શરીરમાં જરૂરી પોષકતત્વોની ઉણપના લીધે સ્વાસ્થ્ય પર અસર થાય છે. બોડીમાં થાક અને નબળાઈ વધારે છે, અને આરામ કરવો વધુ ગમે છે. બોડીમાં નબળાઈ ખરાબ ડાયટ, કોઈ બીમારીની કારણે કે પછી બોડીમાં જરૂરી પોષક તત્વોની ઉણપના લીધે થાય છે, જો તમે પણ બોડીમાં આવા પ્રકારની નબળાઈ અનુભવો છો તો કોળાના બીજ ખાવાનું શરૂ કરો, અહીં જાણો કેમ,
ડાયટિશયનએ કહ્યું કે, કોળાના બીજ પોષક તત્વોનું પાવર હાઉસ છે, જે ઘણી બીમારીઓનો ઉપચાર છે. કોળાના બીજમાં ફાયટોસ્ટેરોલ, ફેનોલિક યોગિક, વિટામિન ઈ, કુકુરબિટસીન, ઓમેગા-6, ઓમેગા-9 ફેટી એસિડ અને એમિનો એસિડ જેવા બાયોએકટીવ યોગિક હાજર છે જે બોડીમાં આવતી નબળાઈ અને થાકને દૂર કરે છે. કોળાના બીજમાં મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ,ઝીંક, મેંગેનીઝ, આયર્ન, કેલ્શિયમ, અને કોપર જેવા અન્ય ખનીજ પણ ઘણા છે,આ બધા પોષક તત્વો બોડીને તાકાત આપે છે.
આ પણ વાંચો: Monsoon Haircare Tips : ચોમાસા દરમિયાન વાળને લગતી સમસ્યા વધે છે, આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી
હાવર્ડ યુનિવર્સીટીની ફૂડ મનોવૈજ્ઞાનિકની ડો, ઉમા નાયડુના ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પર કહ્યું હતું કે, સીડ્સ બોડીમાં એનર્જીનું લેવલ બનાવી રાખે છે. તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, ઝીંક જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. તેનું સેવન એનર્જી લેવલ વધારે છે અને થાક દૂર કરવામાં મદદ કરે છે, તેના અન્ય ઘણા ફાયદા પણ છે.
કોળાના બીજ થાક દૂર કરવામાં થાય મદદગાર :
એક રજીસ્ટર્ડ ડાયટિશ્યન અનુસાર, કોળાના બીજમાં આયર્ન અને મેગ્નેશિમ જેવા આવશ્યક તત્વો હોય છે, જે શરીરમાં એનર્જી પેદા કરે છે અને બોડીને હેલ્થી રાખે છે.
આ પણ વાંચો: Health Tips :શું રાત્રે વહેલું ભોજન લેવાથી ઊંઘમાં સુધાર થઇ શકે?
કોળાના બીજનું સેવન કરવાના સ્વાસ્થ્ય ફાયદા :
- કોળાના બીજનું સેવન કરવાથી હૃદયના સ્વાસ્થ્યને ટેકો મળે છે, રોજ એક મુઠ્ઠી આ બીજ ખાવાથી હૃદયની બીમારીઓથી બચી શકાય છે.
 - આ બીજનું સેવન ઇમ્યુનીટીમાં સુધાર કરે છે, બીજ બીમારીઓથી બચાવવામાં અને બોડીને હેલ્થી રાખવામાં મદદગાર સાબિત થાય છે.
 - નવી કોશિકાના ઉત્પાદનમાં આ બીજ અસરકારક સાબિત થઇ શકે છે.
 - જો તમે સ્ટ્રેસમાં રહેતા હોવ તો મૂળ સુધારવામાં આ બીજ અસરકારક છે.
 - કોળાના બીજના સેવનથી ઊંઘ સારી આવે છે.
 - આંખ, હેયર એન સ્કિનના સ્વાસ્થ્ય માટે આ બીજ ઉપયોગી છે.
 - શરીરના હાડકા મજબૂત બનાવે છે.
 - આ બીજ કેન્સર વિરોધી ગુણધર્મ ધરાવે છે.
 





