/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/10/Protein-Rich-Foods.jpg)
Protein Rich Foods
Protein Rich Foods | પ્રોટીનયુક્ત ખોરાક કોઈપણ ઉંમરે મહત્વપૂર્ણ છે. જામફળ (Guava) એક એવું ફળ છે જે પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે. પોષણશાસ્ત્રી લીમા મહાજનના મતે, જામફળ એકમાત્ર એવું ફળ છે જેમાં 4 ગ્રામ પ્રોટીન હોય છે. 1 કપ જામફળમાં 4 ગ્રામ પ્રોટીન હોય છે (લગભગ અડધા બાફેલા ઈંડા જેટલું).
એક્સપર્ટ સ્પષ્ટતા કરી કે પ્રોટીન ઉપરાંત જામફળ ડાયાબિટીસ ધરાવતા લોકો માટે યોગ્ય ફળ છે અને ઉકાળેલા જામફળના પાનમાંથી બનાવેલ પાણી પીવું સારું છે.
શું જામફળ પ્રોટીનથી ભરપૂર ફળ છે?
તે ફળોમાં અનોખું છે કારણ કે તેમાં પ્રતિ કપ લગભગ 4 ગ્રામ પ્રોટીન હોય છે. થાણેની KIMS હોસ્પિટલના ડૉ. વિજય નેગલુરે જણાવ્યું કે "જોકે તે એકમાત્ર ફળ નથી જેમાં પ્રોટીન હોય છે. એવોકાડો અને જેકફ્રૂટ જેવા અન્ય ફળોમાં પણ તે હોય છે. જામફળને અનોખું બનાવે છે તે તેનું પ્રોટીન, ફાઇબર, વિટામિન સી અને ખૂબ જ ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ છે. કારણ કે તેમાં આ બધું એક જ ફળમાં હોય છે. તેથી જ તે ડાયાબિટીસ ધરાવતા લોકો માટે યોગ્ય છે.'
ડૉ. નેગલુરે જણાવ્યું કે'જામફળમાં રહેલ ફાઇબરનું પ્રમાણ કાર્બોહાઇડ્રેટ્સના શોષણને ધીમું કરે છે અને ભોજન પછી બ્લડ સુગરમાં વધારો અટકાવવામાં મદદ કરે છે. વધુમાં જામફળમાં રહેલા એન્ટીઑકિસડન્ટો ઓક્સિડેટીવ તણાવ ઘટાડે છે, જે ડાયાબિટીસનું કારણ છે.'
જામફળના પાન વિશે
ડૉ. નેગલુરે જણાવ્યું હતું કે જામફળના પાન બાયોએક્ટિવ સંયોજનોથી ભરપૂર હોય છે જે ઇન્સ્યુલિન સંવેદનશીલતામાં સુધારો કરે છે અને ભોજન પછી ગ્લુકોઝનું સ્તર ઘટાડે છે. "ક્લિનિકલ અભ્યાસોએ દર્શાવ્યું છે કે જામફળના પાન સાથે ઉકાળેલા પાણીમાં ફાયદા છે. તે દવાઓનો વિકલ્પ ન હોવો જોઈએ, પરંતુ કુદરતી રીતે ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે.'
શું નોંધવું મહત્વપૂર્ણ છે?
જામફળ સ્વાસ્થ્ય લાભો ધરાવે છે, છતાં સંયમિતતા મુખ્ય છે. દિવસમાં એક મધ્યમ જામફળ ખાવું બેસ્ટ છે. ડાયાબિટીસના દર્દીઓએ વધુ પાકેલા જામફળ ખાવાનું ટાળવું જોઈએ ડૉ. નેગલુર કહે છે. તે મીઠા હોય છે અને બ્લડ સુગર લેવલ ઝડપથી વધારે છે.
ડાયાબિટીસના દર્દીઓએ ફળો વિશે સામાન્ય રીતે શું જાણવું જોઈએ?
ફળો ખાતી વખતે હંમેશા સમય અને માત્રા નિયંત્રણનો વિચાર કરો. ડૉ. નેગલુરે કહ્યું કે "જ્યુસને બદલે આખા ફળો ખાઓ. એકસાથે બધા ખાવાને બદલે એક સમયે થોડી માત્રામાં ખાઓ. જામફળ ઉત્તમ છે, પણ યાદ રાખો કે તમારે સંતુલિત આહાર, કસરત અને સારવાર પદ્ધતિ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.'


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us