shivani chauhan
પર અપડેટ કર્યું
New Update
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/08/Ragi-Kanji-Recipe-in-gujarati.jpg)
Ragi Kanji Recipe in gujarati
Ragi Kanji Drink Recipe in gujarati | તમારે પૌષ્ટિક આહારની જરૂર છે. તેના માટે તમે તમારા મનપસંદ ખોરાકને પૌષ્ટિક બનાવી શકો છો. રાગી (Ragi) એ પહેલો ખોરાક છે જે નાના બાળકો માટે પૌષ્ટિક અને સારો વિકલ્પ છે શરૂઆતમાં તેઓને ખવાડામાં આવે છે. આ અનાજ કેલ્શિયમ અને પોટેશિયમનો ભંડાર છે. તેથી, પુખ્ત વયના લોકો પણ તેને તેમના આહારમાં સામેલ કરી શકે છે.
Advertisment
રાગી (Ragi) એક પાચન સહાયક પણ છે જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલ ઘટાડે છે. રાગી ભૂખ દબાવીને અને વધુ પડતું ખાવાનું અટકાવીને વજન નિયંત્રણ માટે પણ ફાયદાકારક છે. ગરમીમાં કે ઠંડીમાં રાગી જેવા અનાજ શરીરના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. અહીં જાણો રાગી કાંજી રેસીપી, જે સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક
રાગી કાંજી ડ્રિંક
રાગી કાંજી સામગ્રી
- 1 કપ રાગી
- 4 કપ પાણી
- મીઠું જરૂર મુજબ
- 1 કપ દહીં
- 5-6 સમારેલ ડુંગળી
- 1 લીલું મરચું
રાગી કાંજી ડ્રિંક રેસીપી
- એક બાઉલમાં એક કપ રાગી પાવડર ઉમેરો.
- તમે તેમાં એક કપ પાણી ઉમેરી શકો છો અને ગઠ્ઠા ન રહે તેમ તેને હલાવતા રહો.
- તમે ગેસ પર એક તપેલી મુકો, તેમાં ત્રણ કપ પાણી નાખીને તેને ઉકાળો.
- એકવાર તે ઉકળી જાય, પછી તેમાં રાગીનો લોટ ઉમેરો અને હલાવો. પાણી બળી જાય અને ઓછું થાય ત્યાં સુધી હલાવો.
- જ્યારે તે ઘટ્ટ થવા લાગે, ત્યારે તમે ગેસ ધીમો ઓછી કરી શકો છો.
- પછી વાસણ બંધ રાખીને 10 મિનિટ કુક કરો.
- એકવાર તે કુક જાય પછી, તમે જરૂરી માત્રામાં મીઠું ઉમેરી શકો છો.
- તેને ઠંડુ થવા દો. જ્યારે તે ઠંડુ થાય, ત્યારે તેમાં બારીક સમારેલી લાલ ડુંગળી, લીલા મરચાં અને દહીં ઉમેરો અને ભેળવી દો એટલે તમારૂ રાગી કાંજી ડ્રિંક તૈયાર છે.
Advertisment


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us