોઝ ડે વેલેન્ટાઇન ડે સપ્તાહનો બીજો દિવસ હોય છે, જે રોઝ ડે પછી ઉજવાય છે. નામ મુજબ પ્રપોઝ ડે પર તમારા મનગમતા વ્યક્તિ સમક્ષ તમારા દિલની વાત કહેવાની હોય છે. જાણો પ્રપોઝ દિવસ ઉજવવાની શરૂઆત કોણે ક્યારે અને કેમ કરી.

Written by Ajay Saroya
Updated : February 07, 2025 17:11 IST
Propose Day: પ્રયોઝ ડે ક્યારે ઉજવાય છે, કોણે આ દિવસ ઉજવવાની શરૂઆત કરી? જાણો ઇતિહાસ
Propose Day 2025 Date, Importance: પ્રપોઝ ડે વેલેન્ટાઇન ડે સપ્તાહના બીજા દિવસે ઉજવાયય છે. (Photo: Freepik)

Propose Day 2025 Date, Importance: વેલેન્ટાઇન ડે વીકની ઉજવણી રોઝ ડે સાથે શરૂ થાય છે. 7 ફેબ્રુઆરીએ રોઝ ડેની ઉજવણી બાદ 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે ઉજવાય છે. નામ મુજબ પ્રપોઝ ડે પર તમારા મનગમતા વ્યક્તિ સમક્ષ તમારા દિલની વાત કહેવાની હોય છે. સરળ શબ્દમાં કહીયે તો જે તે વ્યક્તિને પ્રેમ કરો છે તેને પ્રયોઝ કરવાનું હોય છે.

હકીકતમાં, આ દિવસ ખૂબ જ હિંમતનો દિવસ હોય છે, કારણ તમે જ્યારે તમારા દિલની વાત તમારા મનગમતા વ્યક્તિ કે અજાણી વ્યક્તિને કહો છો ત્યારે બહુ હિંમતની જરૂર પડે છે. પરંતુ વિચારવા જેવી વાત એ છે કે, વેલેન્ટાઇન ડે વીકના બીજા દિવસે પ્રપોઝ ડેની શરૂઆત ક્યારે થઇ છે, તેનો ઇતિહાસ શું છે, ચાલો આ વિશે વિગતવાર જાણીએ.

Why is Propose Day celebrated? પ્રપોઝ ડે કેમ ઉજવાય છે?

આ દિવસની શરૂઆત જોન માઇકલ ઓ લોફલિન (John Michael O’Loughlin) નામના વ્યક્તિએ કરી હતી. એક ઘટના બાદ તેમણે આ દિવસની રચના માટે રાષ્ટ્રીય પ્રસ્તાવ મૂક્યો હતો. હકીકતમાં જોન માઇકલની પિતરાઇ બહેને તેના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપ કરી લીધું હતું કારણ કે તેણે પ્રેમ માટે પ્રપોઝ કર્યું ન હતું. જોન માઇકલ અન્ય લોકોને યાદ અપાવવા ઇચ્છતો હતો કે, તેમના સાચા પ્રેમને પ્રપોઝ કરવા માટે રાહ જોવી નહીં પરંતુ સમય મળે ત્યારે પોતાના દિલની વાત કહી દેવી જોઇએ.

આમ ત્યાર પછી પ્રપોઝ ડે શરૂ થયો. હકીકતતમાં, આ ઋતુ નવા પાંદડાના આગમન સાથે પાનખર માટે પણ ઓળખાય છે. E બે દિવસ નવી શરૂઆત તેમજ રાત અને દિવસ વચ્ચે સંતુલનનો સમય છે. તેથી, તમારા દિલની વાત કહેવા અને તમારા જીવનસાથી સાથે તમારા ભવિષ્યનું આયોજન બનાવવા માટે પણ આ યોગ્ય સમય છે.

દર વર્ષે 8 ફેબ્રુઆરીએ પ્રપોઝ ડે પણ ઉજવવામાં આવે છે, કારણ કે વર્ષ 1477માં ઓસ્ટ્રિયન આર્કડ્યુક મેક્સિમિલિયને બરગંડીની મેરીને હીરાની વીંટી સાથે પ્રપોઝ કર્યું હતું. આ ઉપરાંત 1816માં રાજકુમારી શાર્લોટની તેના ભાવ પતિ સાથે સગાઈ પણ આ દિવસે થઈ હતી.

આ પણ વાંચો | હેપ્પી રોઝ ડે શુભેચ્છા સંદેશ સાથે કરો વેલેન્ટાઇન સપ્તાહની શરુઆત…

Propose Day Importance : પ્રપોઝ દિવસ નું મહત્વ

જે લોકો રોમેન્ટિક રિલેશનશિપમાં છે અથવા કોઈ ખાસ વ્યક્તિ સાથે તેની શરૂઆત કરવા માંગે છે તેમના માટે આ એક મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે લોકો રોમેન્ટિક અંદાજમાં એકબીજાને પ્રપોઝ કરીને પોતાના પ્રેમને મજબૂત કરવા માંગે છે. આ દિવસે લોકો પોતાના પાર્ટનરને સરપ્રાઈઝ આપીને રોમેન્ટિક આઉટિંગ પર લઈ જઈને ખાસ ફીલ કરાવે છે અને પછી દિલની વાત કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ