scorecardresearch

Delicate Dumping : શું છે ડેલિકેટ ડમ્પિંગ? સોશિયલ મીડિયા પર આ છે નવો બ્રેકઅપ ટ્રેન્ડ

Delicate Dumping : કોલકાતાના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શિંજિન દેબે સમજાવ્યું કે ડેલિકેટ ડમ્પિંગ (Delicate Dumping ) ની અસર સિક્કાની બે બાજુ જેવી છે.

Delicate Dumping
Delicate Dumping

કંઈક કહ્યા વગર રિલેશનનો અંત કરવો, એક ટ્રેન્ડ કે જે કર્મચારીઓને કંઈપણ કહ્યા વિના અથવા ઔપચારિક સૂચના આપ્યા વિના નોકરી છોડી દેવાનો સંદર્ભ આપે છે, હવે આ ટ્રેન્ડના રિલેશનમાં વિશે વિચારો ! વાહિયાત લાગે છે, બરાબર ને? આ જ ‘નાજુક ડમ્પિંગ’ (delicate dumping) છે.

બ્રેકઅપ એ રોમેન્ટિક સંબંધોનો એક સામાન્ય ભાગ છે જે ઈમોશન રીતે પડકારરૂપ અને નેવિગેટ કરવું મુશ્કેલ હોઈ શકે છે. મ્યુચ્યુઅલ કે નહીં, બ્રેકઅપમાં ઘણીવાર ઉદાસી, દુઃખ, ગુસ્સો અને મૂંઝવણની લાગણીઓ શામેલ હોય છે. જો કે, જે બાબત તેમને થોડી વધુ સહનશીલ અને નેવિગેટ કરવામાં સરળ બનાવે છે તે રિલેશનમાં રહેલ બન્ને લોકો દ્વારા સ્પષ્ટ અને પ્રમાણિક વાતચીત છે. બ્રેકઅપનો નવો ટ્રેન્ડ, નાજુક ડમ્પિંગ, તેને પડકારે છે.

આ પણ વાંચો: Health Tips : જો મગજમાં પીડા રીસેપ્ટર્સ નથી, તો શા માટે આપણને માથાનો દુખાવો થાય છે? જાણો ફેક્ટ

પરંતુ, આ બધું શું છે? સાદી ભાષામાં કહીએ તો, ડેટિંગના ટ્રેંડમાં પાર્ટનરને સત્તાવાર રીતે બ્રેક અપ કર્યા વિના સંબંધમાંથી ખસી જવાનો એક સરળ રસ્તો છે એવી અપેક્ષા સાથે કે અન્ય પાર્ટનર આખરે બ્રેકઅપની શરૂઆત કરશે.પરંતુ, આ બધું શું છે? સાદી ભાષામાં કહીએ તો, ડેટિંગના ટ્રેંડમાં પાર્ટનરને સત્તાવાર રીતે બ્રેક અપ કર્યા વિના સંબંધમાંથી ખસી જવાનો એક સરળ રસ્તો છે એવી અપેક્ષા સાથે કે અન્ય પાર્ટનર આખરે બ્રેકઅપની શરૂઆત કરશે. એમાં વ્યક્તિ તેના નોંધપાત્ર પાર્ટનર પ્રત્યેની તેમની રોમેન્ટિક લાગણીઓ ગુમાવે છે પરંતુ તરત જ તેમની સાચી લાગણીઓ સાથે વાતચીત ન કરવાનું પસંદ કરે છે. તેઓ રિલેશનમાં ફ્યુચર વિષે વિચારવાનું અને ફીલિંગ્સ શેર કરવાનું બંધ કરવાનું પસંદ કરે છે. તો સાઈલેન્ટલી કમિટ હોવા છતાં પ્રયત્ન કરવાનું બંધ કરે છે.

અમે કોલકાતાના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ શિંજિન દેબનો સંપર્ક કર્યો , જેમણે સમજાવ્યું કે નાજુક ડમ્પિંગ (delicate dumping) ની અસર એક સિક્કાની બે બાજુ જેવી છે. તેમણે જણાવ્યું હતું કે, “જે પાર્ટનરએ સંબંધોમાં પોતાની એનર્જી વેસ્ટ નથી કરવી તે આખરે પોતાના પાર્ટનર સામે ચીડ્યું થવા લાગે છે અને ઘણી વખત પાર્ટનર સામે ઈમોશનલ થવાનું બંધ કરે છે. આ એકદમ કંટાળાજનક છે,” પરંતુ કપલ સિક્રેટલી પાર્ટનરથી એવી આશા રાખતું હોય કે કંઈક સારું બનશે પરંતુ બીજી વ્યક્તિ તેમને ડમ્પ કરવા ઇચ્છતી હોય છે.

આ પણ વાંચો: Summer Special : કેરીની તમે આ કેટલીક રીતો દ્વારા કૃત્રિમ રીતે પાકેલી છે તે ઓળખી શકો છો, FSSAI શું કહે છે?

ડેટિંગ નિષ્ણાત એમ્મા હેથોર્ને metro.co.uk આ ટ્રેન્ડ વિશે વાત કરતાં કહ્યું હતું કે, “જો કોઈ વ્યક્તિ સામનો ન કરી શકે તો સીધી પ્રમાણિકતા પર નાજુક ડમ્પિંગ પસંદ કરશે. દોષિત પક્ષની જેમ જોયા વિના કોઈની સાથે સંબંધ તોડવાનો આ એક સરળ માર્ગ છે . તે રિલેશનમાંથી બહાર નીકળવાનો સરળ રસ્તો છે, પરંતુ આખરે તે સંબંધને સમાપ્ત કરવાનો યોગ્ય માર્ગ નથી.”

જો કે, અગત્યનો પ્રશ્ન એ છે – તમારે શું કરવું જોઈએ? જવાબ છે ‘તમારી જાતને પ્રાથમિકતા આપો’. મનોવૈજ્ઞાનિકે સૂચવ્યું હતું કે, “દરેક સંબંધમાં, બે મહત્વની બાબતો હોય છે: ‘તમે’ અને ‘તમારો પાર્ટનર’. ઘણીવાર તમારા જીવનસાથી અગ્રતા યાદીમાં પ્રથમ સ્થાને હોય છે જ્યારે તે તમે હોવા જોઈએ. તેની અસર ઘટાડવા માટે હેલ્થી લિમિટ નક્કી કરવી મહત્વપૂર્ણ છે.”

ડિક્લેઈમર : આ આર્ટિકલ ઇન્ડિયન એક્સપ્રેસ પરથી અનુવાદીત છે, વધુ માહિતી માટે અહીં ક્લિક કરો,

Web Title: Quiet quitting delicate dumping breakup trend clear communication emotional turmoil healthy boundaries relationship issues

Best of Express