Puran poli Recipe: પુરણ પૂરી, ગુડી પડવા પર બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી, જાણો રેસીપી

Puran poli Recipe On Gudi Padwa: પુરણ પૂરી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. ચણાના દાળમાંથી બનતી પુરણ પૂરી મહારાષ્ટ્રમાં ગુડી પડવા પર બનાવવાનો રિવાજ છે. અહીં પુરણ પૂરી બનાવવાની રેસીપી આપી છે.

Written by Ajay Saroya
March 25, 2025 12:07 IST
Puran poli Recipe: પુરણ પૂરી, ગુડી પડવા પર બનાવો મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી, જાણો રેસીપી
Puran poli Recipe: પુરણ પૂરી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. (Photo: Social Media)

Puran poli Recipe Special Marathi Food On Gudi Padwa 2025 : પુરણ પૂરી મહારાષ્ટ્રની પ્રખ્યાત વાનગી છે. ખાસ કરીને દર વર્ષે મહારાષ્ટ્રીયન નવ વર્ષ પર પુરણ પૂરી બનાવવામાં આવે છે. હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ એકમ તિથિથી શરૂ થાય છે. આ દિવસને મરાઠી લોકો તરીકે ગુડી પડવો ઉજવે છે. ગુડ પડવા પર મહારાષ્ટ્રમાં પુરણ પૂરી બનાવવાનો રિવાજ છે. ચણાની દાળમાં બનતી આ ખાસ વાનગી તમે ઘરે ટ્રાય કરી શકો. અહીં પુરણ પૂરી બનાવવાની સરળ રેસીપી આપી છે.

Gudi Padwa 2025 Date : ગુડી પડવો 2025 ક્યારે છે?

ગુડ પડવો ચૈત્ર સુદ એકમ તિથિ પર ઉજવાય છે. આ વખતે 30 માર્ચ 2025 રવિવારના રોજ ચૈત્ર સુદ એકમ તિથિ છે. આથી આ તારીખે ગુડી પડવો ઉજવાશે. મહારાષ્ટ્ર ઉપરાંત કર્ણાટક, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ ગુડી પડવાનીઉજવણી કરવામાં આવે છે.

પુરણ પૂરી બનાવવા માટે સામગ્રી

ચણાની દાળ, ગોળ, કોપરાની છીણ, ઘી, એલચી પાઉડર, ઘઉંનો લોટ

Puran poli Recipe : પુરણ પૂરી બનાવવાની રીત

પુરણ પૂરી બનાવવા માટે સૌથી પહેલા ચણાની દાળ પાણીમાં બરાબર ધોઇ લો. ચણાની દાળ 1 થી 2 કલાક પાણીમાં પલાળી રાખો. કૂકરમાં પાણી નાંખી ચણાની દાળ 3 થી 4 સિટી સુધી બાફી લો. બફાઇ ગયા બાદ ચણાની દાળ માંથી વધારાનું પાણી કાઢી લો.

હવે એક મિક્સર જારમાં બાફેલી ચણા દાળ નાંખી પેસ્ટ બનાવી લો. એક કઢાઇમાં ઘી ગોળ નાંખી બરાબર ઓગાળી લો. ત્યાર પછી તેમા ચણાની દાળની પેસ્ટ ઉમેરી બરાબર મિક્સ કરી લો. ચણાની દાળની પેસ્ટ ઠંડી થવા દો. પેસ્ટ ઠંડી થયા બાદ તેમા એલચી પાઉડર અને કોપરાની છીણ નાંખી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

હવે પુરણ પૂરી માટે કણક તૈયાર કરો. આ માટે એક વાસણમાં ઘઉંનો લોટ ચાણી લો. તેમા થોડીક હળદર અને તેલ નાંખો. લોટમાં પાણી ઉમેરી નરમ કણક બાંધો. લોટ બંધીને 10 થી 15 મિનિટ સુધી રાખી મૂકો.

પુરણ પૂરી બનાવવાની રેસીપી

પુરણ પૂરી બનાવવા સૌથી પહેલા ઘઉંના લોટના કણક માંથી ગોળ નાના નાના લુઆ બનાવો. લુઆની અંદર 1 કે 2 ચમચી ચણાની પેસ્ટનું પૂરણ ભરો. લુઆની ઉપરની કિનારી બંધ કરી લો. હવે પાટલી પર ગોળ પુરણ પૂરી વણી લો.

ગેસ પર એક તવી ગરમ કરો. તેના પર વણેલી પુરણ પૂરી શેકી લો. પુરણ પૂરી પર ઘી લગાવી શેકો. પુરણ પૂરી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી શેકવી. પુરણ પૂરી ગરમા ગરમચણા કે તુવેરની દાળ, દહીં સાથે સર્વ કરો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ