Protein Powder Recipe : બજાર જેવો પ્રોટીન પાઉડર આ રીતે ઘરે સરળ ટિપ્સ દ્વારા બનાવો

Protein Powder Recipe : પોપ્યુલર ઇન્ડિયન શેફ તરલા દલાલના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવા (weight loss) માટે આ સરળ રીતે બનાવી શકાય તેવા વેજ પ્રોટીન પાઉડરની રેસીપી (protein powder recipe) શેર કરી છે.

Written by shivani chauhan
May 29, 2024 07:00 IST
Protein Powder Recipe : બજાર જેવો પ્રોટીન પાઉડર આ રીતે ઘરે સરળ ટિપ્સ દ્વારા બનાવો
બજાર જેવો પ્રોટીન પાઉડર આ રીતે ઘરે સરળ ટિપ્સ દ્વારા બનાવો

Protein Powder Recipe : ફિટ અને હેલ્થી રહેવા માટે મોટાભાગના લોકો જિમ, યોગા ક્લાસ, ઝુમ્બા અને એરોબિક્સ ક્લાસ જોઈન કરે છે અને રેગ્યુલર વર્ક આઉટ કરે છે. વર્ક આઉટ કરવા માટે એનર્જીની જરૂર પડે છે, તેથી સંતુલિત આહાર લેવો જરૂરી છે. પરંતુ ઘણા લોકો વધારે એનર્જી મેળવવા અને એકટીવ રહેવા માટે પ્રોટીન પાઉડરનો આસરો લે છે. પ્રોટીન પાઉડરના માર્કેટમાં ઘણા બધા ઓપ્શન અવેલબલ છે પરંતુ ખુબજ મોંઘા હોય છે ત્યારે તમે ઘરે પણ સરળતાથી થોડીજ સામગ્રીનો ઉપયોગ કરીને હેલ્થી વેજ પ્રોટીન પાવડર (protein powder) બનાવી શકો છો.

protein powder recipe
બજાર જેવો પ્રોટીન પાઉડર આ રીતે ઘરે સરળ ટિપ્સ દ્વારા બનાવો

પોપ્યુલર ઇન્ડિયન શેફ તરલા દલાલેના ઇન્સ્ટાગ્રામ પર વજન ઘટાડવા (weight loss) માટે આ સરળ રીતે બનાવી શકાય તેવા વેજ પ્રોટીન પાઉડરની રેસીપી (protein powder recipe) શેર કરી છે.

સામગ્રી

  • એક કપ બદામ
  • અડધો કપ અખરોટ
  • અડધો કપ કાચી મીઠા મગફળી
  • 1/4 કપ પિસ્તા
  • 1/4 કપ કાજુ
  • બે ચમચી કાચા તરબૂચના દાણા
  • બે ચમચી કાચા કોળાના બીજ
  • બે ટેબલસ્પૂન કાચા સૂર્યમુખીના બીજ ( સૂરજમુખી કે બીજ )
  • એક ચમચી કાચા અળસીના બીજ
  • બે ચમચી ચિયાના બીજ
  • 1/4 લગભગ સમારેલી ખારેક

આ પણ વાંચો: Recipe Tips : બ્રેકફાસ્ટમાં બનાવો સંજીવ કપૂરના સ્વાદિષ્ટ અને હેલ્ધી આલુ પરાઠા, ઝટપટ થશે તૈયાર

રેસીપી

હોમમેઇડ વેજ પ્રોટીન બનાવવા માટે સૌ પ્રથમ એક નૉન-સ્ટીક પૅન ગરમ કરો અને તેમાં બદામને મધ્યમ આંચ પર ત્રણથી ચાર મિનિટ સૂકી શેકી લો, અને હલાવતા રહો. ત્યારબાદ પ્રોપર શેકાઈ જાય એટલે કાઢીને એક મોટી પ્લેટમાં બાજુ પર રાખો.

એ જ પહોળા નૉન-સ્ટીક પૅનમાં અને અખરોટને મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ માટે શેકી લો, અને સારી રીતે મિક્ષ કરતા રહો. તેને પણ પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.

ત્યારબાદ એ જ પહોળા નોન-સ્ટીક પેનમાં અને મગફળીને મીડીયમ ફ્લેમ પર સૂકી શેકી લો બે થી ત્રણ મિનિટ માટે. અને એક પ્લેટમાં કાઢીને બાજુ પર રાખો.

એવીજ રીતે નૉન-સ્ટીક પૅનમાં અને પીસ્તા અને કાજુને મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ માટે સૂકા શેકી લો અને સાઈડમાં પ્લેટમાં કાઢો.

હવે એજ નોન-સ્ટીક પેનમાં તરબૂચને બીજ, કોળાના બીજ, સૂર્યમુખીના બીજ અને અળસીના બીજને મધ્યમ તાપ પર બેથી ત્રણ મિનિટ માટે શેકીને હલાવતા રહો. પછી એક જ પ્લેટમાં કાઢી મિશ્રણને ઠંડુ થવા માટે બાજુ પર રાખો.

આ પણ વાંચો: Breakfast Recipe : જાહ્નવી કપૂરના ફેવરીટ રાગી શક્કરિયા પરાઠા, આ રીતે બ્રેકફાસ્ટમાં બનાવો ટેસ્ટી અને હેલ્થી પરાઠા

એકવાર મિશ્રણ સંપૂર્ણપણે ઠંડુ થઈ જાય પછી, ચિયા સીડ્સ અને ખારેક ઉમેરો. મિશ્રણને બ્લેન્ડરમાં કાઢી અને બારીક પાવડર કરો. તમારો હોમમેઇડ વેજ પ્રોટીન પાવડ તૈયાર છે જે તમે જરૂર મુજબ તેનો ઉપયોગ કરી શકો છો.

પ્રોટીન શેક બનાવવા માટે પ્રોટીન પાવડરનો ઉપયોગ

  • એક ગ્લાસમાં થોડું ગરમ દૂધ લો.
  • ત્રણ ચમચી હોમમેઇડ પ્રોટીન પાવડર ઉમેરો.
  • મીઠાશ માટે તમે એકથી બે ચમચી મધ પણ ઉમેરી શકો છો.
  • સારી રીતે મિક્ષ કરો અને સર્વ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ