ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) અનુસાર, કોલમ્બિયન પૂર્વ અમેરિકામાં સૌથી મોટું સામ્રાજ્ય ઈન્કાના લોકો દ્વારા ક્વિનોઆ(મોરૈયો)ને પવિત્ર ખોરાક માનવામાં આવતું હતું. આ ખોરાકના સ્વાસ્થ્ય લાભો ઘણા હોવાથી છેલ્લાં કેટલાંક વર્ષોથી તેનું મહત્વ વધતું જાય છે.
નાણાવટી મેક્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, મુંબઈના રજિસ્ટર્ડ ડાયેટિશિયન અને ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉ . ઉષાકિરણ સિસોદિયાએ જણાવ્યું હતું કે, “ક્વિનોઆ વાસ્તવમાં ઘણા પોષકતત્વો ધરાવે છે, જે ધીમે ધીમે ભારતીય આહારમાં એક ઉમેરો બની રહ્યું છે.”
ચોમાસા દરમિયાન ક્વિનોઆ ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે. ભારતમાં ચોમાસામાં વારંવાર ચેપ અને પાચન સંબંધી સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. ક્વિનોઆમાં ફાઇબર ભરપૂર હોવાથી પાચનતંત્રને સ્વસ્થ બનાવવામાં મદદ કરી શકે છે. વધુમાં,તેમાં ઉચ્ચ પ્રોટીન સામગ્રી ચોમાસા દરમિયાન ફાયદાકારક હોઈ શકે છે.
ચાલો ક્વિનોઆ(મોરૈયો)ના અન્ય સ્વાસ્થ્ય લાભો પર એક નજર કરીએ.સિસોદિયાના જણાવ્યા મુજબ, રાંધેલા ક્વિનોઆના 100 ગ્રામ દીઠ, આટલા પોષકતત્વો હોય છે,
- કેલરી: 120
- પ્રોટીન: 4.1 ગ્રામ
- ચરબી: 1.9 ગ્રામ
- કાર્બોહાઇડ્રેટ્સ: 21.3 ગ્રામ
- ફાઇબર: 2.8 ગ્રામ
- ખાંડ: 0.9 ગ્રામ
- આયર્ન: 1.5 મિલિગ્રામ
- મેગ્નેશિયમ: 64 મિલિગ્રામ
- ફોસ્ફરસ: 152 મિલિગ્રામ
- ઝીંક: 1.1 મિલિગ્રામ
ક્વિનોઆ ખાવાના ફાયદા :
- વજન નિયંત્રણમાં મદદ કરે છે.
- તંદુરસ્ત પાચનને પ્રોત્સાહન આપે છે અને ઉચ્ચ ફાઇબર સામગ્રીને કારણે કબજિયાત ઘટાડે છે. ભારતીય ભોજનની મસાલેદાર પ્રકૃતિને જોતાં આ ફાયદાકારક છે.
- LDL કોલેસ્ટ્રોલના સ્તરને સંભવિતપણે ઘટાડીને હૃદયના સ્વાસ્થ્યને વધારે છે.
- તેના નીચા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે મેટાબોલિક સ્વાસ્થ્યને ટેકો આપે છે.
- તેમાં વિટામિન ઇ, બી-વિટામિન્સ અને વિવિધ એન્ટીઑકિસડન્ટો જેવા વિટામિન્સ પણ ઓછા પ્રમાણમાં હોય છે,
શું ડાયાબિટીસના દર્દીઓ ક્વિનોઆનું સેવન કરી શકે છે?
ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિઓ તેના ઓછા ગ્લાયકેમિક ઇન્ડેક્સને કારણે તેમના આહારમાં ક્વિનોઆ ઉમેરી શકે છે, કારણ કે, તે લોહીના પ્રવાહમાં ધીમે ધીમે ખાંડને મુક્ત કરે છે.
સિસોદિયાએ કહ્યું કે,“તેમાં ડાયેટરી ફાઈબર પણ વધુ હોય છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ફાયદાકારક છે. જો કે, વ્યક્તિગત સલાહ માટે તમારા ડાયાબિટોલોજિસ્ટ અથવા ન્યુટ્રિશનિસ્ટની સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ છે.”
શું તે સગર્ભા સ્ત્રીઓ માટે ફાયદાકારક છે?
સિસોદિયાના જણાવ્યા મુજબ, ભારતમાં સગર્ભા સ્ત્રીઓ ક્વિનોઆને તેમના આહાર લઇ શકે છે .
મોરૈયો એટલે કે, ક્વિનોઆમાં ગર્ભના વિકાસ અને વિકાસ માટે આવશ્યક એમિનો એસિડઆયર્ન, જે એનિમિયાને રોકવા માટે જરૂરી છે, જે ગર્ભાવસ્થા દરમિયાન સામાન્ય સમસ્યા છેહાઈ ફાઇબર સામગ્રી જે કબજિયાતને દૂર કરવામાં મદદ કરી શકે છે, ગર્ભાવસ્થાની સામાન્ય ફરિયાદબી વિટામિન્સ, જે ગર્ભાવસ્થા દરમિયાન ઊર્જાની જરૂરિયાતો માટે જરૂરી છે.
આ પણ વાંચો: Morning Routine : સવારની દિનચર્યાની આ ખાસ 4 ટેવો જે આયુષ્ય લંબાવામાં થશે મદદગાર
ધ્યાનમાં રાખવા જેવી બાબતો
- સિસોદિયાએ જણાવ્યું હતું કે ક્વિનોઆ પૌષ્ટિક હોઈ શકે છે પરંતુ તેનું સેવન કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.
- સારી રીતે ધોઈ લો: ક્વિનોઆમાં કડવા સેપોનિન હોય છે જે પેટમાં બળતરા પેદા કરી શકે છ,રાંધતા પહેલા તેને સારી રીતે ધોવાથી મદદ મળી શકે છે.
- સંતુલિત આહાર: શાકભાજી, પ્રોટીન અને ચરબી સાથે જોડીને સંતુલિત આહારના ભાગ રૂપે તેનું સેવન કરવું હંમેશા શ્રેષ્ઠ છે .
ક્વિનોઆ વિશે સામાન્ય માન્યતાઓ
માન્યતા 1: ક્વિનોઆ એક અનાજ છે.હકીકત: ક્વિનોઆ વાસ્તવમાં એક બીજ છે પરંતુ તે ઘણી વખત અનાજની જેમ તૈયાર કરાય છે અને ખવાય છે.
માન્યતા 2: ક્વિનોઆમાં કેલરી વધુ હોય છે.હકીકત: ક્વિનોઆ સાધારણ કેલરી ધરાવતું હોય છે અને તેમાં હાઈ ફાઇબર અને પ્રોટીન સામગ્રી યોગ્ય માત્રામાં ખાવાથી વજન કંટ્રોલ કરવામાં ખરેખર મદદ કરી શકે છે.
માન્યતા: ક્વિનોઆ ભારતીય વાનગીઓ માટે યોગ્ય નથી.હકીકત: ક્વિનોઆને તેના તટસ્થ સ્વાદ અને બહુમુખી રચનાને જોતાં વિવિધ ભારતીય વાનગીઓમાં સરળતાથી સામેલ કરી શકાય છે.





